તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 26th June 2025
ફૂટબોલ ફેડરેશનની મેચ કમિશનર પરીક્ષામાં રાજકોટના કુ.મનીન્દર કોર કેશપ ઉતીર્ણ

રાજકોટ, તા.૨૬: ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન દ્વારા ઈન્ડિયા મેચ કમિશનરની એકઝામ દિલ્હી ખાતે લેવામાં આવેલ. જેમાં ગુજરાતમાંથી બરોડાના શ્રીમતિ તરણુમ શેખ તથા રાજકોટનો કૂ. મનીન્દર કોર કેશપ પાસ થઈને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
આ બંને ગુજરાતમાં તેમજ ઓલ ઈન્ડિયા લેવલે મેચ કમિ‘ર તરીકે સેવા આપશે. રાજકોટના જીનીયસ સ્કૂલના સ્પોર્ટસ હેડ કુ. મનીન્દર કોર કેશપને રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસોસિએશન ના પ્રમુખ ગુણવંતરાય ડેલાવાળા તથા સિનીયર ઉપપ્રમુખ ડી. વી. મહેતા તેમજ એસોસિએશનના અન્ય હોદ્દેદારો સર્વેશ્રી મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, જીવણસિંહ બારડ, રોહિત બુંદેલા, અજય ભટ્ટ, અમળતલાલ બહુરાશી, ધર્મેશ છત્રોલા, જયેશ કનોજિયા, અમીત શિયાળીયા, મનદીપસિંહ બારડ, ઉપેન્દ્રસિંહ ઝાલા, દિપક યશવંતે, શિવરાજસિંહ ચાવડા, રાફેલ ડાભી, રોહિત પંડિત, પ્રિન્સ પુન, સાહીલ શેખ, એચ.પી. સિંગ તથા રાજકોટના ફુટબોલ ખેલાડીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.
(4:08 PM IST)










