<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

રાજકોટ શહેરમાં સૌ પ્રથમ વખત યોજાશે વાલ્‍મિકી સમાજના પ્રમુખપદ માટે ચૂંટણીઃ બેલેટ પેપરથી મતદાન

રાજકોટઃ શહેરના સમગ્ર વાલ્‍મિકી સમાજ તેમજ વાલ્‍મિકી સમાજમાં નિમાયેલી ચુંટણી કમીટીની એક યાદી જણાવે છે કે, રાજકોટ શહેરમાં સમગ્ર ગુજરાતભરમાં સૌ પ્રથમ રાજકોટ શહેરના વાલ્‍મિકી સમાજના પ્રમુખની વરણી કરવા અંગે રાજકોટ શહેરના વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂશ્રીઓ વિસ્‍તારે વિસ્‍તારના પ્રમુખશ્રીઓ તેમજ પટેલશ્રીઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા વાલ્‍મિકી સમાજના પ્રમુખની વરણી કરવા અંગે ચુંટણી કરવામાં આવનાર હોવાનું આગેવાનોએ જણાવ્‍યું હતું.

રાજકોટ શહેરનાં વાલ્‍મિકી સમાજની વસ્‍તી એક લાખ જેવી હોય સમગ્ર વાલ્‍મિકી સમાજ એક સંગઠીત બનીને, જંગી બહુ જ મતદાન કરીને પ્રમુખની વરણી કરવામાં આવશે. ચુંટણી ફોર્મ તા.૨૩-૦૬ થી તા.૦૭-૦૭ સુધી ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવશે. ચુંટણીની તા.૨૦-૦૭ને રવિવારના રોજ ચુંટણી જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરના ઉમેદવારોએ ઉમેદવારી નોંધવવા ફોર્મ સ્‍વીકારવાનું સ્‍થળઃ ચુંટણી કાર્યાલયનું સ્‍થળ, ફુલછાબ ચોક, ખોડીયાર હોટલની ઉપર, મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવેલ છે.

ચુંટણી કમીટીના નામની યાદી આ મુજબ છે. અશોકભાઈ નૈયા, જોગીભાઈ પરમાર, અભિષેકભાઈ ગોરી, શંકરભાઈ વાઘેલા, સુરેશભાઈ પુરબીયા, દિનેશભાઈ ગોરી, કાલીભાઈ વાઘેલા, ગૌતમભાઈ ચૌહાણ, અરવિંદભાઈ રાઠોડ, વિક્રમભાઈ ઝાલા.

રાજકોટ શહેર વાલ્‍મિકી સમાજના પ્રમુખ અંગે સોશ્‍યલ મીડીયા તેમજ પ્રેસ મીડીયાના ઈન્‍ચાર્જ ભાવિનભાઈ સોલંકી, અજયભાઈ સોલંકી હોવાનું જણાવાયું છે. (તસ્‍વીર- અભિજીત બગથરીયા)

(3:45 PM IST)