તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ડૉ. ઠક્કરની હોસ્પિટલના ૧૮ વર્ષ પૂર્ણ:૧ જુલાઈએ રાહત દરે કેમ્પ
કાન, નાક, ગળા અને દાંતના રોગોનું નિદાન અને સારવાર માટે રાજકોટમાં વિશેષ આયોજન

રાજકોટ: સૌરાષ્ટ્રના જાણીતા ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની અદ્યતન સર્જીકલ હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર ૧૮ વર્ષ પૂર્ણ કરી ૧૯માં વર્ષમાં પ્રવેશી રહી છે. આ ઉપલક્ષે ૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇફલાઇન બિલ્ડીંગ, બીજા માળે, રાજકોટ ખાતે રાહત દરે કાન, નાક, ગળા અને બહેરાશના રોગોના નિદાન અને સારવાર માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે..
છેલ્લા ૧૮ વર્ષથી દર વર્ષે ૧ જુલાઈએ આ કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોજાય છે. ૨૩ વર્ષથી વધુ સમયથી રાજકોટમાં પ્રેક્ટિસ કરતા ડૉ. હિમાંશુ ઠક્કર આ કેમ્પમાં સેવા આપશે. કેમ્પમાં સાયનસ, જૂની શરદી, નાકના મસા, નાકસુર, કાનના પડદાના કાણાં, બહેરાશ, ચક્કર, ગળાના કાંકડા, સ્વરપેટીના રોગો, મોઢાના ચાંદા, થાઇરોઇડ, અને મોં-ગળાના કેન્સરનું નિદાન અને દૂરબીન વડે ટાંકા વગરની સર્જરી કરવામાં આવશે. ખાસ કરીને બાળકોની શ્વાસનળી કે અન્નનળીમાં ફસાયેલી વસ્તુઓ દૂરબીન વડે સલામત રીતે કાઢવામાં આવશે.
ડૉ. હિમાંશુ ઠક્કરે ૮ સે.મી.નો નાકનો મસો દૂરબીન વડે કાઢી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે, તેમજ ૭ વર્ષથી શ્વાસનળીમાં ફસાયેલી પ્લાસ્ટિકની સિસોટી કાઢી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયા છે. તેમણે "ઈકોઝ ઓફ કમ્પેશન: એ ડોક્ટર્સ જર્ની ઈન ઇનઇએનટી“ પુસ્તક લખ્યું છે, જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને ગૌસેવા માટે સમર્પિત કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમને આઈએમએ ડૉ. સી. એસ. ઠાકર નેશનલ ઍવોર્ડ, પ્રાઇડ ઓફ સૌરાષ્ટ્ર, અને પ્રિસ્ટ ઓફ હ્યુમેનિટી એવોર્ડ તથા લોહાણા મહા પરિષદ દ્વારા ઇન્ટરનેશનલ બેસ્ટ રઘુવંશી વ્યવસાયિક પ્રતિભા ઍવોર્ડ સહિત અનેક સન્માન મળ્યા છે.
તેમની સાથે જ તેમના ધર્મ પત્ની ડો. કૃપા ઠક્કર, ૨૦ વર્ષથી દાંતના સર્જન તરીકે, ડહાપણ દાઢ, રૂટ કેનાલ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, ટૂથ વ્હાઇટનિંગ, અને પેઢાના રોગોની સારવાર કરશે. ઓડિયોલોજિસ્ટ જેનિશા બોદર પણ સેવા આપશે કેમ હોસ્પિટલની આ યાદીમાં જણાવાયું છે.
કેમ્પનો સમય: ૧ જુલાઈ, ૨૦૨૫, સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬ * સ્થળ: ડૉ. ઠક્કરની હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ * નામ નોંધણી: ૦૨૮૧-૨૪૮૩૪૩૪ અને મો. ૯૧૦૬૧૧૯૦૩૮ ઉ પર કરાવી શકાશે. આ કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત દરે સારી સારવારની તક પૂરી પાડશે તેમ ડોક્ટર હિમાંશુ ઠક્કરની યાદીમાં જણાવ્યું છે
(1:24 PM IST)










