તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
શહેરમાં કોરોના ઢીલો પડયોઃ ૪ કેસ
ન્યુ જાગનાથ, રવિરત્ન પાર્ક, સ્વસ્તીક હાઇલેન્ડ તથા અલ્કાપુરીમાં સંક્રમણઃ સાજા થયેલ દર્દીની સંખ્યા ૧૯૫ થઇ

રાજકોટ તા.રપઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા તંત્ર અને લોકો રાહતનો શ્વાસ લઇ રહયા છે. મનપાના આંકડા મુજબ ગઇકાલે ૩ મહિલા અને એક પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તમામની તબીયત સ્ટેબલ છે.
રાજકોટ શહેરમાં તા.૨૪ ના રોજ મનપાના ચોપડે કુલ-૪ કોવીડ-૧૯ પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગતમાં ૭૩ વર્ષીય સ્ત્રી ન્યુ જાગનાથ ર ડોઝ, ૬૨ વર્ષીય સ્ત્રી રવિ રત્ન પાર્ક ર ડોઝ, ૪૭ વર્ષીય પુરૂષ સ્વસ્તિક હાઇલેન્ડ ર ડોઝ તથા ૧૪ વર્ષીય સ્ત્રી અલ્કાપુરી મેઇન રોડ સંક્રમિત બન્યા છે. કોઇની પણ ટ્રાવેલીંગ હિસ્ટ્રી નથી.
શહેરમાં તા.૧૯મેથી આજરોજ સુધીમાં નોંધાયેલ કુલ કેસની સંખ્યા ૨૨૫ થઇ છે. જયારે કુલ સાજા થયેલ દર્દીઓ ૧૯૫ છે. ઉપરાંત હાલ કુલ સારવાર હેઠળ દર્દી ૩૦ છે. લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.(
(1:22 PM IST)










