News of Thursday, 26th June 2025
નાણાકીય લેવડ-દેવડના ડિજીટલ વ્યવહારોમાં ગ્લોબલ લીડર બનેલું ભારતનું UPI

આજથી આશરે દશ વર્ષ પહેલા એટ્લે કે એક દસક અગાઉ આપણામાંથી કોઈપણએ એવું સપનામાં પણ કયારેય નહીં વિચાર્યું હોય કે એક દિવસ એવો પણ આવશે કે આપણો મોબાઈલજ આપણી બેન્ક બની જશે જે આપણને બેન્ક તરીકેની તમામ પ્રકારની અધતન સવલતો અને આધુનિક સગવડો આપશે જે આપણા મોબાઈલ નંબરનેજ આપણા બેન્ક ખાતામાં કન્વર્ટ કરીને કોઈપણ જગ્યાએથી કોઈપણ સમયે કોઈપણ રકમના નાણાકીય વ્યહવારો ધડીના છઠ્ઠા ભાગમાં વાયુ વેગે વીજળીની ગતિએ સુલટાવી નાખશે.
આ શકય બન્યું છે આજના એકવીસમી સદીના અતિઆધુનિક યુગમાં. ટેકનોલોજી ક્ષેત્રે વિજ્ઞાને ભરેલી જબરદસ્ત હરણફાળે મોબાઈલ સાયન્સને એટલી બધી પ્રગતિ કરાવી છે કે આજે આપણો મોબાઈલજ આપણું પર્સ કે વોલેટ બનીને આપણને જાહેર રજાઓ સહિતના વર્ષના ૩૬૫ દિવસોમાંથી કોઈપણ દિવસના કોઈપણ વારે અને કોઈપણ સમયે રોકાયા વગર દિવસ રાત સતત કાર્યરત રહીને નાણાકીય વ્યવહારોના ચકરડાને વિના કોઈ વિધ્ને અટકયા વગર સતત ફરતું રાખે છે.
જગતના કોઈપણ ખૂણેથી કોઈપણ સમયે કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારોને વાયુ વેગે ઘડીના છઠ્ઠા ભાગમાં સુલટાવી નાખતા અલ્લાઉદ્દીનના આ જાદુઇ ચિરાગ નું નામ છે UPI
UPIઅર્થાત Unified Payments Interface એ એક એવી સિસ્ટમ છે કે જે કોઈપણ સહભાગી બેંકોના બહુવિધ બેંક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશનમાં બેંકિંગ સુવિધાઓ, સીમલેસ ફંડ રૃટીંગ અને વેપારી ચુકવણીઓને એકજ હૂડમાં મર્જ કરીને તેમને એકજ જગ્યાએથી ઓપરેટ કરવાની અસિમ સતા એટ્લે કે અનલિમિટેડ પાવર આપે છે.
UPIની વ્યાખ્યાને વધુ વિગતવાર સમજીએ તો UPI એ એક એવી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર સિસ્ટમ છે જે રીઅલ ટાઇમ ફંડ ટ્રાન્સફરને સક્ષમ બનાવીને તેને NEFT, RTGS અથવા IMPS જેવી પરંપરાગત પદ્ઘતિઓ કરતા ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવે છે જેની સેવાઓ ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ઉપલબ્ધ રહે છે જે તેના વપરાશકર્તાઓને બેંકના કામ કાજના કલાકો અથવા રજાઓને ધ્યાનમાં લીધા વગર કોઈપણ દિવસે કોઈપણ સમયે ગમે ત્યાંથી નાણાકીય વ્યવહારો કરવાની છૂટ આપે છે.
UPI એ NPCI National Payments Corporation Of india દ્વારા વિકસાવવામાં આવેલ એક એવું પ્રોટોકોલ છે જેને જાહેર જનતાના ઉપયોગ માટે સૌપ્રથમ વર્ષ ૨૦૧૬માં છઇઈંના માર્ગદર્શન હેઠળ સત્ત્।ાવાર રીતે લોન્ચ કરવામાં આવેલુ અને NPCI તેની સૌથી પહેલી એક એવી પ્રાથમિક સંસ્થા બની કે જેને એક નવી ચુકવણી પ્રણાલી વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું કે જે સરળ, સુરક્ષિત અને આંતરકાર્યક્ષમ હોય.
