<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મનપા તંત્રની તિજોરી છલોછલઃ વેરાની ૨૪૪ કરોડની આવક

વળતર યોજનાના છેલ્લા ૩ દિ' : આજ દિન સુધીમાં ૩.૪૩ લાખ કરદાતાઓએ વળતરનો લાભ લીધોઃ ૫ થી ૧૦% વળતર ૩૦ જુન સુધી મળશેઃ કુલ-૨,૫૩,૬૭૩ કરદાતા દ્વારા ઓનલાઇન તથા કુલ-૮૯,૬૧૩ કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી વેરો ભરપાઇ કરેલઃ એડવાન્‍સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને રૂ.૨૫.૬૨ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવેલ

 

 

રાજકોટ તા.૨૭: મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્‍કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખઃ-૦૯ એપ્રિલથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખઃ-૨૭ જુન ના રોજ કુલ ૩,૪૩,૨૮૬ કરદાતા દ્રારા રૂ.૨૪૪.૧૪ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૨,૫૩,૬૭૩ કરદાતા દ્વારા ઓનલાઇન રૂ.૧૬૦.૦૯ કરોડ તથા ૮૯,૬૧૩ કરદાતા દ્વારા ચેક તથા રોકડા થી રૂ ૮૪.૦૫ કરોડ રકમ ભરપાઇ થયેલ છે. સદરહું કુલ વેરામાં રૂ.૨૫.૬૨ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્‍કાઉન્‍ટ એડવાન્‍સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-૭ માં કુલ ૨૨ મિલકતોને સીલ તથા વોર્ડ નં-૩ માં કુલ ૪ મિલકતોને સીલ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા દ્વારા મિલ્‍કતવેરા ના બાકીદારો ને રાહત મળી રહે તે હેતુ થી ‘‘વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ'' અમલ માં મુકવામાં આવેલ છે. આ સ્‍કીમ દ્રારા કરદાતાઓને વાર્ષિક ધોરણે ચાર હપ્તાથી જુનું ચડત ૅ ચાલુ વાર્ષ બાકી વેરો નિયત સમય મર્યાદામાં ભરપાઇ થવાથી મિલકતવેરામાં નવું ચડત થતું વ્‍યાજ બંધ થાય છે. ‘‘વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ''માં તારીખ- ૨૭ જુન  સુધીમાં કુલ ૪,૦૧૯ કરદાતાઓએ આજ સુધીમાં નોંધાયેલ છે. ‘‘વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ''ની યોજના તારીખ ૩૧-૦૭-૨૦૨૫ સુધી અમલી રહેશે.આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એડવાન્‍સ વેરા વળતર યોજનામાં તાઃ-૩૦ જુન  સુધી મહીલા કરદાતા માટે વળતર ૧૦% તથા સામાન્‍ય કરદાતા માટે ૫% વળતર ચાલું હોય, મહત્તમ લાભ લેવા શહેરીજનોને અપીલ છે.(૨.૧૯)

(3:02 PM IST)