<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

એક ખુબસુરત, યુવાન, ખારવણસ્ત્રી-સમુદ્ર અને તેની આખી જ્ઞાતિ સામે ખેપે ચઢેલી વાત છે કચ્‍છની સત્‍ય ઘટના આધારિત ગુજરાતી નાટક સમુદ્ર મંથનની

૪ જુલાઈ શુક્રવાર, રાત્રે ૯:૩૦ વાગ્‍યે, હેમુ ગઢવી હોલ ખાતેઃ ટિકિટ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો

રાજકોટઃ વાત છે ૧૯૪૦ના દાયકાની. એ જમાનામાં જયારે આખી દુનિયાના ખારવાઓ એવું માનતા કેસ્ત્રી સમુદ્રમાં નાવ પર હાજર હોય તો દરિયામાં અચૂક તોફાન આવે અથવા કૈક તો અશુભ થાય જ ને ત્‍યારે ખારવાઓ એટલા  ઝનુની  બની જતા કેસ્ત્રીને દરિયામાં પધરાવી દેતા ! એ જમાનામાં આપણાં  કચ્‍છ - માંડવીની એક ખારવણ  ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી માત્ર ભારત માં નહિ બલ્‍કે અનેક દેશો માં વ્‍યાપાર કરવા વહાણ દ્વારા જાય ને સફળ કેપ્‍ટન બને  એવી સત્‍ય હકીકત પર આધારિત કાલ્‍પનિક પ્રણય કથા ના રોમાન્‍ચ  વાળી વાર્તા એટલે -  વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ અને સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ પ્રસ્‍તુત  આગામી ગુજરાતી નાટક સમુદ્ર મંથન!

 વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ના દેવલ વોરા , રાજકોટ ના સાહિત્‍ય-રસિકો માટે કૈક નવું , કૈક અનોખું  લાવવા સતત પ્રયત્‍નશીલ રહે છે. તેઓ એ લાવેલું, સૌમ્‍ય જોશી આલેખિત - દિગ્‍દર્શિત નાટક ‘ઓહ વુમનિયા'ને રાજકોટ વાસીઓ એ ભાવપૂર્વક પ્રચંડ પ્રતિસાદ આપ્‍યો. નાટક પૂરું થયા પછી સૌ દર્શકો ની તાળીઓ એ  સાબિત કરી આપ્‍યું કે રાજકોટ ની કલાપ્રેમી જનતા માટે,  સારા અને  પ્રયોગશીલ નાટકો ને આવકારવાની ખુલ્લા હૃદયની ભાવના શિખર પર છે!  માટે જ રાજકોટના  કલાપ્રેમી રસિકો માટે એક સાવ અનોખો પ્રયોગ લઇને ફરી આવી રહ્યા છે.

અદિતિ દેસાઈ દિગ્‍દર્શિત , અને ય્‍થ્‍  દેવકી લિખિત સમુદ્ર મંથન નાટકના મુખ્‍ય કલાકારો -  અમદાવાદની સફળતમ  RJ દેવકી (RED FM, અમદાવાદ)  અને અભિનય બેંકર (૨૮ જેટલી ગુજરાતી ફિલ્‍મો અને સ્‍ટેજના સફળ કલાકાર) સાથે ૨૫ જેટલા કલાકારો, ડાન્‍સરો પણ છે. કલરીપયટ્ટુ જેવો અઘરો ભાતીગળ ડાન્‍સ પ્રકાર વણી  લેતું બે કલાકનું  આ  મ્‍યુઝિકલ નાટક, સ્‍ટેજ પર  ઉભી કરાતી  વિશાળ વહાણની રચના જેવા અદભુત સેટ , મધુર પ્રણય ગીતો, લાઇટ, સાઉન્‍ડ, ડાન્‍સ થકી સ્‍ટેજ પર જાણે  સમુદ્ર  લહેરાવશે. ગુજરાતી રંગભૂમિ ઇતિહાસમાં  સમુદ્ર - સફરની કથા પર આધારિત  અત્‍યંત જૂજ નાટકો માનું એક નાટકની સ્‍ક્રિપ્‍ટ RJ  દેવકી એ લખી છે. 

ગુજરાતનાં ખુબ જાણીતા અને માનીતા કવિ શ્રી તુષાર શુક્‍લ નોંધે છે કે આ નાટક જાણે આંખો સામે થી એક ફિલ્‍મ ચાલી જતી હોય તેવો અનુભવ કરાવે છે. નાટકમાં અદભુત સેટ, મેહુલ સુરતીનું ઓરિજિનલ મ્‍યુઝિક, પ્રણય ગીતો અને સુંદર નિરૂપણ, પ્રેક્ષકને એક અલગ જ વિશ્વમાં લઇ જાય છે!  એ નાટક અચૂક માણવા જેવું છે.  નાટકની વાર્તા એકસ્ત્રીના જ્ઞાન , હિમ્‍મત અને સમુદ્રમાં વર્ષો સુધી ખેડાણ કરવાની સત્‍ય ઘટનાની સાહસ ભરી વાતો લઇને આવે છે.  વળી નાટકમાં વિશાલ વહાણ ની રચના વાળો સેટ, અદભુત લાઈટિંગ અને પ્રણય મધુર ગીતો અને દ્રશ્‍યો છે. 

નાટકનો એક માત્ર પ્રયોગ ૪થી જુલાઈ, શુક્રવાર, રાત્રીના ૯:૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. નાટકની ટિકિટોના દર રૂ.૨૦૦થી લઇ રૂ.૭૫૦ સુધીના છે.  મનગમતી સીટ મેળવવા આજે જ સંપર્ક કરો  ૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશો. વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના આ પ્રયોગમાં તેમના સદાયના શુભ ચિંતક અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવાર અને સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સનો સહકાર સાંપડ્‍યો છે.  આ ઉપરાંત સમુદ્ર મંથન નાટક ના સપોર્ટર્સ તરીકે પ્રભુતોહ બાય પ્રભુ ગ્રુપ, અદાણી મસાલા, એમજેઆર જ્‍વેલ્‍સ - અક્ષર માર્ગ, સેલસ હોસ્‍પિટલ, સરાઝા હોટેલ અને આપણું રાજકોટનો પણ સહકાર સાંપડયો છે.

રાજકોટ વાસીઓ ને આ અદભુત નાટક ની ટિકિટ વહેલી તકે મેળવી લેવા અનુરોધ છે.

(2:10 PM IST)