તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
આર્યન વિજય નેહરા ફરી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયાઃ સીનીયર એકવેટીક ચેમ્પીયનશીપમાં ગોલ્ડ જીત્યો
ઓરીસ્સાના ભુવનેશ્વર ખાતે સ્વીમીંગની ૪૦૦ મી. ફ્રિ સ્ટાઈલમાં સુવર્ણ તથા ૧૫૦૦ મી.માં સીલ્વર મેડલ મેળવ્યો

રાજકોટ, તા.૨૫: ઓરીસ્સાના ભુવનેશ્વર સીનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયનશીપમાં ગુજરાતના આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યુ છે.
આર્યને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આર્યન નહેરાને તથા તેના કોચ કમલેશ નાણાવટીને રમત મંડળો વતી અભિનંદન પાઠવામાં આવ્યા હતા. ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે ચાલી રહેલ સીનિયર નેશનલ એક્વેટીક ચેમ્પિયનશીપમાં આજે ગુજરાતના આર્યન નહેરુએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગઇકાલે આર્યને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આર્યન નહેરાને તથા તેના કોચ કમલેશ નાણાવટીને ગુજરાતના રમત મંડળો વતી હાર્દિક અભિનંદન પાઠવાઈ રહ્યા છે.
(3:02 PM IST)










