તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
અનેક સંઘર્ષો વચ્ચે પણ પૂ.દાદાએ પોતાના અસ્તિત્વને ઉજાગર કર્યુઃ માંધાતાસિંહજી
મનોહરસિંહજી જાડેજા પાસેથી હું જાહેર જીવનના પાઠ શીખ્યો છું: રાજેન્દ્રસિંહ રાણા * મનોહરસિંહજી દાદાએ સક્રિય રાજકારણમાં પણ કયારેય કોઇની સાથે રાજકારણ રમવાનું પસંદ નહોતું કર્યુઃ રામભાઈ મોકરિયા * શબ્દબ્રહ્મનાં સાધક પૂજ્ય દાદાએ સદૈવ સ્વનિર્મિત નિરાળાં પથ પર ચાલવાનું સાહસ કર્યુઃ કલાધર આર્ય : જાહેર જીવનનાં મુઠ્ઠીઊંચેરા માનવી મનોહરસિંહજી જાડેજાની સાર્ધ પ્રતિમાનું અનાવરણ થયું : અષાઢી બીજના પાવન દિવસે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય પરિસરમાં રાજકોટના નેકનામદાર ઠાકોર સાહેબ, જાહેર જીવનના મોભી અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી મનોહરસિંહજી જાડેજાની સાર્ધ પ્રતિમાનું અનાવરણઃ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં રાજમાતા સાહેબ માનકુમારી દેવીજી તથા રાજકુમારી સાહેબ પ્રેમીલા કુંવરબાના કરકમલોથી સંપન્ન થયું

રાજકોટઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના સઘળાં દિવંગત આત્માઓ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના આત્માની શાંતિ અર્થે મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આરંભ પામેલાં ‘‘આત્મીયતાનું અનાવરણ'' સમારોહની પૂર્વભૂમિકા અને સ્વાગત પ્રવચન કરતાં શ્રી હરિશ્વંદ્રસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, આપણાં સહુના આત્માના અવાજ સાથે સંકળાયેલું અત્યંત સ્નેહાળ નામ એટલે પરમ આદરણીય શ્રી મનોહરસિંહજી જાડેજા. પુજ્ય દાદા એટલે એક એવું ધબકતું અસ્તિત્વ જેમણે મન, વચન, કર્મથી સર્વ સમાજની સેવા કરવાની એક અનોખી પરંપરા નિભાવી. શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના આજીવન પ્રમુખશ્રી સ્વરૂપે કાર્યરત રહીને પુજ્ય દાદાએ દાખવેલી દીર્ઘદૃષ્ટિના પરિણામ સ્વરૂપે છાત્રાલય પરિસરમાં સાત્વિક ભોજન સાથે ઉત્તમ કક્ષાની નિવાસ વ્યવસ્થાનો લાભ પ્રાપ્ત કરીને સમાજના ચારસો દિકરાઓ શિક્ષણની સાધના કરી રહ્યાં છે, જેમાં હજુ પણ વધારે એકસો દિકરાઓનો સમાવેશ કરી શકાય તે કાર્ય ગતિશીલ છે.
પુજ્ય દાદા સાથેના પારિવારિક-સામાજિક-રાજકીય સ્મરણો વાગોળતા યુવરાજ શ્રી જયદીપસિંહજી જાડેજાએ કહ્યું હતું કે, સનાતન ધર્મના પાયાગત સિદ્ધાંતોની સમજ મને પૂજ્ય દાદા પાસેથી પ્રાપ્ત થઈ છે. એમણે અમોને રાજકારણમાં થતી ઊઠા-પટકના દાવ-પેચ નહીં પરંતુ ભારતીય સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કળતિના આધ્યાત્મિક વૈભવ-વારસાની અદ્વિતીય અણમોલ ભેંટ આપી છે.
અંતઃકરણના સંઘર્ષો અને વૈયક્તિક અનુભવોના આધારે પ્રગટતી રમૂજ ભાવના સાથે અનેકવિધ ઉપલબ્ધિઓના ધારક શ્રી મનોહરસિંહજી જાડેજા પરત્વે પોતાના ભાવો વ્યક્ત કરતાં રાણી સાહેબ કાદમ્બરી દેવીજીએ જણાવ્યું હતું કે, જાહેર જીવનની સેવાસાધનાની અનોખી વ્યસ્તતા વચ્ચે પણ પૂજ્ય દાદાએ એમનું પારિવારિક ઉત્તરદાયિત્વ નિભાવવાની દિશામાં પણ કયારેય પાછીપાની કરી નથી, પરિવારજનોની ઝીણામાં ઝીણી બાબતની કાળજી રાખનાર પરમ પૂજ્ય દાદાના તેજસ્વી વ્યક્તિત્વની છત્રછાયામાં રાજ પરિવાર સદસ્યોનું જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રના અનેકવિધ લોકોનું પણ સંસ્કાર સિંચન સાથે જીવન પરિવર્તન થયું છે.
