<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રવિવારે રાજકોટમાં સમસ્‍ત રામાનંદી સાધુ સમાજના વિદ્યાર્થીઓનો સત્‍કાર સમારંભઃ સંતો-મહંતો આશીર્વચન પાઠવશે

ટોપ થ્રી વિદ્યાર્થીઓને શિલ્‍ડ, ૪૦૦થી વધુ છાત્રોને ફૂલસ્‍કેપ ચોપડા વિતરણ

રાજકોટઃ સમસ્‍ત રામાનંદી યુવા સમાજ દ્વારા સમસ્‍ત રામાનંદી સાધુ સમાજના રાજકોટમાં વસતા તમામ પરિવારના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સત્‍કાર સમારંભ તથા નિઃશૂલ્‍ક ફુલ સ્‍કેપ ચોપડા વિતરણનું તા.૨૯ના રવિવારે સાંજે ૪ કલાકે સેવા ભરતી ભવન અમુલ સર્કલ પાસે, એસટી સ્‍મર્ટ બસ સ્‍ટોપ સામે, ભાવનગર રોડ રાજજકોટ ખાતે રાખેલ છે.

જેમાં ધોરણ ૧ થી ૧૨ તમામ વિદ્યાર્થીમાંથી પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવેલ વિદ્યાર્થીને જાહેરમાં મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવશે. તેમજ બાકી રજીસ્‍ટ્રેશન કરાવેલ લગભગ ૪૦૦થી વધુ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન રૂપે અડધો ડઝન ફુલ સ્‍કેપ ચોપડા નિઃશુલ્‍ક આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ.પુ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી લલીતકિશોર શરણજી મોટા મંદિર નિમ્‍બાર્ક પીઠ લીમડી, પ.પુ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ત્‍યાગી મનમોહનદાસજી શ્રી જગન્નાથજી મંદિર રાજકોટ, તથા રાજકીય, સામાજીક અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન રાજકોટના એન્‍કર સિદ્ધાર્થભાઈ લશ્‍કરી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવત (મો.૯૯૨૪૯ ૫૫૫૦૪), વિવેકભાઈ નિમાવત, જયદીપભાઈ નિમ્‍બાર્ક, રાજુભાઈ કુબાવત, દેવાંગભાઈ નિમાવત, જયદીપભાઈ દેવમુરારી, અલ્‍પેશભાઈ અગ્રાવત, કરણરાજ કુબાવત, અજયભાઈ દેવમુરારી, વિમલભાઈ કીલજી, મયંકભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, જીજ્ઞેશ રામાવત તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:53 PM IST)