<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

તારે નિતાબેન સાથે કંઇ ન હોય તો રાખડી બંધાવી લે...કહી પરાગને છરીના ઘા ઝીંક્‍યા

ચુનારાવાડના શોૈચાલય પાસે બનાવઃ બાલી ઓડ, પ્રેમ, સોહિલ ઉર્ફ ભેંસ અને અજાણ્‍યાએ મારકુટ કરી હુમલો કર્યોઃ થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૪: શહેરના ભાવનગર રોડ પર રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં પરાગ વિજયભાઇ બાવળીયા (ઉ.વ.૨૬)ને ભવાનીનગર નદી કાંઠે રહેતાં બાલી ઓડ, પ્રેમ ગોહેલ, સાહિલ ઉર્ફ ભેંસ અને અજાણ્‍યાએ તું નીતાબેન ટાંક સાથે શું કામ વાત કરે છે? તું કેમ તેની સાથે સંબંધ રાખે છે? તેમ કહી તેની પાસે રાખડી બંધાવી લેવાનું કહેતાં પરાગે ના પાડતાં ત્રણેયએ તેને ઢીકાપાુટનો માર મારી તેમજ બાલીએ પેટમાં અને બેઠક પર છરીના ઘા મારી દેતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે.

થોરાળા પોલીસે આ બનાવ અંગે ચુનારાવાડ શેરી નં-૨માં રહેતાં પરાગ બાવળીયાની ફરિયાદ નોંધી છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ગત તા.૧૫ના ટ્રેકટર ચોક પાસે આવેલા જાહેર શૌચાલય પાસે  ઉભો હતો ત્‍યારે ભવાનીનગર નદીના કાંઠે રહેતો બાલી ઓડ, મોરબી રહેતો પ્રેમ, ભવાનીનગરમાં રહેતો સોહીલ ઉર્ફે ભેંસ અને એક અજાણ્‍યો શખ્‍સ આવ્‍યા હતા અને અને બાલી ઓડે મને બોલાવી તું નીતાબેન ટાંક સાથે શા માટે વાત કરે છ? અને શું કામ સંબંધ રાખે છે? તેમ કહેતાં મેં તેને હવે વાત નહિ કરું તેમ કહેતાં બાલીએ મને ‘તો તું તિનાબેન પાસે રાખડી બંધાવી લે તો જ હું માનીશ કે તારે તેની સાથે કોઇ સંબંધ નથી'. આથી મેં તેને રાખડી બંધાવાવની ના પાડતાં બાલી સહિતનાએ ઉશ્‍કેરાઇ જઇ ગાળો દીધી હતી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ બાલીએ છરી કાઢી મને પેટ, બેઠક પર ઘા મારી દીધા હતાં.

મને તે દિવસે સારવાર માટે દાખલ કરાયો હતો. જે તે વખતે ફરિયાદ કરી નહોતી. પણ હવે ફરિયાદ કરવી હોઇ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો. થોરાળાના હેડકોન્‍સ. એન. એસ. ડામોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:59 PM IST)