<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સર્વેશ્વર ચોક-યાજ્ઞીક રોડ બ્રિજનું કામ ખોરંભેઃ ૭ જુલાઇની અપાયેલી ડેડલાઇન આડે આજથી ૭ દિ' બાકી!!

મ્‍યુ.કોર્પોરેશનની ઢીલી નીતિ સામે પ્રચંડ રોષઃ આસપાસના દુકાનદારો - ઓફિસધારકો બાનમાં છતા કોર્પોરેશન જાગતુ નથી :લાખો વાહન ચાલકો મહિનાઓથી હાલાકી ભોગવે છેઃ પ્રિફેબ્રીકેટેડ બ્રીજના જમાનામાં તંત્ર વામણું પુરવાર

 

રાજકોટ તા.૩૦: શહેરના હાર્દ સમા યાજ્ઞિક રોડના સર્વેશ્‍વર ચોક દુર્ઘટનાને બે વર્ષ થવા આવ્‍યા છે છતા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ કલસ્‍ટર બ્રીજનું કામ ઠેકાણે પડતું નથી. ગત અઠવાડીયે મ્‍યુ.કમિશનરે રૂબરૂ સાઇટ વિઝીટ કરેલ અને તા.૭ જુલાઇ સુધીમાં કામ પૂર્ણ કરવા સુચના આપી હતી. તેમ છતાં કામ કાચબા ગતિએ ચાલતું હોવાનું  અને તેમની મુલાકાત બાદ ઠપ્‍પ જેવું જ થઇ ગયું હોવાનું આસપાસના વેપારીઓ- સ્‍થાનીકોએ રોષ વ્‍યકત કરતા જણાવ્‍યું હતું.

શહેરના વોર્ડ નં.૭માં સર્વેશ્વર ચોકમાં સર્જાયેલી વોંકળા દુર્ઘટના બાદ હવે નવો વોંકળો બનાવવાના ૪.૯૧ કરોડના કામનો છેલ્લા બે મહિના પહેલા કરવામાં આવ્‍યો હતો.

શહેરના ધમધમતા યાજ્ઞીક રોડ પર છેલ્લા બે મહિનાથી કામગીરીના કારણે બંધ કરવામાં આવ્‍યો હતો. મનપા તંત્ર વાહકો આ કામ જુન મહિના પહેલા પુર્ણ થવાનો દાવો કરી રહયા હતા. પરંતુ જુન માસ પુર્ણ થવા છતા કામ પુર્ણ થતુ નથી. તેમ સવાલો લોકો કરી રહયા છે.

સર્વેશ્વર ચોક ખાતેના વોંકળા પર નિર્માણ પામનાર ૯૯૦ ચો.મી.ક્ષેત્રફળના સ્‍લેબ કલ્‍વર્ટની લંબાઈ૧૧૦ રનિંગ મીટર, પહોળાઈ ૯ રનિંગ મીટર તેમજ ચાઈ ૩ રનિંગ મીટર રહેશે. સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો શિવમ કોમ્‍પલેક્ષ ૧ તથા ૨ બિલ્‍ડીંગ નીચેથી પસાર થતો હોઈ, આ વોંકળાની સાફ સફાઈ કરવામાં મુશ્‍કેલી થતી હતી.

આ વોકળો હયાત રસ્‍તા પર ડાયવર્ટ કરવાથી વોંકળાની સફાઈ વ્‍યવસ્‍થિત રીતે થઈ શકશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થઈ શકશે જેને લીધે આ વિસ્‍તારના આશરે ૧૫૦૦૦ જેટલા રહેવાસીઓને સુવિધા ઉપલબ્‍ધ થશે.  જો કે હાલ વોકળાનું કામ છેલ્લા ર-૩ દિવસથી કામગીરી ખોરંભે ચડી હોવાનો સ્‍થાનીકોએ આક્ષેપ કર્યો હતો.(૪.૩૩)

(3:01 PM IST)