તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
કાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળશે
ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ભાવિકો દર્શનનો લાભ લેશેઃ મહંત ત્યાગી મનમોહનદાસજી :૨૬ કિ.મી.ની રથયાત્રા, રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા પહીંદવિધી કરાવશે, રાસમંડળી, અઘોરી ગ્રુપ અને ઉજ્જૈનનના સૌથી ઉંચા બાહુબલી હનુમાનજી આકર્ષણ જમાવશેઃભાવિકો રથ ખેંચી ધન્યતા અનુભવશેઃ આજે રાત્રે નેત્રવિધી પૂજનઃ કાલે મહાપ્રસાદ

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળે છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકળે ત્યારે નગરજનો બધા કામ પડતાં મૂકી દર્શન માટે ઉમટી પડે છે. આ વર્ષે તા.૨૭ને શુક્રવારે સવારે ૮ વાગ્યે જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થશે, રથની પહિંદ વિધિ રાજકોટના રાજવી ડાકોર સાહેબ શ્રી માધાતાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.
રથયાત્રામાં આ વર્ષે રાસમંડલી, અઘોરી મંડળી અને ઉજ્જૈનના સૌથી ઉંચા બાહુબલી હનુમાનજી આકળર્ષણનું કેન્દ્ર બનશે. જે રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ ચોકમાં પોતાની કલા પ્રદર્શિત કરી નગરજનોને મનોરંજન પીરસશે. રથયાત્રા સવારે ૮ વાગે નિજ મંદિરેથી નીકળી ૨૬ કિ.મિ. રૂટ ઉપર ફરી સાંજે ૭ વાગે મંદિરે પરત ફરશે.
આ વખતના માગેરાના યજમાન પ્રવિણસિંહજી બાપુભા જાડેજા (માં પેટ્રોકેમ-નાના મૌવા રાજકોટ), ધ્વજારોહણના યજમાન બ્રિજેશ પાંડેજી, સુબેસિંગ શર્મા, વરવાભાઈ ટારીયા તેમજ વિશિષ્ટ પુજનના યજમાન દિપકભાઈ કાકુ, કમલેશભાઈ સાકરીયા, વાઘાવષાના યજમાન બાબુભાઈ સાંગાણી, ખુશાલભાઈ સાંગાણી, નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથની પ્રતિષ્ઠા પૂજનના યજમાન ઉદયભાઈ લોહાર, તા.૨૬ ગુરૂવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે નેત્રવિધી પુજન યોજાશે જેના યજમાન આનંદસિંહ ઠાકુર, ઓમ પ્રકાશ રામાધીનસિંહ, સુરેશભાઈ મગનભાઈ વસોયા, તા.૨૭ શુક્રવારે સવારે ૭ વાગ્યે છપ્પનભોગ ધરવામાં આવશે. જેના યજમાન અભયભાઈ ભારદ્રવાજ અને નીતીનભાઈ ભારદ્વવાજ પરીવાર, તા.૨૭, શુક્રવારે સાંજે ૭ વાગ્યે સાધુ-સંત ભંડારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના યજમાન મનહરસિંહ મુળુભા જાડેજા (હ. કરણસિંહ જાડેજા નાનામૌવા) મંદિર સુશોભનના યજમાન પ્રદિપસિંહ જાડેજા આશીર્વાદ મંડપ સર્વિસ નાનામીવા. ફૂલહાર સુશોભનના યજમાન સ્વ.મધીબેન નોંધાભાઈ જુંજા (હ. કરણ રાજુભાઈ જુજા), બાલકદાસ બંસીદાસ દેવમુરારી, રથ પૂજનના યજમાન હરદેવસિંહ જીવુભા જાડેજા નાનામૌવા, હિતેશભાઈ સાપરીયા, ઇશ્વરચંદ શર્મા, હાર્દિકભાઈ બારોટ, બાલભોગના યજમાન વિજયભાઈ વસોયા, રસિકભાઈ ગોરસીયા, સાધુ-સંતોના વષાદાનના યજમાન વિજયભાઈ ગર્ગ, લાઈટ ડેકોરેશનના યજમાન જય જગન્નાથ લાઈટ ડેકોરેશન વગેરે છે.
તા.૨૭ શુક્રવારે સવારે ૯ વાગે ભગવાનના આંખેથી પાટા છોડવામાં આવશે, ભગવાનને ભોગ ધરાવ્યા બાદ મહા આરતી યોજાશે, ત્યારબાદ જય જગન્નાથજીના નાદ સાથે ત્રણેય મૂર્તિને રથમાં પધરાવવામાં આવશે. મહાનુભાવોના અને સંતોના હસ્તે રથ ખેંચીને રથનું પ્રસ્થાન થશે. રથયાત્રા નિજ મંદિરેથી સવારે ૮:૩૦ વાગ્યે પ્રારંભ થશે જે મોકાજી સર્કલ, વળંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઈન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, સદરબજાર, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક, નાનામૌવા ચોકડી, નિજ મંદિર યાત્રા પૂર્ણ થશે. ર૬ કીમીના રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બપોરે ૧ વાગ્યે શ્રી માંધાતાસિંહના પેલેસમાં ભક્તજનો પ્રસાદ લઇ વિરામ કરશે. રથયાત્રામાં વળંદાવનની રાસમંડળી, ઉજ્જૈનનું અધોરી ગળપ અને બાહુબલી હનુમાનજી નગરજનોને મનોરંજન પીરસશે. રથયાત્રામાં સૌથી આગળ ડીજે, ત્યારબાદ રારામંડળીઓ, મુખ્ય ત્રણ રથ જેમા ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજશે. ત્યારબાદ મગના પ્રસાદનો રથ, ત્યારબાદ સુશોભીત ફલોટસ સાથેના વાહનો જોડાશે. તેમ જગન્નાથ મંદિરના મહંત ૧૦૦૮ મહા મંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે જગન્નાથ મંદિરના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રથયાત્રાનો રૂટ
રાજકોટઃ નાના મૌવા સ્થિત શ્રી જગન્નાથજી મંદિરેથી સવારે ૮:૩૦ વાગે રથયાત્રાનો પ્રારંભ થશે. જે મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઈન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુ.નિ રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, સદર બજાર, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, પીડીએમ કોલેજ, સ્વામિનારાયણ ચોક, મવડી રોડ, ફાયરબ્રિગેડ, રાજનગર ચોક, નાનામૌવા ચોકડી, નિજમંદિરે યાત્રા પૂર્ણ થશે.
(2:53 PM IST)










