તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
મેટોડામાં બારીમાંથી લઘુશંકા કર્યાની શંકાએ સુનિલ અને આશિષ પર હુમલો
મુળ એમપીના બંને મિત્રો સારવાર હેઠળઃ પડોશી બિહારીબાબુએ ઢીકા-પાટા, કડાથી માર માર્યો

રાજકોટ તા. ૨૬: મેટોડા જીઆઇડીસી ગેઇટ-૩માં ઇલેટ કારખાના પાસે કંપનીના ક્વાર્ટરમાં બીજા માળે રહેતાં મુળ એમપીના સુનિલ બાબુભાઇ બંસલ (ઉ.વ.૨૦) અને તેના મિત્ર આશિષ યજ્ઞસિંગ બસંલ (ઉ.વ.૨૧)ને રાતે બાજુમાં રહેતાં બિહારી શખ્સે ઢીકા-પાટુ અને હાથમાં પહેરવાના કડાથી બેફામ માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.સુનિલ અને આશિષ કંપનીમાં નોકરી કરે છે. આશિષે કહ્યુ઼ હતું કે રાતે તને ક્વાર્ટરની બારીમાંથી બહાર થુંક્યો ત્યારે નીચે બિહારી શખ્સ ઉભો હોઇ તેણે હું બારીમાંથી લઘુશંકા કરી રહ્યો હોવાની શંકા કરી ગાળો દીધી હતી. તેને ગાળો દેવાની ના પાડતાં મને બહાર બોલાવી મારકુટ ચાલુ કરી હતી. જેમાં મિત્ર સુનિલ બચાવવા આવતાં તેને પણ માર માર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(10:49 AM IST)










