તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૨ મંગળવાર
News of Thursday, 26th June 2025
૯ ફૂટથી ઉંચો તાજીયો બનાવવાની મનાઇ
રાત્રિના ૧ર થી સવારના ૬ સુધી લાઉડ સ્પીકર વગાડવા અને તાજીયા પાસે કચરાપેટી રાખવા સહિતના નિયમોઃ પોલીસ દ્વારા જાહેરનામું

રાજકોટ, તા. ર૬ : શહેરમાં દર વર્ષે મુસ્લીમ સમુદાયમાં તાજીયા રાખવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે તા.૦૫-૦૬/૦૭/૨૦૨૫ નાં રોજ તાજીયા મહોરમ છે. આ તહેવાર અગાઉ બનાવવામાં આવતા તાજીયાઓના કદ બાબતે ઉંચાઇનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે જેથી ઝુલુસ પ્રક્રિયા સરળતાથી થાય અને આ દરમ્યાન ટ્રાફીક સરળતાથી ચાલુ રહે અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. તેમજ બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્યો ન કરવામાં આવે તે સુનિશ્વિત કરવું જરૃરી હોઇ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા એ જાહેરાનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જેમાં (૧) બેઠક સહિત ૦૯ (નવ) ફુટ કરતા વધારે ઉંચાઇના તાજીયા બનાવવા, વેચવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન નહીં કરવા. (ર) નિયત કરેલ સ્થળ સિવાયના અન્ય સ્થળ પર તાજીયા નહીં મુકવા. (૩) જે જગ્યાએ તાજીયા બનાવવાની કામગીરી કરે છે તથા જે જગ્યા વેચાણ માટે રાખે છે, તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારના તાજીયા રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે નહીં રાખવા. (૪) કોઇપણ તાજીયાઓને બિનવારસી હાલતમાં નહીં મુકવા. (પ) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના ચિન્હો કે નિશાની વાળા તાજીયાઓ બનાવવા, ખરીદવા તથા વહેંચાણ કરવા ઉપર તેમજ કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇપણ પ્રકારના વર્તન નહીં કરવા. (૫) પરમીટમાં દર્શાવેલ રૃટ સિવાય અન્ય રૃટ ઉપર નહીં ચાલવા તેમજ (૭) સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણના જાહેરનામા મુજબ રાત્રીના ક.૨૨/૦૦ થી સવારના ૫.૦૫/૦૦ સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંરહેશે. (૮) ડી.જે.વગાડવાની પરવાનગી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન તરફથી અલગથી મંજુરી મેળવવાની અને (૯) પોલીસ સ્ટેશન દ્વારા તાજીયા અંગેની મંજુરી આપવામાં આવે. જે મંજુરીમાં નક્કી કરેલ રૃટ ઉપર જણાવેલ સમય મર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે. (૧૧) તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લીક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કચરા પેટી રાખવાની તથા સફાઇ કરાવવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોએ અલાયદી વ્યવસ્થા રાખવાની રહેશે. આ જાહેરનામું તા.૨૫/૦૬/૨૦૨૫ થી તા.૦૭/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાપાત્ર રહેશે.
(2:37 PM IST)










