<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

કેનેડીના મોરપ્રેમી નારણભાઈ કરંગીયાની અભૂતપૂર્વ મોર સેવા

 

(કૌશલ સવજાણી જામખંભાળિયા દ્વારા) ભાટિયાઃ સૌરાષ્‍ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્‍યાણપુર તાલુકાના કેનેડી ગામના ‘મોર સેવક' તરીકે વિખ્‍યાત એવા શ્રી નારણભાઈ કરંગીયાએ ૪ જિલ્લાઓમાં ૧૦ તાલુકાઓમાં ૩૧૯ મોર ઉછેર કેન્‍દ્રો ચાલે જે તે બાબતે તેમણે મોરની સેવા, બીમાર મોરની સારવાર અને તેમના ખોરાકની વ્‍યવસ્‍થા વિશે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા વિસ્‍તળત વિગતો આપી હતી. નારણભાઈના કહેવા મુજબ જામનગરના રાજવી શ્રી જામસાહેબ અને સુંદરજીભાઈ શાહ સહિત અનેક પશુ-પક્ષી પ્રેમીઓનો સહયોગ તેમને મળેલ છે. મોર સેવામાં નારણભાઈને સંખ્‍યાબંધ એવોર્ડ મળ્‍યા છે અને આ સેવાકીય કાર્યમાં તેમને કાયમી નિભાવ માટે સંખ્‍યાબંધ મહાનુભાવો તરફથી સહયોગ મળી રહ્યો છે તેની વિગતો આપી હતી. આ પ્રસંગે નિલેશભાઈ કાનાણી સહિત અન્‍ય આગેવાનોએ પણ શ્રી કિરીટભાઈનું સન્‍માન કર્યું.

મોર પ્રત્‍યેનો અનહદ લગાવ અને સેવાકાર્ય કરી રહેલા નાના એવા કેનેડી ગામના નારણભાઈ કરંગીયા નાનપણથી જ, મોર પ્રત્‍યેના અનહદ લગાવને કારણે આજે સૌરાષ્‍ટ્રના મોર સેવક તરીકે ઓળખાય છે. તેમણે ૪ જિલ્લાઓમાં ૧૦ તાલુકાઓમાં ૩૧૯ મોર ઉછેર કેન્‍દ્રો સૌરાષ્‍ટ્રમાં શરૂ કરાવ્‍યા  છે, જેના દ્વારા બીમાર મોરની સારવાર અને તેમના ખોરાકની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

નારણભાઈએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈને મોરની સેવા, ખોરાક અને સારવારની વિગતો આપી. તેમણે જન્‍મથી જ મોર પ્રત્‍યેનો પ્રેમ અને તેમના નિભાવ માટેની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી.

નારણભાઈના આ સેવાકાર્યમાં રાજવીઓ સહિત સેવાભાવી મહાનુભાવોનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે.. સુંદરજીભાઈ શાહ દ્વારા ઘણા વર્ષોથી મોરના ખોરાક માટે ચણનો સતત સહકાર મળે છે. અન્‍ય પશુ-પક્ષી -ેમીઓ પણ સમયાંતરે ચણ સહિત અન્‍ય સહાય પૂરી પાડે છે, જેના કારણે આ કેન્‍દ્રોનું સંચાલન શકય બન્‍યું છે. નારણભાઈએ જણાવ્‍યું કે, તેઓ કેનેડી ગામમાં રહીને મોર કેન્‍દ્રોનું સંચાલન સ્‍થાનિક સેવકો અને સહયોગીઓના સમર્થનથી કરે છે.

મોર સેવા માટે એવોર્ડ અને માન-સન્‍માન

નારણભાઈની આ અનોખી મોર સેવાને સૌરાષ્‍ટ્રભરમાં બિરદાવવામાં આવી છે. તેમને અનેક એવોર્ડ્‍સથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે, જે તેમની પ્રતિબદ્ધતા અને સેવાભાવનું પ્રતીક છે. આ પ્રસંગે શ્રી કિરીટભાઈએ નારણભાઈની સેવાને બિરદાવી અને નજીકના દિવસોમાં કેનેડી મોર ઉછેર કેન્‍દ્રની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે, જે આ કાર્યને વધુ પ્રોત્‍સાહન આપશે.

કલ્‍યાણપુરના સામાજિક પ્રશ્નો પર ચર્ચા

આ પ્રસંગે કલ્‍યાણપુર તાલુકાના બારાડી પંથકના યુવા રઘુવંશી આગેવાન નિલેશભાઈ કાનાણીએ શ્રી કિરીટભાઈ સાથે તાલુકાના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને વેપારી પ્રશ્નો પર ચર્ચા કરી. તેમણે તાલુકાનો વિકાસ અને સમસ્‍યાઓના નિરાકરણ માટે વિસ્‍તળત ચિતાર આપ્‍યો,

આ અવસરે શ્રી કિરીટભાઈનું નારણભાઈ કરંગીયાએ મોરપીછનો ગુચ્‍છો આપી સન્‍માન કર્યું, જ્‍યારે નિલેશભાઈ કાનાણીએ બુક અને પૂ. જે.જે.શ્રીનું ઉપરણું ઓઢાડી આદરસત્‍કાર દર્શાવ્‍યો. ભાટીયાના વેપારી આગેવાન માધવજીભાઈ પાંઉ, કેનેડી કન્‍યા શાળાના સુમાતભાઈ લગારીયા અને  નિવળત્ત મેડિકલ કર્મચારી કે.ડી. ગોજીયાએ પણ શ્રી કિરીટભાઈને ઉપરણું ઓઢાડી સન્‍માન કર્યું હતું.

નારણભાઈ કરંગીયાની મોર સેવા એક પ્રેરણાદાયી ઉદાહરણ છે, જે દર્શાવે છે કે સેવાભાવ અને સમર્પણથી સમાજમાં સકારાત્‍મક પરિવર્તન લાવી શકાય છે. તેમના આ કાર્યને સૌરાષ્‍ટ્રના લોકો દ્વારા સતત પ્રોત્‍સાહન મળી રહ્યું છે, અને આગામી દિવસોમાં વધુ મોર ઉછેર કેન્‍દ્રો શરૂ કરવાની તેમની યોજના છે. 

(2:52 PM IST)