<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સ્‍કુલ ચલે હમ.. : શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રથમ દિ'એ ર૬૪૦ ભુલકાનો પ્રવેશ

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવનો પ્રથમ દિવસ આનંદ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. ગઇકાલે દિવસે કુલ ર૬૪૦ બાળકોને પ્રવેશ અપાયો  હતો. રોકડ રૂા. ર૦,પ૦૦ અને વસ્‍તુ સ્‍વરૂપમાં રૂા. ૩,૮પ,૪૦૦ મળી આશરે કુલ ૪,૦પ,૯૦૦ રૂા.નો લોક સહયોગ પ્રાપ્ત થયો. આંગણવાડીમાં ૪૯૮ કુમાર અને પ૭૯ કન્‍યાઓ મળી કુલ ૧૦૭૭ બાળદેવોને પ્રવેશ કરાવવામાં આવ્‍યો. તેમજ સાથે સાથ પ કન્‍યઓને વિદ્યાલક્ષ્મી બોન્‍ડનું વિતરણ કરવામાં આવેલ.

રૂટ નં. ૧ માં મુખ્‍ય મહેમાન પદે  મોહનભાઇ કુંડારિયા, પૂર્વ સાંસદ, રાજકોટ,  કમલેશભાઇ મીરાણી, પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  વિક્રમભાઈ પુજારા, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  પાર્થરાજસિંહ ગોહિલ (IPS), ડી.સી.પી. (ક્રાઈમ), રાજકોટ શહેર,  શિલ્‍પાબેન જાવિયા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ,  રસિકભાઇ બદ્રકિયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  લલિતભાઈ વાડોલિયા, પ્રમુખ, બક્ષીપંચ મોરચો રાજકોટ શહેર,  જીતુભાઇ કાટોડિયા, વા. ચેરમેન, માધ્‍યમિક શિક્ષણ સમિતિ, રૂટ નં. ૨માં મુખ્‍ય મહેમાન પદે  ડૉ. માધવભાઇ દવે, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  મનિષભાઇ રાડિયા, દંડક, રાજકોટ મહાનગરપાલિકા,  મહેન્‍દ્ર બગડીયા (IPS), જોઈન્‍ટ પોલીસ કમીશનર, રાજકોટ શહેર,  જાગળતિબેન ભાણવડિયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  હિતેષભાઇ રાવલ, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રૂટ નં. ૩માં  ડો. ભરતભાઈ બોઘરા, ઉપાધ્‍યક્ષ, પ્રદેશ ભાજપ,  હર્ષદભાઇ પટેલ, ડેપ્‍યુ. મ્‍યુ. કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકા,  ઇલાબેન પડીયા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ, સુરેશભાઈ રાઘવાણી, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  અતુલભાઇ પંડિત, પૂર્વ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રૂટ નં. ૪ માં  ઉદયભાઈ કાનગડ, ધારાસભ્‍ય, ૬૮-રાજકોટ વિધાનસભા, અશ્વિનભાઈ મોલીયા, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ,  પરિમલભાઈ પરડવા, ઉપ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  પૂજાબેન પટેલ, ઉપ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  વિક્રમસિંહ જાડેજા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  રસિલાબેન સાકરિયા, ચેરમેન, માધ્‍યમિક શિક્ષણ સમિતિ, ય્‍પ્‍ઘ્‍,  ભગવતીબેન ધરોડિયા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ, રૂટ નં. ૫ માં  રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય, ૭૦-રાજકોટ વિધાનસભા,  રમઝાન જાફરાની, ઉપસચિવ, ઈન્‍ડસ્‍ટ્રીઝ ્રૂ માઇન્‍સ ડિપાર્ટમેન્‍ટ સચિવાલય ગાંધીનગર,  વિરેન્‍દ્રસિહ ઝાલા, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ,  નરેન્‍દ્રસિહ ઠાકુર, પૂર્વ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  દેવાંગભાઇ માંકડ, પૂર્વ ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  અજયભાઇ પરમાર, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  મયુરભાઇ શાહ, કોષાધ્‍યક્ષ, રાજકોટ શહેર ભાજપ, રૂટ નં.૬માં  નયનાબેન પેઢડિયા, મેયર, રાજકોટ મહાનગરપાલિકા,  ડો. પ્રવિણભાઈ નિમાવત, વા.ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  લાખાભાઇ સાગઠિયા, પૂર્વ ધારાસભ્‍ય, રાજકોટ,  મહેશભાઇ રાઠોડ, ઉપ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  ભરતભાઇ શીંગાળા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ, રૂટ નં. ૭ માં  પરષોતમભાઇ રૂપાલા, સાંસદ, રાજકોટ,  ધર્મેન્‍દ્રસિહ જાડેજા ( IAS), ચીફ ટાઉન પ્‍લાનર, ગાંધીનગર,  પૂજા યાદવ (IPS), ડી.સી.પી. (ટ્રાફિક), રાજકોટ શહેર,  ડો. પ્રદીપભાઇ ડવ, પૂર્વ મેયર, રાજકોટ મહાનગરપાલિકા,  રાજદીપસિહ જાડેજા, ઉપ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  મનસુખભાઇ વેકરિયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  મિતલબેન લાઠિયા, સદસ્‍ય, માધ્‍યમિક શિક્ષણ સમિતિ, રૂટ નં. ૮ માં  વિજયભાઈ ટોળિયા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ,  વિનુભાઇ ઘવા, પૂર્વ નેતા, શાસકપક્ષ, RMC,  સુરેન્‍દ્રસિહ વાળા, પૂર્વ દંડક, RMC,  ઈશ્વરભાઇ જીતીયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  કિરણબેન માંકડિયા, પ્રમુખ, મહિલા મોરચો, રાજકોટ શહેર,  યોગેશભાઇ ભુવા, પ્રમુખ, કિશાન મોરચો, રાજકોટ શહેર, રૂટ નં. ૯માં રામભાઇ મોકરિયા, સંસદસભ્‍ય, રાજ્‍યસભા,  રાજેશભાઇ માંડલિયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  રાજુભાઇ ધળવ, પ્રવક્‍તા, ભાજપ, રૂટ નં. ૧૦ માં  બ્રજેશકુમાર ઝા સાહેબ (IPS), પોલીસ કમિશનર, રાજકોટ શહેર,  મનીષ ગુરવાની (IAS), ડેપ્‍યુ.મ્‍યુ. કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા,  કિશોરભાઈ રાઠોડ, પૂર્વ મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ,  રમેશભાઈ પરમાર, ઉપ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  વિરમભાઈ સાંબડ, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  રાજુભાઇ દલવાણી, પ્રમુખ, લઘુમતિ મોરચો, રાજકોટ શહેર,  પરેશભાઈ પિપળિયા, સદસ્‍ય, માધ્‍યમિક શિક્ષણ સમિતિ, રૂટ નં. ૧૧ માં  જગદિશ બાંગરવા (IPS), ડી.સી.પી.. (ઝોન-૨) રાજકોટ શહેર, મુકેશભાઇ દોશી, પૂર્વ પ્રમુખ, શહેર ભાજપ, કંચનબેન સિધ્‍ધપુરા, પૂર્વ ડેપ્‍યુટી મેયર, RMC,  જગદીશભાઇ ભોજાણી, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, કિશનભાઇ ટીલવા, પ્રમુખ, યુવા મોરચો, રાજકોટ શહેર, રૂટ નં. ૧૨ માં  સજ્જનસિંહ પરમાર (IPS), ડી.સી.પી., (ઝોન-૧) રાજકોટ શહેર,  સી.કે. નંદાણી, ડેપ્‍યુ. મ્‍યુ. કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા,  કાશ્‍મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ, રાજકોટ શહેર ભાજપ,  સંગીતાબેન છાયા, સદસ્‍ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  વિજયભાઈ પાડલિયા, મંત્રી, રાજકોટ શહેર ભાજપ,  હરેશભાઈ કાનાણી, મંત્રી, રાજકોટ શહેર ભાજપ તેમજ શહેરના દરેક વોર્ડના કોર્પોરેટરઓ, પ્રભારીઓ, પ્રમુખ, મહામંત્રીઓ, વિવિધ સેલ અને મોરચાના હોદેદારો સામાજિક આગેવાનો, SMC કમિટીના સભ્‍યઓ તેમજ દાતાઓ પ્રવેશોત્‍સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્‍થિતિ રહી હતી. સાથોસાથ મહાનુભાવો દ્વારા વાલીઓને અનુરોધ કરવામા આવેલ કે સરકાર દ્વારા બાળકોના હિતમા આપવામા આવતા લાભોનો વધુ ને વધુ લાભ લઈ એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે હાકલ કરી હતી. સમગ્ર પ્રવેશોત્‍સવ દરમિયાન શહેરના વાલીઓમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ પ્રત્‍યે વિશ્વાસ વધ્‍યો છે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરાવવા માટે આકર્ષિત થયા છે. 

(3:20 PM IST)