UPI ઇન્ટરફેસ ઇન્ટર-બેંક પીઅર-ટુ-પીઅર (P2P) અને પર્સન-ટુ-વેપારી (P2M)ના વ્યવહારોને સરળ બનાવે છે જેનો ઉપયોગ મોબાઇલ ઉપકરણો પર ફકત એક અનન્ય UPI ID નો ઉપયોગ કરીને બે બેંક ખાતાઓ વચ્ચે તાત્કાલિક ભંડોળ ટ્રાન્સફર કરવા માટે થાય છે જે તાત્કાલિક ચુકવણી સેવા IMPSની ટોચ પર ઓપન સોર્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ API તરીકે ચાલે છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) દ્વારા નિયંત્રિત થાય છે. ભારતની લગભગ તમામ મુખ્ય બેંકોએ વર્ષ ૨૦૧૬ના ઓગસ્ટ માહિનાથી ગ્રાહકો માટે તેમની UPI-સક્ષમ એપ્લિકેશનો ઉપલબ્ધ કરાવવાનુ શરૃ કરી દીધેલુ જે સિસ્ટમ આજે લગભગ બધી ભારતીય બેંકો દ્વારા સમર્થિત છે.
UPI ની શરૃઆત ઘણીજ રસપ્રદ છે. આજથી આશરે સોળ વર્ષો પહેલા એટ્લે કે સાલ ૨૦૦૯માં RBI દ્વારા હાથ ધરાયેલા એક સર્વે બાદ RBIને એવું જાણવા મળેલું કે માર્ચ ૨૦૦૯ સુધીમાં ભારતમાં વ્યકિતગત નાગરિકો દ્વારા દર વર્ષે ફકત છ બિન-રોકડ વ્યવહારો કરવામાં આવતા હતા જયારે આની સામે એક કરોડ એટ્લે કે ૧૦ મિલિયન છૂટક વેપારીઓ એવા હતા કે જેઓ કાર્ડ-આધારિત ચુકવણીઓ સ્વીકારતા હતા. આનો મતલબ એ થયો કે લગભગ ૧૪.૫ કરોડ એટ્લે કે ૧૪૫ મિલિયન પરિવારો પાસે કોઈપણ પ્રકારની બેંકિંગની એકસેસજ નહોતી. આ ઉપરાંત કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો સામનો કરવાની ખુબજ ગંભીર સમસ્યા પણ હતી જે મોટે ભાગે રોકડમાં થતી હતી.
RBI સામે આ બધાજ પ્રકારના કાળા, ધોળા, વ્યાપારિક તેમજ અન્ય તમામ પ્રકારના નાણાકીય વ્યવહારોને એકજ નેજા હેઠળ એકઠા કરવાની એક પડકારજનક સમસ્યા હતી. આ ઉપરાંત આવા બધાજ પ્રકારના સામાજિક, વ્યાપારિક અને વાણિજય ક્ષેત્રે ઉદભાવી રહેલી નાની મોટી તમામ નાણાંકીય સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સાલ ૨૦૦૯ના એપ્રિલ માહિનામાં ભારતમાં તમામ ચુકવણી પદ્ઘતિઓને એકીકૃત કરવા અને તેમને તમામ છૂટક ચુકવણીઓ માટે સમાન બનાવવા ભારતમાં રિટેલ પેમેન્ટ્સ અને સેટલમેન્ટ સિસ્ટમ્સના સંચાલન માટે એક છત્ર સંસ્થા (RBI) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને (IBA) ઇન્ડિયન બેંકસ એસોસિએશનની પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એકટ ૨૦૦૭ની જોગવાઈઓ હેઠળ RBI દ્વારા NPCI એટ્લે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની રચના કરવામાં આવી. આ ઉપરાંત RBIએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સાલ ૨૦૧૪માં ચાર વર્ષના સમયગાળાનું એક વિઝન સ્ટેટમેન્ટ બહાર પાડેલું કે જેમાં ભારતમાં સલામત, કાર્યક્ષમ, સુલભ, સમાવિષ્ટ, આંતર-સંચાલનક્ષમ અને અધિકૃત ચુકવણી અને સમાધાન પ્રણાલી બનાવવા પ્રત્યે પ્રતિબદ્ઘતા દર્શાવવામાં આવેલી જે સ્થાનિક ચુકવણી બજારમાં કાગળનો ઉપયોગ ઘટાડવા માટે પાપેરલેસ ફ્રી ગ્રીન એનવાયોરમેંટ ઈન્ડિયાની પહેલનો એક ભાગ માત્ર હતો.