ડો.કલાધર આર્યએ કહ્યું હતું કે, પૂજ્ય દાદા એટલે એક એવું ધબકતું અસ્તિત્વ, જેમણે પોતાની આંતર ચેતનાને અવિરત પ્રજ્વલિત રાખીને, પ્રત્યેક વ્યક્તિને નિર્દોષભાવે ખુલ્લા મનથી, હ્રદયના ઊંડાણથી આવકારીને હંમેશા કરૂણા યુક્ત સ્નેહ વર્ષા કરી હતી. એક -પ્રેમાળ રાજવીને શોભે એટલું જ નહીં પરંતુ રાગ-દ્વેષથી તદ્દન મુક્ત રહીને એક રાજપુરુષને શોભે એ સ્વરૂપે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવીને સહાનુભૂતિ અને સહ-અસ્તિત્વના પથિક અને શબ્દબ્રહ્મનાં સાધક એવાં પૂજ્ય દાદાએ સદૈવ સ્વનિર્મિત નિરાળાં પથ પર ચાલવાનું સાહસ કરીને પોતાની રાજકીય, સાહિત્યિક તેમજ સામાજિક સ્તરે સેવાકીય સાધના સંપન્ન કરી છે
રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, ખેલજગતમાં ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વર્ષો સુધી સક્રિયતા પૂર્વક નેતળત્વ કરનાર અને ઉત્તમ કક્ષાના ક્રિકેટર એવા પુજ્ય દાદાએ જાહેર જીવનમાં પણ ઉચ્ચ કોટીનું રાજકીય નેતળત્વ કર્યું હતું. વાણી, વર્તન, વિચારમાં ભારોભાર વિનમ્રતા યુક્ત વ્યવહારના આગ્રહી શ્રી મનોહરસિંહજી દાદાએ સક્રિય રાજકારણમાં પણ કયારેય કોઇની સાથે રાજકારણ રમવાનું પસંદ નહોતું કર્યું એ એમની વિશેષતા હતી.
પુજ્ય દાદા સાથેના રાજકીય સંસ્મરણો વાગોળતા પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણાએ કહ્યું હતું કે, ગુજરાતની સામાજિક, સાંસ્કળતિક, ભૌગોલિક, આર્થિક અને રાજકીય વિશેષતાઓની ઊંડાણભરી સૂઝ ધરાવતા શ્રી મનોહરસિંહજી જાડેજા પાસેથી હું જાહેર જીવનના પાઠ શીખ્યો છું.
ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ ઉદ્વોધનમાં કહ્યું હતું કે, હ્રદયને સ્પર્શી જતું હેતાળવું ઉપનામ જેમનાં માટે પ્રયોજવામાં આવતું હતું તેવા મુઠ્ઠીઊંચેરા માનવી પુજ્ય દાદાના સાર્ધ શિલ્પનું અનાવરણ પરમ રાજમાતા સાહેબ માનકુમારી દેવીજી તથા રાજકુમારી સાહેબ પ્રેમીલા કુંવરબાના કરકમલોથી આજે સંપન્ન થયું છે. રાજકોટ રાજ પરિવારની અભીપ્સાઓની અવિરત કાળજી લેનારા મારાં પૂજનીય પિતાશ્રીએ કયારેય પોતાના અસ્તિત્વને પરિવાર પુરતું જ સીમિત કર્યું નહોતું પરંતુ વૈશ્વિક ફલક સુધી વિસ્તળત કર્યું હતું. વિશ્વ સમસ્તને વ્યાપી રહેવા પ્રેમ સ્વરૂપ દિલ દરિયો દે, અતાગજળ ઊંડાણો જેનાં અખંડ ઇ ઘૂઘવાટા દે એ પ્રકારનાં ભાવો સાથે જાહેર જીવનમાં અનેક પ્રકારનાં સંઘર્ષો વચ્ચે પણ પોતાના અસ્તિત્વને ઉજાગર કરનાર, પોતાના આંતરજગતમાં ઊઠતા અસંખ્ય સવાલ-જવાબને સાહિત્યિક અભિગમથી શબ્દબદ્ધ કરનાર અને અગણિત લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું દૈવીકાર્ય કરનારા રાજકોટના નેકનામદાર ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજાએ રાજવી પરિવારના રાજધર્મી સંતાન સ્વરૂપે, જાહેર જીવનના એક મોભી સ્વરૂપે, ઉત્તમોત્તમ રાજપુરુષ સ્વરૂપે, કુશળ પ્રશાસક સ્વરૂપે અને સંવેદનશીલ સર્જક સ્વરૂપે હંમેશા સીમાચિホરૂપ કાર્ય કર્યું છે. પ્રત્યેક સમસ્યાના સમાધાન અર્થે યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવાની આગવી સૂઝ ધરાવતા પુજ્ય દાદાએ પોતાના નેતળત્વ અને કતર્ળત્વમાં કયારેય પણ અસમાનતા ન પ્રવેશી જાય તેની સતત કાળજી રાખી હતી. સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત ન હોવા છતાં પણ એમની પાર્થિવતા મને, આપને અને આપણને સૌને એમનાં દિવ્યત્વની અનુભૂતિ કરાવે છે.
