તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Friday, 4th July 2025
લવમેરેજના એક જ મહિનામાં ઇશિતાબેનને પતિ-સાસુનો ત્રાસ શરૂ થઇ ગયોઃ મારકુટ
દારૂની ટેવ ધરાવતાં પતિએ મારકુટ કરી લીધાનો આરોપઃ હાલ માવતરે રહેતી પરિણીતાની પતિ ચિરાગ વરૂ, સાસુ શોભનાબેન વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૪: લવમેરેજ કરનાર યુવતિને લગ્નના એક જ મહિના બાદ પતિ, સાસુએ ત્રાસ આપવાનું ચાલુ કરતાં અને બાદમાં પતિએ મારકુટ કરી લેતાં પોલીસ ફરિયાદ થઇ છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હાલ આલાપ ગ્રીનસીટી પાછળ સ્વસ્તિક હાઇલેન્ડ બ્લોક નં. ૧૦૪માં રહેતાં ઇશિતાબેન ચિરાગભાઇ વરૂ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ભક્તિનગર સર્કલ ગીતાનગર-૬ રામેશ્વર એપાર્ટમેન્ટ ૪૦૧માં રહેતાં તેના પતિ ચિરાગ સુધીરભાઇ વરૂ અને સાસુ શોભનાબેન સુધીરભાઇ વરૂ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ઇશિતાબેન વરૂ-પ્રજાપતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલ હું મારા પિતા હિતેષભાઇ મારૂને ત્યાં રહુ છું. મેં ૨૦૨૩માં મારા પિતાની મરજી વિરૂધ્ધ ચિરાગ વરૂ સાથે કોર્ટમેરેજ કર્યા હતાં. ત્યારથી હું અને ચિરાગ પતિ-પત્નિ તરીકે રહેતા હતાં અને સાસુ શોભનાબેન પણ અમારી સાથે રહેતાં હતાં. મારે કોઇ સંતાન નથી. લગ્નના એક મહિના સુધી પતિ-સાસુએ મને સારી રીતે રાખી હતી. હું અને મારા પતિ બંને નીલ સીટી ક્લબમાં નોકરી કરતાં હતા. થોડા સમય બાદ નોકરી છોડી દીધી હતી. એ પછી પતિ-સાસુ મને નાની નાની વાતે ઝઘડો કરી બોલાચાલી કરી કહેતાં કહે તું કામ નથી કરતી. પતિને વાત કરુ તો તે પણ મારા સાસુની ચઢામણીથી મને ત્રાસ આપતા હતાં. ગત ૧૩/૪/૨૫ના રોજ મારા પતિ વિરૂધ્ધ પોલીસ કેસ થયો હોઇ મને વાત કરતાં મેં તેને મારા મમ્મી પપ્પાના ઘરે જાવુ છે, મારે તમારી સાથે નથી રહેવું તેમ કહેતાં તેણે ગાળો દઇ માર માર્યો હતાોે અને કહેલુ કે મારે તને રાખવી નથી.
આ પછી સાંજે હું મારા માતા-પિતા પાસે જતી રહી હતી. બાદ ભાવનગર મારા કાકાને ત્યાં ગઇ હતી. એકાદ મહિનો ત્યાં રોકાઇ પછી અમદાવાદ ફઇના ઘરે ગઇ હતી. આ દરમિયાન તા.૧૪/૪/૨૫ના રોજ ચિરાગ મારા પિતાજીના ઘરે ગયો હતો અને અસભ્ય વર્તન કરી મારા વિશે પુછી ગાળો દીધી હતી. આ પછી હું ૭/૬ના રોજ મારા માતા-પિતા પાસે આવી હતી. તે દારૂની ટેવ ધરાવતો હોઇ અને તે તથા સાસુ બંને ત્રાસ આપતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)










