તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
શનિવાર-રવિવારે તાજીયાના ઝુલૂસ દરમિયાન વાહનોને પ્રવેશબંધી અને નો-પાર્કિંગઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ
કાલે પાંચમીએ સાંજે આઠથી છઠ્ઠીના રવિવારના રાતના બાર સુધી અમલવારીઃ ભંગ કરનાર સામે કાર્યવાહી

રાજકોટ તા. ૪: શહેરમાં મહોર્રમ પર્વ અંતર્ગત આવતીકાલે શનિવારે અને રવિવારે શહેરાં તાજીયાના ઝુલુસ નીકળનાર હોઇ કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટેની વ્યવસ્થા પોલીસતંત્રએ કરી છે. તેમજ તાજીયાના ઝુલૂસ જે રૂટ પરથી નીકળનારા છે તે રસ્તાઓ પર પ્રવેશબંધી અને નો-પાર્કિંગને લગતું જાહેરનામુ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બહાર પાડયું છે. આ જાહેરનામુ તા. ૫ના શવિનારના સાંજના ૮થી તા. ૬ના રવિવારના રાતના ૧૨ સુધી અમલમાં રહેશે.
૮૦ ફુટ સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, ગરુડ ગરબી ચોકથી વિરાણી વાડી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી તેમજ ભાવનગર રોડ પાંજળાપોળ ટી ચોકથી ગરૂડ ગરબી ચોક અને ગઢવીરાંગ ભીચરીનાકાથી ગરુડ ગરબી ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે.
તેમજ કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસરોડ, ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી અને દરબારગઢથી સોની બજાર રોડ, કોઠારીયા પોલીસ ચોકી સુધી તથા ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી, ભુપેન્દ્ર રોડ દિવાન પરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્રરોડ-પેલેસ રોડ ટી પોઇન્ટ સુધી તેમજ ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે.
ઉપરાંત રૈયા ચોકડીથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી તથા કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાકી ચોક, લીંમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબેલી ચોક, હરીહર ચોક સદર પોલીસ ચોકીથી, સદર બજાર ફુલછાબ ચોક સુધીના રોડ ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે -વેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. અને મહીલા અંડર બ્રીજથી કિશનપરા ચોક સુધી ઉપર તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે અને તમામ વાહનો ટાગોર રોડથી જઈ શકશે. અરવિંદભાઇ મણીયાર હોલથી જ્યુબિલી ચોક સુધી તાજીયાઓના પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ જાહેર કરવામાં આવે છે.
આમ ઉપર મુજબના રસ્તાઓ તા.૦૫ના રોજ રાત્રે ૮ વાગ્યાથી તા.૦૬ના ૦૫.૦૦ કલાક તથા તા.૦૬ના બપોરના ૧૨.૦૦ કલાકથી રાત્રે ૧૨.૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અને ર્પાકિંગ માટે -તિબંધિત કરવામાં આવે છે. તેમજ સદર બજારમાં જરૂરીયાત મુજબ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ જણાવાયું છે. (૧૪.૧૦)
(2:25 PM IST)