અનાવરણ સમારોહમાં રાજકોટ રાજવી પરિવારનાં રાજમાતા સાહેબ માનકુમારી દેવીજી, રાજકુમારી સાહેબ પ્રેમીલા કુંવરબા, રાજકુમારી સાહેબ શાંતિદેવીજી, રાજકુમારી સાહેબ ઉમાદેવીજી, રાજકુમારી સાહેબ મળદુલાદેવીજી, રાણી સાહેબ કાદમ્બરી દેવીજી, યુવરાજ સાહેબ જયદીપસિંહજી, યુવરાણી સાહેબ શિવાત્મિકાદેવીજી, ટીક્કાસાહેબ શિવાત્મજયસિંહજી, રાજકોટ દરબાર ગઢ મ્યુઝિયમના કયુરેટર સુશ્રી મહિમાજી ચંપાવત, રાજકોટ કુમાર સાહેબ અંબિકાપ્રતાપસિંહજી, લાઠી ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી, લાઠી રાણીસાહેબ ઉમાદેવીજી, વિરપુર ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી, ગોંડલ કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી, પાળ ઠાકોર સાહેબ અમરકુમારસિંહજી, રાજપરા ઠાકોર સાહેબ રાજવિજયસિંહજી અને કુમાર સાહેબ રાજેન્દ્રસિંહજી, ધળવનગરના ગાયત્રીબા ધળવકુમારસિંહજી જાડેજા, રુદ્રશક્તિ મહિલા મંડળના પ્રમુખ માયાબા જાડેજા, ઉષાબા જાડેજા, રાજ્યના પૂર્વ શ્રમમંત્રી શ્રી મનસુખભાઈ જોશી, ભાવનગરના પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, પૂર્વમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા) ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટના પ્રથમ નાગરિક મેયરશ્રી નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી મનિષભાઇ રાડિયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી રાજુભાઈ ધળવ, જયસિંહ પઢિયાર, નાથાભાઇ કિયાડા, નામાંકિત આર્કિટેક્ટ શ્રી સુરેશભાઈ સંઘવી, ડો. કલાધર આર્ય, શ્રી ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, શ્રી ઝાલાવાડ રાજપૂત સમાજ પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, શ્રી મોરબી રાજપુત સમાજ પ્રમુખ દશરથસિંહ ઝાલા ભરતસિંહ સરવૈયા, મયુરધ્વજસિંહ જાડેજા જેએમજે ગળપ, શિવરાજભાઈ નરેશભાઈ પટેલ પ્રસિદ્ધ ધારાશાષાી શ્રી પ્રવીણભાઈ વસાવડા, રાષ્ટ્રીય શાળાના શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી પિયુષ મહેતા, શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજદીપસિંહ જાડેજા, ટ્રસ્ટીગણ સર્વશ્રી હરિશ્વંદ્રસિંહ જાડેજા, શ્રી પરબતસિંહ જાડેજા, શ્રી વનરાજસિંહ રાયજાદા, શ્રી આર.એમ.જાડેજા, શ્રી નિર્મલસિંહ સરવૈયા, શ્રી યુવરાજસિંહ જાડેજા, શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શ્રી દૈવતસિંહ જાડેજા, કોર્પોરેટર શ્રી સુરેન્દ્રસિંહ વાળા, નિરુભા વાઘેલા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ રાઠોડ, વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ હિરેનભાઈ મહેતા, આરસીસી બેન્કના સીઈઓ પરષોતમભાઈ પીપળીયા, તખુભા રાઠોડ, મહેશભાઈ ચૌહાણ, યજ્ઞેશ જોષી, દિગ્વિજયસિંહજી જાડેજા, અજીતસિંહ જાડેજા-ભૂણાવા, સત્યજીતસિંહજી અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, ઇન્દ્રસિંહ જાડેજા-રીબડા, આદિત્યસિંહ ગોહિલ, વિક્રમસિંહ જાડેજા - કાંગસયાળી, મનોહરભાઈ બાબરિયા, અલ્પનાબેન ત્રિવેદી, શ્રી રાજભા જાડેજા-ચાંપાબેડા, ડૉક્ટર મનોજભાઈ મહેતા, રાજુભાઇ વ્યાસ,શ્રી રઘુભા જાડેજા, શ્રી રાજુભાઈ ઝવેરી, વિપુલભાઈ કામદાર, વિનોદભાઈ અમલાની, પ્રશાંતભાઈ વોરા, હેમભા વિસામળ, જયપાલસિંહ સરવૈયા-લોધિકા, શક્તિસિંહ જાડેજા-ગોંડલ, દિનુમામાં, દેવેન્દ્રસિંહ( ટીકુભાઈ) જાડેજા, દેવેન્દ્રસિંહ ગોહિલ, નિવળત્ત ડીવાયએસપી શ્રી ભાવતુભા ઝાલા, નિવળત પોલીસ અધિકારી શ્રી જે બી જાડેજા તથા શ્રી રાજભા ગોહિલ, શિલ્પકાર શ્રી રુદ્ર ઠાકર સહિત દાદાના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(2:58 PM IST)










