<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

રાજકોટ લોકમેળોઃ કડક SOP મુદ્દે રાઇડ માલીકો મુખ્‍યમંત્રીને મળ્‍યાઃ બપોર બાદ કલેકટરને મળશે

યોગ્‍ય કરવાની ભૂપેન્‍દ્રભાઇની ખાત્રીઃ ટેકનીકલ પ્રશ્‍ને મહેસૂલ સચિવની રાજકોટ કલેકટર સાથે પણ ચર્ચા

રાજકોટ તા. રપઃ રાજકોટના રાજકોટમાં દર વર્ષે કલેક્‍ટર તંત્ર દ્વારા  યોજાતા લોકમેળામાં આ વખતે એસઓપી સંદર્ભે રાઇડસ સંચાલકોએ ફોર્મ નહિ ઉપાડતા જબરો વિવાદ સર્જાયો છે અને મેળો થશે કે કેમ તે અંગે પણ પ્રશ્‍નાર્થ ઉભો થયો છે આ બધા વચ્‍ચે ગઈકાલે રાજકોટ અને સૌરાષ્‍ટ્રના રાઈડ માલિકો ગાંધીનગર ખાતે દોડી ગયા હતા અને મુખ્‍યમંત્રીને પણ એસઓપી અંગે વિસ્‍તળત રજૂઆતો કરી હતી આ સમયે મુખ્‍યમંત્રીએ પણ યોગ્‍ય કરવાની ખાતરી આપી હતી. આ પછી રાઇડ માલિકો મહેસુલ સચિવ તથા અન્‍યને પણ મળ્‍યા હતા અને મહેસુલ સચિવે પણ આ મુદ્દે ટેકનિકલ પોઇન્‍ટ વિચારી અને રાજકોટના સ્‍થાનિક કલેક્‍ટર પોલીસ કમિશનર તથા અન્‍ય અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ આમાં શું થઈ શકે છે તે અંગે નિર્ણય લેવાની ખાતરી આપી હતી.

દરમિયાન આજે રાઇડ માલિકો બપોર બાદ કલેકટરને મળનાર હોવાનું એસો.ના હોદેદારોએ જણાવ્‍યું હતું. કલેકટરને મળ્‍યા પછી શું નિર્ણય લેવાય છે તે અંગે તે ઉપર હાલ મીટ મંડાઇ છે. 

(3:53 PM IST)