News of Wednesday, 25th June 2025
હાઇકોર્ટ-રાજકોટ કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકીના સંદર્ભે રાજકોટની ફેમીલી કોર્ટમાં આજે ચેકીંગ કરાયું
બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમ દ્વારા નિરીક્ષણઃ કાંઇ વાંધાજનક મળ્યું નહિ

રાજકોટ, તા., ૨૫ : ગુજરાત હાઇકોર્ટ અને રાજકોટ કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકીના પગલે આજે સવારે ફેમીલી કોર્ટ બિલ્ડીંગમાં પણ ઉઘડતી અદાલતે ડોગ સ્કવોડ અને બોંબ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરાઇ હતી. જો કે કાંઇ વાંધાજનક નહી મળતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. તાજેતરમાં ગુજરાત સહીત ૧૧ રાજયોમાં જુદી જુદી જગ્યાઓને બોંબથી ઉડાવી દેવાની ઇ-મેઇલ ધમકી મળતા ગુજરાતભરની પોલીસ દ્વારા આ અંગે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઇકાલે પણ આવી ધમકી પગલે હાઇકોર્ટ અને રાજકોટ કોર્ટનું નિરીક્ષણ કરીને પોલીસે તપાસ કરી હતી. આજે ફેમીલી કોર્ટ બિલ્ડીંગ ખાતે પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરીને તપાસ કરવામાં આવેલ. પરંતુ કોઇ વાંધાજનક પદાર્થ કે એવી કોઇ વસ્તુઓ મળી આવી નહોતી.
(3:22 PM IST)










