તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
પડધરી પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચે વધુ એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી લીધી

રાજકોટ તા. ર૬ :.. પડધરી પોલીસ અને રૂરલ ક્રાઇમ બ્રાંચે વધુ એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી લીધી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ ેએ જીલ્લામાં ઘુસણખોરી કરનારા અન્ય દેશોના લોકોને શોધી કાઢવા સુચના આપેલ જે સુચના આધારે કે.જી.ઝાલા, ના.પો.અધિ. ગોંડલ જરૂરી માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહિલ એલ.સી.બી. તથા એ.એસ.આઈ.રવિદેવભાઈ બારડ બ્રિજરાજસિંહ જાડેજા, વકારભાઈ આરબ, રોહિતભાઈ બકોત્રા પો.કોન્સ.મેહુલભાઈ સોનરાજ,પ્રકાશભાઇ પરમાર ને ખાનગી રાહે હકીકત મળેલ કે, કોઇપણ પ્રકારના વિઝા કે સરકારશ્રીની મંજુરી વગર ગેર-કાયદેસર રીતે રહેતી એક મહીલા પડધરી, ઉકરડા ગામ પાસે હોવાની હકીકત મળતાની સાથે જ એલ.સી.બી. ટીમ પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.પરમાર તથા પો.સ્ટે.ના સ્ટાફની ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરાવતા બાંગ્લાદેશી મહિલા મળી આવતા તેણીની પાસે કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજુરી વગર અહીં રહેતા હોવાનું જણાવેલ. બાદ મજકુર વિદેશી મહિલા પાસેથી બાંગ્લાદેશનુ આઇ.ડી.કાર્ડ મળેલ. જેથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરીકને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ સાજેદાખાતુન વા/ઓ ઓમરઅલી આક્રમઅલી ગાઝી જાતે-મુસ્લિમ, ઉ.વ.૪૮ ધંધો-મજુરી હાલ રહે.પાડેસરા હાઉસીંગ સોસાયટી મા ભાડેથી સુરત મુળ રહે.જગદાનાનંદકાટી વોર્ડ નં.૩ યુનીયન શંકરપુર થાણા ઝીકરગચ્છ જીલ્લો જેસોર(બાગ્લાદેશ)ની વધુ પુછતાછ હાથ ધરાઇ છે. પકડાયેલ મહિલા ર૦ર૦માં બાંગ્લાદેશમાં પતિનું અવસાન થતા ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી મુંબઇ આવી હતી. બાદમાં સુરત અને મોરબીથી રાજકોટ આવતા પકડાઇ ગઇ હતી.
આ કાર્યવાહી એલ.સી.બી. શાખાના પડધરી પો.સ્ટે.ના જે.જે.વાળા, વી.કે.સુરાણી, તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(11:46 AM IST)










