<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રવિવારે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના યુવાનો માટે જોબફેર

સંસ્‍થાના સુવર્ણજયંતિ અંતર્ગત ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા આયોજનઃ સ્‍થળ ઉપર પણ રજીસ્‍ટ્રેશન

રાજકોટઃ શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ, રાજકોટ દ્વારા ૫૦ વર્ષની સુવર્ણજયંતિ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્‍ટ્રમાં પ્રથમવાર તા.૨૯ રવિવારના શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, પ-રાજપૂતપરા, રાજકોટ ખાતે સવારે ૮ વાગ્‍યાથી ક્ષત્રિય (ગિરાસદાર) સમામજ યુવાનો માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.

આ જોબઓફર માટે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના રોજગાર વાંચ્‍છુક યુવાનો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જેમાં આશરે ૪૦૦ જેટલી અરજીઓ આવેલ જે અરજીઓમાં જણાવ્‍યાં મુજબ તેઓની લાયકાત મુજબ રાજકોટની ઔધોગીક સંસ્‍થાઓનો સંપર્ક કરી, જે તે રોજગાર વાંચ્‍છુક યુવાનો માટે ઉપર જણાવ્‍યાં મુજબ તારીખ અને સ્‍થળે ઔધોગીક સંસ્‍થાઓના પ્રતિનિધિને બોલાવી એક જ સ્‍થળે તમામ રોજગાર વાંચ્‍છુક યુવાનોને ઈન્‍ટરવ્‍યુ લઈ જે તે ઔધોગીક સંસ્‍થાઓમાં જરૂરિયાત મુજબ રોજગારી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. આ જોબઓફરમાં ૨૫ કંપનીઓ ભાગ લેનાર છે.

ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના રોજગાર વાંચ્‍છુક યુવાનોને મોટી ;ંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા માટે શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે. આ જોબઓફરમાં જે ક્ષત્રિય (ગિરાસદાર) સમાજ યુવાનોએ ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવેલ ન હોય તેઓ પણ જોડાઈ શકે છે. તેમ દેવેન્‍દ્રસિંહ જાડેજા (મંત્રીશ્રી શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ રાજકોટ (મો.૯૯૭૯૮ ૪૫૩૩૩) એ જણાવ્‍યું છે.

તસ્‍વીરમકાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલના સર્વ શ્રી તિર્થરાજસિંહ ગોહિલ- ત્રાપજ, જયદેવસિંહ જાડેજા- રીબ, સત્‍યજીતસિંહ જાડેજા- કાળીપાટ, ચંન્‍દ્રસિંહ જાડેજા- ખોખરી, વિજયસિંહ જાડેજા- વિસોત્રી, સતુભા જાડેજા- પડવલા નજરે પડે છે.(તસ્‍વીર- અભિજીત બગથરીયા)

(2:51 PM IST)