તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
સમાજના દુષણને બાળકો થકી રજૂ થતી ફિલ્મ ‘ચાતર'
ખરાબ પરિસ્થિતિમાં શિક્ષણ દ્વારા કંઈ રીતે વિદ્યાર્થી બહાર નિકળે છે એ વાત આ ફિલ્મમાં રજૂ કરાઈ છે : ૧૧ જૂલાઈએ રિલિઝ થનાર આ ફિલ્મને ૩૦ થી વધુ એવર્ડ મળ્યા, કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ઓનલાઈન સ્ક્રીનીંગઃ ધ્રાંગધ્રાના ગામડાઓમાં ફિલ્મનું શૂટીંગ થયું: વિનોદ પરમાર- આસીફ અજમેર

રાજકોટઃ એક પ્રેરણાદાયક અને લોકસંદેશો આપતી ફિલ્મ ‘ચાતર' બની છે. સસમાજના દૂષણને બાળકો થકી વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. ૧૧ જુલાઈએ રજૂ થનાર આ ફિલ્મને નેશનલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં ૩૦ થી વધુ એવોર્ડ મળી ચૂક્યા છે. ૨૧ દિવસમાં આ ફિલ્મ પૂરી થઈ છે. અને ધ્રાંગધ્રા શહેર અને આજુબાજુના ગામડાઓમાં શૂટીંગ થયાનું ઇેખક આસીફ અજમેરીએ જણાવ્યું છે.
કોઈપણ ફિલ્મ હોય વાર્તા હોય કે ટીવી સિરીઝ હોય સેન્ટર પોઇન્ટ માં હોય છે વાર્તા. વાર્તા કોઈ પણ કળતિનો હીરો હોય છે. બીજું બધું તો પૂરક હોય છે. ચાતર ફિલ્મની વાર્તા અને તેનો વિચાર બિંદુ આ ફિલ્મને બીજી બધી ફિલ્મ કરતા અલગ પાડે છે. સામાજિક ઈશ્યૂ પર વાર્તાઓ બનાવીને ફિલ્મકારો ફિલ્મ બનાવતા હોય છે. કેટલીક ફિલ્મો પ્રયોગશિલ હોય છે. કેટલીક એબસર્ટ હોય છે. તો કેટલીક કોમર્શિયલ હોય છે. તમામ પ્રકારની ફિલ્મો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની રહી છે. તો ચાતર એક પ્રયોગશીલ વિષય વસ્તુ લઈને આપની સામે આવી રહ્યું છે. આપણા સામાજિક માળખાનું સૌથી મોટું દુષણ હોય તો એ છે દારૂનું વ્યસન. દારૂનું વ્યસન માણસને માણસમાંથી રાક્ષસ બનાવે છે અને એના દ્વારા તમામ પરેશાનીઓ ઊભી થતી હોય છે. કાઠીયાવાડના બેકડ્રોપને લઈને આ ફિલ્મ દારૂના દૂષણ અને કેન્દ્રમાં રાખીને એક નવો વિષય લઈને આવી છે. દારૂના દુષણનો સૌથી વધુ ભોગ બનતા હોય છે નિર્દોષ અને અણ સમજુ બાળકો. માતા-પિતાના ઝઘડાની અસર બાળકો પર થતી હોય છે. દારૂના વ્યસનને કારણે આર્થિક સંકટમાં ઘેરાયેલા ઘરની સમસ્યાઓની અસર બાળકો પર થતી હોય છે. દારૂના વ્યસનને લઈને અકાળે મળત્યુને કારણે અનાથ થઈને બાળકો હેરાન થતા હોય છે. તો ચાતર ફિલ્મમાં બાળકોના બાળ સહજ પણ સામાજિક અને નિર્દોષ દ્રષ્ટિકોણ થી આ ફિલ્મની વાર્તા અને આગળ લઈ જવામાં આવી છે. બાળકો આજુબાજુના વાતાવરણને જોઈને એમાંથી પ્રેરણા લઈને પોતે પોતાના ભવિષ્યનો માર્ગ તૈયાર કરતા હોય છે. પણ જ્યારે ચાતર ફિલ્મના મુખ્ય રોલમાં ૧૨ વર્ષનો અનંત તેની આજુબાજુ દારૂના દુષણને જોઈને વ્યથિત થાય છે. અને પોતાના ગામને દારૂના દૂષણમાંથી કઈ રીતે ઉગારવું એનો એક બાળક સહજ પ્લાન કરે છે. તેની સાથે જોડાય છે એ બીજા ત્રણ બાળકો. અને ચાર બાળકોની એક ટુકડી મોરચો માંડે છે દારૂના વ્યસનને ગામડામાંથી નેસ્તો નાબૂદ કરવા માટે.
