તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા તથા ગંદકી કરનાર ૪૧ દુકાન ધારકો દંડાયાઃ ૧૧૪૦૦નો દંડ
સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં એક સાથે ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ

રાજકોટ, તા. ૨૩ : મનપાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા યુનિટો વિરુદ્ધ તેમજ ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનના તમામ વોર્ડમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરતા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી કરતા ૪૧ ને ઝડપી પાડીતેમની પાસેથી સ્થળ ઉપર રૂપિયા ૧૧,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ૨૦૨૧ અન્વયે તારીખ ૧૬ થી ૨૧જુન એમ કુલ ૦૬ દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૧૬ થી ૨૧જુન એમ કુલ ૦૬ દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૪૧ આસામીઓ પાસેથી રૂ. ૧૧૪૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરણ સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે્યા કટર/ સેનેટરી સબ ઇન્પેર્યાકટર દ્રારા કરવામાં આવેલ.(૬.૧૬)
(4:06 PM IST)










