News of Thursday, 26th June 2025
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભાજપ દ્વારા કાલે એ.જી. ચોકમાં ફુલડે વધાવાશે

રાજકોટ તા. ૨૬ : શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે અષાઢી બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની મુર્તિ સાથે આ દિવસે ઠેરઠેર શોભાયાત્રા યોજવામાં આવે છે રાજકોટમાં પણ કાલે અષાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરાયુ છે. ત્યારે શહેર ભાજપ દ્વારા કાલે સવારે ૯.૩૦ વાગ્યે પુષ્કરધામ મંદિર સામે, પુષ્કરધામ મેઇન રોડ, એ.જી. ચોક પાસે આ રથયાત્રાનું ભાવભીનું સ્વાગત કરાશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ અનુરોધ કર્યો છે.
(2:55 PM IST)










