<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

વિજયભાઈ રૂપાણીએ શરૂ કરેલ માનવતાલક્ષી સેવાઓ અવિરત ચાલુ

શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ તથા રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્‍ત ઉપક્રમેઃ નિઃશુલ્‍ક શ્રવણયંત્ર વિતરણ કેમ્‍પ તથા કાન-નાક-ગળાના રોગોનાં નિદાન કેમ્‍પ યોજાય ગયોઃ ૩૨૬ દર્દીઓએ આ કેમ્‍પનો લાભ લીધોઃ ૧૧૬ બહેરાશ ધરાવતા દર્દીઓને નિઃશુલ્‍ક શ્રવણયંત્ર આપવામાં આવેલ.

રાજકોટવાસીઓનું ધડકતું હૃદય, સંવેદનાનું સરનામું, માનવતાનો મહાસાગર એટલે આ ટ્રસ્‍ટના ચેરમેન સ્‍વ. શ્રી વિજયભાઈ રૂપાણી. તેમણે અનેકવિધ સેવાના પ્રકલ્‍પો આપી વટવળક્ષ બનાવ્‍યું છે. સેવાઓ સતત ચાલુ રહેવી જોઈએ તેવું સ્‍પષ્ટપણે માનનાર સ્‍વ. શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ-ભાવાંજલિ રૂપે પુજીત ટ્રસ્‍ટ તથા રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડ ટાઉનના સંયુક્‍ત ઉપક્રમે વિનામૂલ્‍યે શ્રવણ યંત્ર વિતરણ અને કાન-નાક-ગળાના નિદાનનો એક કેમ્‍પ ભાવનગર રોડ પર ય્‍પ્‍ઘ્‍ ઇસ્‍ટઝોનની ઓફિસ સામે આવેલ ટ્રસ્‍ટના ભવન ખાતે યોજાઈ ગયાનું ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

આ કેમ્‍પમાં ૩૨૬ દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૧૬ દર્દીઓને શ્રવણ યંત્ર આપવામાં આવેલ હતા. આ કેમ્‍પ ૧૫જૂનના રોજ યોજાયેલ હતો પરંતુ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી વિજયભાઈ રૂપાણીનું અકાળે દુઃખદ અવસાન થતા કેમ્‍પ મુલતવી રાખેલ. પરંતુ ટ્રસ્‍ટી શ્રીમતી અંજલિબેન રૂપાણીએ સજળ આંખે સેવાકીય પ્રવળત્તિ અવિરત ચાલુ રહેવી જોઈએ તેવો મક્કમ નિર્ણય લેવો અને એક અઠવાડિયા બાદ તા.૨૨જૂનના આ કેમ્‍પ યોજવામાં આવેલ. કેમ્‍પના પ્રારંભે વિજયભાઈ ને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરી તરત જ કેમ્‍પની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ કેમ્‍પમાં રાજકોટના નામાંકિત ડોક્‍ટરો સર્વશ્રી ડો. નિરવ મોદી, ડો. દર્શન ભટ્ટ, ડો. સેજલબેન ભટ્ટ, ડો. વૈભવ હાપલીયા, ડો. જુહી પરમાર વગેરેએ સેવાઓ આપી હતી. રોટરી મીડ ટાઉનરાજકોટ તરફથી ડો. નિરંજનભાઇ, ડો. વિભાકરભાઇ વચ્‍છરાજાની, ડો. અનિમેશભાઈ ધ્રુવ, ડો. ગૌરવીબેન ધ્રુવ, ડો.કેતનભાઇ ઠક્કર, સંઘવીભાઈ વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. કેમ્‍પમાં આવેલ દરિદ્ર નારાયણોએ ભીની આંખે વિજયભાઈને ભાવાંજલિ આપી હતી.

 કેમ્‍પની સફળતા માટે યશસ્‍વી બનાવવા ટ્રસ્‍ટી સર્વશ્રી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્‍બર્સ ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્‍યેશભાઈ અઘેરા, શૈલેષભાઈ લોટીયા ઉપરાંત ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કાર્યકર્તાઓ જયસુખભાઈ ડાભી, રાજુભાઈ શેઠ, કે. બી. ગજેરા, હરેશભાઈ ચાચીયા, કિશોરભાઈ ગમારા, ઉમેશભાઈ કુંડલીયા, રંજનબેન જેઠવા, પ્રફુલભાઈ સંઘાણી, જગદીશભાઈ પંડ્‍યા, મહેશભાઈ પરમાર, જીગ્નેશભાઈ રત્‍નોતર નીરદભાઈ ભટ્ટ, એન જી પરમાર, કિશોરભાઈ ગાંગાણી, રવજીભાઈ દવેરા, પ્રવીણભાઈ ખોખર તથા કર્મચારીઓ સાગરભાઇ પાટીલ, શીતલબા ઝાલા, ડો.લોનીબેન ડોડીયા, ડોન્‍સીબેન ડોબરીયા, ડો. જસ્‍મિતાબેન ચાવડા, ડો. ચિંતનભાઈ જોશી, ડો.સ્‍વાતિ, જાનકીબેન રામાણી, રાજુભાઈ ભટ્ટ, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, હેતલબેન પરમાર, દિશાબેન સાગઠીયા, વર્ષાબેન મકવાણા, પ્રવીણભાઈ, અનિલભાઈ ચાવડા, કાંતિભાઈ નિરંજની, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરેએ જહેમત ઉઠાવી કેમપને સફળ બનાવ્‍યો હતો. 

કેમ્‍પ અંગે વિશેષ માહિતી માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટનો શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ, કિલ્લોલ, ૧-મયુરનગર, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે

(2:12 PM IST)