ઉપરોકત સંદર્ભને ધ્યાનમાં રાખીને NPCIએ ૨૧ સભ્ય બેંકો સાથે તારીખ ૧૧મી એપ્રિલ ૨૦૧૬ના રોજ મુંબઈ ખાતે RBIના ગવર્નર ડો. રઘુરામજી રાજન માફરત UPIનો એક પાયલોટ લોન્ચ હાથ ધર્યો જેની સફળતાના પગલે બેંકોએ તારીખ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૬ થી ગૂગલ પ્લે સ્ટોર પર તેમની UPI સક્ષમ એપ્સ અપલોડ કરવાનું શરૃ કરી દીધું.
આમ UPIને આમ જનતાના જાહેર ઉપયોગ માટે વર્ષ ૨૦૧૬માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સત્ત્।ાવાર રીતે લોન્ચ કરવામાં આવેલુ.
UPI તેના સૌથી મહત્વના ચાર-સ્તંભ પુશ-પુલ ઇન્ટરઓપરેટેબલ મોડેલ પર કામ કરે છે કે જયાં એક રીમીટર/લાભાર્થી ફ્રન્ટ-એન્ડ PSP (ચુકવણી સેવા પ્રદાતા) અને એક રીમીટર/લાભાર્થી બેક-એન્ડ બેંક હશે જે વપરાશકર્તાઓ માટે નાણાકીય વ્યવહારનું સમાધાન કરશે.
ભારતમાં મેનેજડ આઇટી હોસ્ટિંગ અને કલાઉડ સેવાઓની અગ્રણી પ્રદાતા નેટમેજિક સોલ્યુશન્સના CEOના કહેવા અનુસાર UPI ભારત દ્વારા ઉત્પાદિત સૌથી સફળ ડીપ-ટેક નાણાકીય નવીનતાઓમાંની એક બની ગઈ છે તો UPIની સફળતાને ધ્યાનમાં લેતા તેના બે મોઢે વખાણ કરતા વર્ષ ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં Google એ એવુ સૂચન કરેલું કે યુએસ ફેડરલ રિઝર્વ બોર્ડે યુનાઇટેડ સ્ટેટ્સ માટે રીઅલ-ટાઇમ ચુકવણી સિસ્ટમ FedNow ને વિકસાવવામાં UPI ને એક ઉદાહરણ તરીકે અનુસરવું જોઈએ.
ACI અર્થાત સિસ્કો એપ્લિકેશન સેન્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રકચરના વર્લ્ડવાઇડ અને ગ્લોબલડેટા અનુસાર UPI ના ઘાતાંકીય વિકાસ સાથે ભારત ૨૦૨૦માં ૨૬ અબજ વાર્ષિક વ્યવહારો સાથે વિશ્વનું સૌથી મોટું રીઅલ-ટાઇમ ચુકવણી બજાર બની ગયું છે જેના કારણે તે તેના હરીફ દેશો ચીન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને યુનાઇટેડ કિંગડમથી ખુબજ આગળ નીકળી ગયું છે
વર્ષ ૨૦૨૧ના ઊઈંઞ અર્થાત ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટ મુજબ UPIએ ભારતને વૈશ્વિક રીઅલ-ટાઇમ પેમેન્ટ માર્કેટમાં અગ્રણી બનાવ્યું છે જેના પછી ચીન અને દક્ષિણ કોરિયાનો નંબર આવે છે. સાલ ૨૦૧૯માં UPIમાંથી MDR એટ્લે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રદ કરવાના નાણા મંત્રાલયના નિર્ણય પછી ઓછા મૂલ્યના વ્યવહારોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે રીઅલ-ટાઇમ ટ્રાન્ઝેકશન વોલ્યુમ ડેટામાં ખુબજ મોટો વધારો થયો છે. આમ ભારતના ઞઙઈંની વિશ્વ વ્યાપી સફળતા થી પ્રેરાઇને બ્રાઝિલ, બહેરીન, સાઉદી અરેબિયા, સિંગાપોર, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન જેવા દેશો તેમના પોતાના સ્થાનિક બજારોમાં UPI જેવી સિસ્ટમ લાગુ કરવા માટે વિકલ્પો શોધી રહ્યા છે.
વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરી મહિનાની ૧ તારીખથી UPI પ્રારંભિક જાહેર ઓફર IPO માટે ચુકવણીનો એક લોકપ્રિય વિકલ્પ બની ગયેલો જેના પગલે RBIએ માર્ચ ૨૦૨૦માં નાણાકીય વ્યવહારોની મર્યાદા એક લાખથી વધારીને બે લાખ સુધીની કરી નાખી અને ડિસેમ્બર ૨૦૨૧થી રિટેલ ડાયરેકટ સ્કીમ અને IPO અરજીઓ માટેની મર્યાદા રૃપિયા પાંચ લાખ સુધી વધારી દીધી. આ ઉપરાંત ચુકવણી કંપનીઓ માટે UPIને આર્થિક રીતે શકય બનાવવા માટે RBI ભવિષ્યના UPI વ્યવહારો પર MDR એટ્લે કે વેપારી ડિસ્કાઉન્ટ રેટ પર વિચારણા કરીને વર્ષ ૨૦૨૨૨૩ના નાણાકીય વર્ષ માટે તેની પ્રથમ નાણાકીય નીતિમાં UPI-આધારિત QR કોડનો ઉપયોગ કરીને ATM માંથી કાર્ડલેસ રોકડ ઉપાડ સુવિધાનો પ્રસ્તાવ પણ મૂકયો. NSDL પેમેન્ટ્સ બેંક અને NPCI સાથે ભાગીદારીમાં ToneTag એ VoiceSE શરૃ કર્યું જે ૪૦ કરોડ એટ્લે કે ૪૦૦ મિલિયન ફીચર ફોન વપરાશકર્તાઓને હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓમાં વાઙ્ખઇસનો ઉપયોગ કરીને UPI ચુકવણી કરવા સક્ષમ બનાવે છે
રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ અનુસાર વર્ષ ૨૦૨૩માં UPIનો ઉપયોગ મેટ્રો વિસ્તારોની બહાર બહોળા પ્રમાણમાં વિસ્તર્યો હતો. હાલમાં લગભગ ૭૦%UPI વપરાશકર્તાઓ ટાયર-૧ શહેરો સિવાયના સ્થળોએથી છે. વધુમાં નવા નોંધાયેલા વપરાશકર્તાઓમાંથી ૮૦% થી વધુ ટાયર-૨ શહેરો અને નજીકના અન્ય વિસ્તારોમાંથી આવે છે. તારીખ ૮ જૂન ૨૦૨૨ થી RBI એ RuPay ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપી તો તારીખ ૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ RBIએ UPI કર ચુકવણી મર્યાદા રૃપિયા એક લાખથી વધારીને રૃપિયા પાંચ લાખ સુધીની કરવાનું સૂચન કર્યું અને ગ્રાહકો હવે ભૌતિક કાર્ડની ગેરહાજરીમાં UPI નો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ ચુકવણી કરી શકે છે તેના પોઈન્ટ-ઓફ-સેલ ઉપકરણો પર Razorpay એ ૨૦૨૪માં UPI માટે ઝડપી રિફંડ સુવિધાની પ્રણાલી વિકસાવી દીધી. વર્ષ ૨૦૨૪ના ઓકટોબર મહિનાથી UPI એપ્સ દ્વારા RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ સાત મહિનામાં વ્યવહારો બમણા થયા જે ચોસઠ હજાર કરોડ સુધી પહોંચી ગયા જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન તેત્રીસ કરોડના હતા.
ICICI બેંકના NRI એટલે કે બિન-નિવાસી ભારતીય ગ્રાહકોના આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબરોનો ઉપયોગ ભારતમાં UPI ચુકવણી કરવા માટે થઈ શકતો હોય, આ બેંક યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, સંયુકત આરબ અમીરાત, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા જેવા દસ દેશોમાં તેમની બેંકીંગ સેવા પૂરી પાડે છે.
