તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
૬ વોર્ડમાં વિવિધ રસ્તાઓ ૬૬.પ૭ કરોડના ખર્ચે બનાવાશે ચકાચક
સામાકાંઠા વિસ્તારવાસીઓને મળશે ખાડા-ખબચડામાંથી મુકિત :અનેક રોડ જીલ્લા પહોળા કરવા કાર્યવાહી હાથ ધરાશેઃ મનપા દ્વારા બે વર્ષની કામગીરી માટે ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ, તા.૨૬: શહેરમાં ડીઆઇ પાઇપ લાઇનનુ કામ પૂર્ણ થવામાં છે. ત્યારે કામ દરમિયાન મોટા ભાગના રોડ રસ્તાઓ અને શેરી ગલીઓ ખોદી નાખવામાં આવી છે. અને હવે પેચવર્કની સાથોસાથ નવા રોડ રસ્તા બનાવવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઇસ્ટઝોનના ૬ વોર્ડના તમામ રોડ રસ્તાઓ પેવરથી મઢવા માટે તંત્ર દ્વારા બે વર્ષ માટેનુ રૂા.૬૬.૫૭ કરોડનું ટ્રેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
મનપા દ્વારા રાજકોટમાં રાબેતા મુજબ દર વર્ષે તૂટતા રોડ રસ્તાઓ રીપેર કરવા માટે વાર્ષિક કરોડો રૂપિયાનું આંધાણ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ચોમાસા બાદ એકશન પ્લાન અંતર્ગત ૧૮ વોર્ડમાં તૂટેલા રોડ રસ્તાઓને રીકારર્પેટ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ખર્ચમાં વધારો જોવા મળ્યો છે. હજુ ચોમાસુ બેઠુ નથી અને રોડ રસ્તઓ પણ તૂટીયા નથી પરંતુ છેલ્લા એક વર્ષથી ચાલતી ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી માટે ૧૮ વોર્ડના તમામ શેરી ગલી સહિતના રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેના લીધે એકશન પ્લાનનાં ખર્ચમાં વધારો થયો છે અને તમામ રોડ રસ્તા રીકારર્પેટ કરવા પડે તેવી સ્થિતી ઉભી થતા તંત્રએ આ વખતે કામગીરી માટે બે વર્ષનો સમય ફાળવી રૂા.૬૬.૫૭ કરોડનું રોડ રીકારર્પેટ તેમજ સરફેસ સહિતનું ટ્રેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. ઇસ્ટઝોન સિટી ઇજનેરના જણાવ્યા મુજબ આમ તો આ કામગીરી રૂટીન ગણાય છે. પરંતુ ડીઆઇ પાલપ લાઇન માટે શહેરના તમામ રોડ રસ્તાઓ ખોદવામાં આવેલ જેના ઉપર ફકત પેચવર્ક કરવાથી કામ થઇ શકે તેમ નથી આથી મુખ્યમાર્ગેને ફરજિયાત રી-કારર્પેટ કરવા પડે તેમ છે. જેના લીધે ટ્રેન્ડરની રકમ ઉચી રાખવામાં આવી છે.
ઇસ્ટઝોનમાં છ વોર્ડના તમામ રોડ રસ્તાઓ રી કારર્પેટ અને સરફેર કરવા માટે રૂા.૬૬.૫૭ કરોડનો ખર્ચે મનપા દ્વાર કરવામાં આવશે જેના લીધે નવા રોડ રસ્તાની સાથોસાથ ઇસ્ટઝોનના વર્ષોથી બંધ રહેલા અને અનેક સોસાયટીઓ તેમજ મુખ્યરોડને જોડતા રસ્તાઓ ખુલા કરવામાં આવશે આ તમામ કામગીરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવત નવરાત્રી દરમિયાન કરવામાં આવશે.
(4:20 PM IST)










