<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

એલસીબી ઝોન-૧, ઝોન-૨ની ટીમો ત્રાટકીઃ વરલી રમતાં ત્રણને પકડયા, જીણા ભગતનું નામ ખુલ્‍યું

સામા કાંઠેની રોહિત, પ્રફુલ અને પારસી અગીયારી ચોકમાંથી ઇમરાન ઝડપાયોઃ આ શખ્‍સની હત્‍યા સહિત ૧૪ ગુનામા સંડોવણી

રાજકોટ તા. ૨૬: શહેરના સંત કબીર રોડ પર વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં બે શખ્‍સને એલસીબી ઝોન-૧ ટીમે પકડી લેતાં ત્રીજાનું નામ ખુલ્‍યું હતું. જ્‍યારે એલસીબી ઝોન-૨ ટીમે સદર બજાર પારસી અગીયારી ચોક પાસેથી એક શખ્‍સને વરલીના આંકડાનો જૂગાર રમતાં પકડી લીધો હતો.

સંત કબીર રોડ ભગીરથ સોસાયટી શક્‍તિ ડેરી પાસેથી રોહિત રાજુભાઇ ઠાકુર (ઉ.વ.૧૯-રહે. ભગીરથ સોસાયટી, મુળ બુધવલ તા. મઉ યુપી) અને પ્રફુલ રમેશભાઇ નિર્મળ (ઉ.૨૪-રહે. ગઢીયાનગર-૩, મુળ ભગતવીતપરા એકતા સોસાયટી-૨)ને વરલી રમતાં પકડી મોબાઇલ ફોન ૪ નંગ તથા રોકડા ૮૧૦ મળી ૧૧૮૧૦ની મત્તા સાથે પકડયા હતાં. પુછતાછમાં ભગીરથ સોસાયટીના જીણા ભગતનું નામ ખુલ્‍યું હતું. ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી, ભરતભાઇ, સાથેના હિતેષભાઇ, રવિરાજભાઇએ સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરી હતી. જ્‍યારે પારસી અગીયારી ચોક ખોડીયાર હોટલ સામેથી ઇમરાન જાહીદભાઇ સમા (ઉ.વ.૩૫-રહે. રામનાથપરા હુશેની ચોક)ને વરલી રમતાં પકડી લઇ રૂા. ૧૦૨૫૦ રોકડા કબ્‍જે લેવાયા હતાં. આ શખસ અગાઉ દારૂ, હત્‍યા, મારામારી, જૂગાર, હત્‍યાની કોશિષ સહિત ૧૪ ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્‍ટેશનોના ચોપડે ચડી ગયો છે. ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ, રાજેશભાઇ, હેડકોન્‍સ. રાહુલભાઇ, શક્‍તિસિંહ, હેમેન્‍દ્રભાઇ, ધર્મરાજસિંહ, કુલદિપસિંહે આ કામગીરી કરી હતી. 

(3:10 PM IST)