આમ આ ચાલુ વર્ષ ૨૦૨૫ સુધીમાં UPIના આ પ્લેટફોર્મના આશરે ૫૦૦ મિલિયન એટ્લે કે પચાસ કરોડ કરતા પણ વધારે વપરાશકર્તાઓ ભારતમાં સક્રિય હતા. ગયા માસ મે ૨૦૨૫માં UPI સિસ્ટમ દ્વારા ૨૫.૧૪ ટ્રિલિયન ભારતના આશરે બાવીસો લાખ કરોડ રૃપિયાના મૂલ્યના ૧૮.૬૭ બિલિયન એટ્લે કે ૨૨ કરોડ UPI વ્યવહારોની પ્રક્રિયા કરવામાં આવી હતી જે સરેરાશ દર સેકન્ડે લગભગ ૭૦૦૦ વ્યવહારો બરાબર થાય છે. આમ UPIના વ્યાપક અપનાવણ અને ઉપયોગે ભારતને તાત્કાલિક ચુકવણીમાં વૈશ્વિક નેતા એટ્લે કે ગ્લોબલ લીડર તરીકે સ્થાન આપ્યું છે જે સાલ ૨૦૨૨માં તમામ વૈશ્વિક તાત્કાલિક ચુકવણી વ્યવહારોના ૪૬% હિસ્સો ધરાવે છે. આટલા મોટા પાયે તાત્કાલિક ચુકવણી પ્રણાલીના સફળ અમલીકરણથી UPI ભારત માટે એક સોફટ પાવર ટૂલ બન્યું છે અને ઘણીવાર તેને ભારત દ્વારા વિકસિત સૌથી પરિવર્તનશીલ અને સફળ નાણાકીય ટેકનોલોજી નવીનતાઓમાંના એક તરીકે ટાંકવામાં આવે છે.
RBIએ તારીખ ૮૬૨૦૨૨થી RuPay ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપતાજ ગ્રાહકો હવે ભૌતિક કાર્ડની ગેરહાજરીમાં UPI નો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડની ચુકવણી કરી શકે છે.
UPIના લગભગ ચાલીસ કરોડ ફીચર ફોન વપરાશકર્તાઓને વધુ સહેલાઇથી અને ઝડપી સેવા મળી રહે તે હેતુથી RBI ગવર્નર શકિતકાત દાસે ૮૩૨૦૨૨ના રોજ UPI 123PAY નામની સેવા શરૃ કરેલી જેનો શરૃઆતનો ઉપયોગ FASTag રિચાર્જ, વીમા ચુકવણી અને EMI કલેકશન માટે થતો હતો જે પછીથી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અલ્ટ્રાકેશ ટેકનોલોજીસ એ ભારત પેટ્રોલિયમ સાથે મળીને બે લાખ સક્રિય વપરાશકર્તાઓને UPI 123PAY દ્વારા LPG બુકિંગ તેમજ ચુકવણી કરવામાં મદદ કરી હતી.
વધુમાં NPCIએ IRCTC એટ્લે કે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન અને CoRover એટ્લે કે કન્વર્ઝનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ UPI માટે હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓ “કન્વર્ઝેશનલ વોઇસ પેમેન્ટ્સ” નું અનાવરણ કર્યું જે ઓનલાઈન વ્યવહારોની સુવિધામાં એક ખુબજ મોટી પ્રગતિ છે. ગ્રાહકો હવે તેમના અવાજનો ઉપયોગ કરીને તેમના વ્યવહારો પૂરા કરી શકે છે અથવા તો તેમના UPI ID કે મોબાઇલ નંબર ટાઇપ કરી શકે છે જે BharatGPT દ્વારા સક્ષમ છે અને પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. ભારતીય રેલ્વે અને IRCTC માટે AI વર્ચ્યુઅલ સહાયક AskDISHA ના વપરાશકર્તાઓ હવે વાતચીત વોઇસ ચુકવણીઓના એકીકરણને કારણે ટિકિટ ખરીદી શકે છે અને ફકત તેમના અવાજના ઉપયોગથી ચુકવણીઓ પણ કરી શકે છે.
