<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

કમળો થઇ ગયા બાદ ઉદ્યોગનગરના ૩૯ વર્ષિય રાકેશભાઇ પતરીયાનું મોત

હાર્ટએટેકથી સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝના ઉપેન્‍દ્રભાઇ શાહ, સાગરનગરના દિપકભાઇ કુંઢીયાના મોત

રાજકોટ તા. ૩૦: ગોંડલ રોડ મક્કમ ચોક પાછળ ઉદ્યોગનગર ક્‍વાર્ટર નં. ૨૦૪માં રહેતાં રાકેશભાઇ બાબુભાઇ પતરીયા (ઉ.વ.૩૯)નું કમળો થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ઉદ્યોગનગરમાં રહેતાં રાકેશભાઇ પતરીયાને ૨૭મીએ ઘરે હતાં ત્‍યારે બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રવિવારે રાતે દમ તોડી દીધો હતો. મૃત્‍યુ પામનાર રાકેશભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. કમળાની બિમારી લાગુ પડી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે તબિબે પોલીસને જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્‍ય બનાવમાં હાર્ટએટેકથી બે લોકોના મૃત્‍યુ થયા હતાં. ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા જયશ્રી હરિ મેન્‍યુફેકચરીંગ પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં ઉપેન્‍દ્રભાઇ રાજેન્‍દ્રભાઇ શાહ (ઉ.વ.૫૫) બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. તેમને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

જ્‍યારે જુના યાર્ડ પાસે સાગરનગરમાં રહેતાં દિપકભાઇ સવજીભાઇ કુંઢીયા (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. તે રિક્ષામાં ડુંગળી બટાટાની ફેરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. (

(4:26 PM IST)