અનંતનો મિત્ર રજૂ કે જે દારૂડિયાના ખૂન કરવાના બદલામાં જુવેનાઇલ કસ્ટડી હેઠળ છે. એક સમય માટે અનંત અને રાજુ થઈ જવાનું મન થાય છે. પરિસ્થિતિની સામે આક્રમક અભિગમ કેળવવાનું મન થાય છે. પરંતુ શિક્ષકના શબ્દો અનંતના મનમાં વારેવારે પડઘાયા કરે છે. અનંતને કોઈ જ રસ્તો સૂઝતો નથી. ત્યારે તેના આજુબાજુ જોડાયેલા તમામ લોકોના સંવાદો અનંતના મનમાં પડાય છે. અને અનંતને એક અલગ અને પ્રેરણાત્મક રસ્તો સૂજે છે. અને અનંત એ રસ્તે ચાલી નીકળે છે. અહીંયા ફિલ્મનો અંત આવે છે. પરંતુ તમારી અંદર એક વિચાર બીજ રોપી અને ફિલ્મ તમારા માનસપટ ઉપર એક અસર છોડીને જાય છે. બાળકોના પોઈન્ટ ઓફ વ્યૂથી રજૂ થયેલી આ ફિલ્મ ચિલ્ડ્રન ફિલ્મ નથી. પણ વયસ્કોને પણ પ્રેરણા આપે એવા ધારદાર વિષય સાથે આ ફિલ્મનો કથા વસ્તુ વણી લેવામાં આવ્યું છે.
ફિલ્મના ડિરેક્ટર દ્વારા આ ફિલ્મની ટ્રીટમેન્ટ એકદમ રો રાખવામાં આવી છે. જેવી ફિલ્મની વાર્તા છે, જેવી ફિલ્મની પળષ્ઠભૂમિ છે. એના આધારે એકદમ રો, સાદી, સરળ રીતે આ ફિલ્મને ફિલ્માંવવામાં આવી છે. ફિલ્મમાં અભિનય કોસ્ચ્યુમ્સ લોકેશન બધું જ રીયલ છે. કોઈપણ ફિલ્મના રિયલ ટેક્ચર માટે ફિલ્મનું કાસ્ટીંગ પણ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મના લેખક વિનોદ પરમાર અને આસિફ અજમેરી મૂળ કાઠીયાવાડી છે. એટલે કાઠીયાવાડી સંવાદો કાઠીયાવાડી પ્રવેશને ખૂબ સારી રીતે એમણે સ્ક્રીન ઉપર નિરૂપણ કર્યું છે. ફિલ્મના દિગ્દર્શક વિનોદ પરમાર કે જે પોતે ધાંગધ્રા થાન સુરેન્દ્રનગરના છે અને ફિલ્મની વાર્તા પણ ત્યાં શૂટ કરવામાં આવી છે એટલે ફિલ્મને વાસ્તવિક લાગવા માટે તેમણે ખૂબ જીણવટ ભરી મહેનત કરી છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફિલ્મના દિગદર્શક વિનોદ પરમાર મો.૯૫૯૪૦ ૧૩૧૯૪, લેખક આસીફ અજમેરી મો.૯૮૨૪૭ ૩૧૯૪૦ અને મયુર ગોહિલ મો.૯૯૭૪૬ ૭૭૩૯૨ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:40 PM IST)










