તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૫ શનિવાર
News of Wednesday, 25th June 2025
રઘુવંશી ફ્રેન્ડસ લેડિસ એન્ડ ચિલ્ડ્રન ક્લબ દ્વારા રવિવારે પ્રતિભા સન્માન, ધાર્મિક વેશભુષા સ્પર્ધા

રાજકોટઃ રઘુવંશી ફ્રેન્ડસ લેડીસ એન્ડ ચિલ્ડ્રન ક્લબ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા માટે પ્રતિભા સન્માન સમારોહ, ધાર્મિક વેશભુષા સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન તા.૨૯ને રવિવાર સવારે ૯ વાગ્યાથી કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
૨૯મીએ સવારે ૧૦ વાગ્યે મહેમાનોના હસ્તે કરવામાં આવશે. ૧૬૦ બાળકોને શિલ્ડ, લંચબોક્સ સહિત શૈક્ષણિક કીટ આપવામાં આવશે.
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડની જાગૃતિ કાર્યક્રમ અને ડાયાબિટીસ બ્લડપ્રસર ફ્રી ચેકઅપ કરી આપવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના વા.પ્રેસીડેન્ટ શોભનાબેન સોમૈયા, ચંદ્રીકાબેન ભાયાણી, અનીતા કેસરીયા, કોમલ સોમમાણેક, ગીતાબેન રાજા, પલ્લવીબેન પોપટ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ અંગે વધુ માહિતિ માટે સંસ્થાના જાગૃતિ ખીમાણી (મો.૭૮૭૮૦ ૩૬૧૪૧નો સંપર્ક કરવો. (તસ્વીર-અભિજીત બગથરીયા)
(4:06 PM IST)










