તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
રામનાથપરા મુક્તિધામમાં ૨૫૦૦ અસ્થિઓનું પૂજન : ગુરૂવારે હરિદ્વારમાં વિસર્જન કરાશે

રાજકોટ : મહાનગરપાલિકા નિર્મિત સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી ૨૦૨૫થી જુન ૨૦૨૫ સુધીમાં ૨૫૦૦ લોકોને અગ્નિદાહ અપાયા હતા. તેમના અસ્થિ પૂજનનો કાર્યક્રમ ગત રવિવારે સમુહમાં યોજવામાં આવ્યો હતો. બ્રાહ્મણોએ શાષાોકત વિધિ સાથે પૂજન કરાવ્યુ હતુ. આ તમામ અસ્થિઓનું સરગમ કલબ દ્વારા આગામી તા. ૩ જુલાઇના ગુરૂવારે હરિદ્વાર મુકામે વિસર્જન કરવામાં આવશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલી બોલીને ગંગાજીમાં વિસર્જન કરાશે. ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવેલ કે સરગમ કલબના દરેક હોદેદારો સ્વખર્ચે અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જાય છે. સમગ્ર અસ્થિ પૂજનની વ્યવસ્થા મુક્તિધામના ઇન્ચાર્જ રમેશભાઇ અકબરી, અનવરભાઇ ઠેબા, રાજેન્દ્રભાઇ શેઠ, કનૈયાલાલ ગજેરા, ડો. પંકજભાઇ રાઠોડ, જયસુખભાઇ ડાભી, કૌશિકભાઇ વ્યાસ, ભરતભાઇ સોલંકી, દીપકભાઇ શાહ, રાખીલભાઇ વાછાણી, સુરેશભાઇ દેત્રોજા, ગુણવંતભાઇ ભટ્ટ, ગીતાબેન હિરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્યાસ, હેતલબેન થડેશ્વર, નીતાબેન પરસાણા, હીનાબેન પારેખ, દિવ્યાબેન ઉમરાણીયા, ભાવિશાબેન મહેતા, વર્ષાબેન પટેલ, હેતલબેન જોબનપુત્રા, દેવાંશીબેન શેઠ, અને તમામ કમીટી મેમ્બરે સંભાળી હતી.
(2:41 PM IST)