ડિજિટલ મધ્યમથી થતા લેણ દેણના વ્યવહારો પૂરા કરવા માટે આજકાલ જે એપ્લિકેશનોનો બહોળા પ્રમાણમા ઉપયોગમાં લેવાય છે તેમાં NPCIની પોતાની BHIM એપ્લિકેશન ઉપરાંત PhonePe, Paytm, Amazon Pay, Airtel Payments Bank, MobiKwik, Samsung Pay કે Tezમાંથી નામ બદલાવીને થયેલા Google Pay જેવી કોઈપણ ક્રેડિટ લાઇન્સ મોબાઇલ એપ્લિકેશન્સ તેમજ WhatsApp Pay જેવી વિવિધ તૃતીય-પક્ષ એપ્લિકેશનો કોઈપણ UPI એપ્લિકેશનનો ઉપયોગ UPI સક્ષમ બેંકોમાંથી ભંડોળ ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે. વર્ષ ૨૦૧૬ના એપ્રિલ માહિનામાં જયારે UPI પ્લેટ ફોર્મની શરૃઆત થયેલી ત્યારે તેની સાથે તે વખતે કુલ ૨૧ બેન્કો જોડાયેલી જયારે ચાલુ વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી સુધીમાં UPI પ્લેટફોર્મ પર કુલ ૬૪૧ બેંકો કાર્યરત છે જે તમામ સિસ્ટમ સાથે સંકલિત છે. NPCI એ વિદેશી પ્રવાસીઓને UPI ચુકવણી કરવાની મંજૂરી આપતી પોર્ટલ UPI વન વર્લ્ડ એપ્લિકેશન લોન્ચ કરેલી છે તો વર્ષ ૨૦૨૨ના ગ્લોબલ ફિનટેક ફેસ્ટીવલમાં RBI ગવર્નર શકિતકાંત દાસે ૨૦મી સપ્ટેમ્બર ના રોજ ઇન્ટરનેટ કનેકશનની જરૃર વગર માત્ર QR કોડનેજ સ્કેન કરીને ઓપેરેટ થતી UPI Liteને સત્ત્।ાવાર રીતે લોન્ચ કરેલી જેની સુવિધા દરેક બેન્કોએ ઇઇંઈંખ એપ પર સક્ષમ કરેલી. UPIની સુવિધા આપતી આવી બેંકોને NPCIએ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (PSP) તરીકે ઓળખાવેલી.
કલ્યાણ સેવાઓની લીક પ્રૂફ ડિલિવરી સુનિશ્યિત કરવા માટે ભ્રષ્ટાચાર ઘટાડી વચેટિયાઓને બાયપાસ કરવા માટે તેમજ ભવિષ્યના સેન્ટ્રલ બેંક ડિજિટલ ચલણ (CBDC) ના પુરોગામી તરીકે ઈ-રૃપી-RUPI અથવા e-UPI એટ્લે કે Electronic Rupee અને UPI નું પોર્ટમેન્ટો નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્ત્।ામંડળના સહયોગથી વિકસાવવામાં આવેલું જેને સમાજના આર્થિક રીતે વંચિત વર્ગોએ એકીકૃત કરેલુ. કર્ણાટક સરકારે e-RUPI દ્વારા વિદ્યાર્થી શિષ્યવૃત્ત્િ। પૂરી પાડવા માટે NPCI સાથે ભાગીદારી પણ કરેલી છે.
વૈશ્વિક કક્ષાએ ગ્લોબલ લીડર બનેલું UPI એટલું બધુ સફળ થયેલું છે કે ભારતભરમાં થતી નાણાકીય વ્યવહારોની ડિજિટલ ચુકવણીઓમાં દર ૧૦માંથી ૮ પેમેન્ટસ UPIના માધ્યમથી થાય છે.
UPIને મળેલી જબરદસ્ત સફળતામાં સૌથી મહત્વના જે ચાર પરિબળો છે તેમાં સૌથી પહેલું પરિબળ ભારતમાં રહેલા ૭૫ કરોડ સ્માર્ટ ફોન ઉસર્સ છે તો બીજા ક્રમે સાવ સસ્તામાં મળતું અનલિમિટેડ ઇન્ટરનેટ કનેકશન છે. ત્રીજા પરબળ તરીકે નોટબંધી છે તો ચોથા પરિબળ તરીકે ૫૦થી વધુ લોન્ચ થયેલી પેમેન્ટસ માટેની ઞઙઈં એપ્સ છે જે દરેક પ્રકારના એન્ડટુએન્ડ એન્ક્રિપ્શન અને ટુફેકટર ઓથેન્ટિકેશન સાથેના સુરક્ષા પ્રોટોકોલથી સુસજ્જ છે જે તમામ પ્રકારના નાણાકીય વ્યવહારોને સુરક્ષિત, જોખમ રહિત અને ગતિશીલ બનાવે છે.
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩
(2:36 PM IST)










