તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
કેસરી પૂલ પર ‘કટીંગ' વખતે એલસીબી ઝોન-૧નો દરોડોઃ કારમાં દારૂ સાથે રીઝવાન બકાલી પકડાયો
ભગવતીપરાનો સોયેબ ભાડુલા ટુવ્હીલર મુકી ભાગ્યોઃ ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જેઃ દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ અને સત્યજીતસિંહની બાતમી

રાજકોટ તા. ૨૫: શહરેના પારેવડી ચોકથી કેસરી હિન્દ પૂલ તરફ જીતેન્દ્ર બૂક સ્ટોર પાસેથી એલસીબી ઝોન-૧ ટીમે દારૂનોજથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ ૧,૧૨,૬૯૨નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બીજાનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીરને બાતમી મળતાં જીજે૦૧એચકે-૬૯૨૫માં એક શખ્સ દારૂનો જથ્થો લઇ કેસરી પૂલ પર આવ્યો છે અને જીજે૦૩એલપી-૦૭૫૯ નંબરના ટુવ્હીલર પર એક શખ્સ દારૂ લેવા આવ્યો છે. આથી ટીમ ત્યાં પહોંચતાં ટુવ્હીલર મુકી એક શખ્સ ભાગી ગયો હતો. જ્યારે કાર સાથે બીજાને પકડી લીધો હતો. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ રીઝવાન હાસમભાઇ ઢોલકીયા (ઉ.વ.૩૦-રહે. મોચી બજાર બરફના કારખાના પાસે ભરતભાઇના મકાનમાં ભાડેથી) જણાવ્યું હતું.
કારમાંથી પોલીસને રોયલ સ્ટગની રૂા. ૨૪૨૨૮ની ૩૬ બોટલો તથા મેકડોવેલ્સ નંબર વનની રૂા. ૧૩૪૬૪ની ૨૪ બોટલો મળી આવતાં તે, કાર, ટુવ્હીલર, મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં. ઝડપાયેલો રીઝવાન બકાલાનો ધંધો કરે છે. તેણે ભાગી ગયેલો શખ્સ ભગવતીપરા જયમાડી હોટલ પાસે રહેતો સોયેબ ભાડુલા હોવાનું કહેતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:32 PM IST)










