<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

દિવાળી સુધીમાં રસ્‍તા ટનાટન બનશેઃ જયમીન ઠાકર

ચાલુ વરસાદે કામ ન કરવા એન્‍જીનીયરોને સ્‍ટે.ચેરમેનનો આદેશ

રાજકોટઃ શહેરના રોડ-રસ્‍તા ધોવાઇ જતા કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૦ના રામપાર્ક મેઇન રોડ ઉપર જુની પધ્‍ધતિથી ડામરકામ થતું હોવાનું અને નવી જેટ પેચરનો ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ કરાયો હતો.

મનપાના સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીન ઠાકરે ચોમાસાની ઋતુમાં ચાલુ વરસાદે ડામર કામ ન કરવા એન્‍જીનીયરોને આદેશ આપ્‍યો છે. ઉપરાંત દિવાળી સુધીમાં તમામ રોડ-રસ્‍તા ટનાટન બની જવાનો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. જયારે તડકો હોય ત્‍યારે એજન્‍સી કામ કરતી હોય છે તેમ પણ જણાવ્‍યું હતું.

(3:54 PM IST)