તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
ગ્રામ પંચાયત ચૂંટણીઃ રાજકોટ તાલુકા સહિત કુલ રર ગ્રામ પંચાયતમાંથી ર૦માં મતગણત્રી પૂરીઃ સરપંચો-સભ્યોના વિજય સરઘસ

રાજકોટઃ રાજકોટ જીલ્લામાં આજે બપોરે ર સુધીમાં રાજકોટ તાલુકાના પાંચ ગામો વેજાગામ, નવાગામ, સરધાર, સણોસરા અને જીવાપર સહિત અન્ય તાલુકાઓ થઇને કુલ રર ગ્રામ પંચાયતમાંથી ર૦માં મતગણત્રી પૂર્ણ થતા વિજયી બનેલા સરપંચ પદના ઉમેદવારો-સભ્યોના વિજય સરઘસ નીકળ્યા હતા, રાજકોટ તાલુકા મામલતદાર કચેરી પાંચ ગામોની મતગણત્રી બપોરે ૧૧-૩૦ વાગ્યે પૂર્ણ થયા બાદ નાગદાનભાઇ ચાવડા સહિતના અગ્રણીઓની હાજરીમાં વિજેતાઓને ફુલડે વધાવાયા હતા, સરઘસ નીકળ્યા હતા, હારતોરા કરાયા હતા તે નજરે પડે છે, આ તકે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. અન્ય તાલુકાઓની વિગત જોઇએ તો બપોરે ર સુધીમાં કોટડા સાંગાણીમાં ર ગ્રામ પંચાયત, લોધીકા-ર, ગોંડલ-૩, જેતપુર-૩, ધોરાજી-પ, જામકંડોરણા-૧, જસદણ-૩, વિંછીયામાં-૧ ગ્રામ પંચાયતની મતગણત્રી પૂરી થયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:48 PM IST)










