<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

એક કરોડ ૪૪ લાખના ચેક રિટર્નના કેસમાં ડબલ રકમનો દંડ અને ૪ વર્ષની સજાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો સ્‍ટે

હાઇકોર્ટ દ્વારા રિવિઝન દાખલ કરી આરોપીના શરતી જામીન મંજુર કર્યા

રાજકોટ તા. ૪: રાજકોટમાં પેડક રોડ ઉપર રહેતા ભરત નાગજી તળાવિયાએ સિધ્‍ધાર્થ ઓટો જંકશનના માલિક નિખીલભાઈ દયાળજીભાઈ સામે રાજકોટ કોર્ટમાં સને-૨૦૧૩માં, ૭૨-૭૨ લાખના બે ચેક ડીસઓનર થવા સબબ રાજકોટ કોર્ટમાં બે ફરીયાદ દાખલ કરેલ. જે તે ફરિયાદોમાં થયેલ હુકમ સામે નિખીલભાઈ દયાળજીભાઈએ રાજકોટ કોર્ટમાં કરેલ અપીલના કામમાં, દરેક ફરીયાદમાં ચેક થી ડબલ રકમનો દંડ તથા ૨ વર્ષની સજાનો હુકમ સેશન્‍સ કોર્ટએ કાયમ રાખતા નિખીલભાઈ દયાળજીભાઈએ ગુજરાત હાઈકોર્ટમાં રિવીઝન દાખલ કરેલ છે. જેમાં નીચેની અદાલતના હુકમને સ્‍ટે આપી, નિખીલભાઈ દયાળજીભાઈને શરતોને આધિન જામીન મુકત કરવા હુકમ કરેલ છે.

મુળ ફરીયાદની વિગતો મુજબ  ફરીયાદી ભરત તળાવીયાએ રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરેલ કે, તેને બેંકએ એકવાયર્ડ કરેલ પ્રોપર્ટી ખરીદવા આરોપી સાથે વાત કરેલ અને તેવી પ્રોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસેથી રૂા. ૧,૪૫,૦૦,૦૦૦/- પ્રાપ્‍ત કરી લીધેલ. પરંતુ મિલ્‍કત નહીં અપાવતા, નિખીલભાઈ એ ખર્ચની રકમ બાદ કરી રૂપિયા બોતેર - બોતેર લાખના બે ચેક ઈશ્‍યુ કરી આપેલ. જે ચેક વસુલાત માટે બેંકમાં રજુ રાખતા, જે તે ચેક ડીસઓનર થતાં રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરવામાં આવેલ. ઉપરોકત ઉલ્લેખેલ સેશન્‍સ કોર્ટમાં થયેલ અપીલના કામમાં હુકમ સામે  ગુજરાત હાઈકોર્ટમાં રિવીઝન દાખલ કરવામાં આવેલ. તેમાં અરજદાર નિખીલભાઈએ રજુઆત કરેલ કે, મુળ ફરીયાદી જે રકમ ચેક આધારિત માંગે છે તેના માટે કોઈ કાનુની કરાર નથી. અને કાયદેસરનું દેવું ગણી શકાય તેવા લેણાં બાબતેનો ચેક નથી તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના અને સેશન્‍સ કોર્ટના ઓર્ડર મુજબ ૨૫% જેવી રકમ ચાલુ કામે કાયદાના પ્રબંધ મુજબ કોર્ટમાં જમાં કરાવેલ છે. જેથી રિવીઝનમાં કાનુની મુદાઓ સંકળાયેલ હોય અને અરજદાર સાબિત કરવામાં સફળ નીવડે તેમ હોય, નીચેની અદાલતનો હુકમ સ્‍ટે કરવો જરૂરી છે. અને અરજદારની સામે વોરંટ સ્‍થગિત કરી જામીન મુક્‍ત કરવા જોઈએ.

 આ સામે મુળ ફરીયાદીએ જે દસ્‍તાવેજોને કોર્ટએ આંક આપેલ નથી તેવી એફ.આઈ.આર. તથા ખોટી રીસીપ્‍ટ બનાવવાના આક્ષેપ આધારિત વાહીયાત મુદાઓ આગળ ધરી વાંધાઓ લીધેલ. ફરીયાદ (જેમાં વ્‍યવહારમાં નિખીલભાઈ, અભિષેક અને રાજકોટના એડવોકેટ દિનેશભાઈ સાથેનો દર્શાવેલ છે.) તેને આગળ ધરી ન માની શકાય તેવા વાંધાઓ આગળ ધરેલ.  ગુજરાત હાઈકોર્ટએ નીચેની અદાલતના ફો.કે.નં. ૩૮૭૧/૨૦૧૩ તથા ૩૮૭૨/૨૦૧૩ના કામમાં થયેલ.  સજાનો હુકમ સ્‍થગિત કરી, આરોપીને અમુક શરતોને આધિન જામીન મુક્‍ત કરવા આદેશ કરેલ. અને રિવીઝન એડમીટ કરેલ છે.

આ કામમાં વાદી નિખીલભાઈ દયાળજીભાઈ વતી એડવોકેટ દરજજે ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટમાં વિકાસ કે. શેઠ, અલ્‍પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયેલ છે.

(3:59 PM IST)