<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પુત્ર સાર સંભાળ માટે પિતાની સંઘર્ષગાથા રજુ કરતી ફિલ્‍મ ‘ડેડા': ૪ જુલાઇથી સિનેમાઘરોમાં રીલીઝ

પતિથી પિતા સુધીની સફર ખુબ સરસ રીતે આલેખાઇ છે : ગૌરવ પાસવાલા : સરસ વિષયની સરસ માવજત એટલે ફિલ્‍મ ‘ડેડા' : મેહુલ બુચ : ષાી ગર્ભવતી બને ત્‍યારે પુરૂષની મનોસ્‍થિતિ કેવી હોય તે બાબત ચોટદાર રીતે રજુ થઇ છે : હેલી શાહ : મોટાભાગનું શુટીંગ સુરતમાં : ‘પાપા' સહીત ત્રણેક ગીતોની જમાવટ : અસરાની, સોનાલી લેલે દેસાઇ, હેતલ પુનિવાલા, પદ્મેશ પંડિત, કમોલ પંચાલનો પણ કાબીલેદાદ અભિનય

રાજકોટ તા. ૨૩ :  પુત્ર ઝંખના અને તેની સારસંભાળ સુધીની પિતાની મનોસ્‍થિતિ અને તેમની સંઘર્ષગાથાને વર્ણવતી ફિલ્‍મ ‘ડેડા' આગામી તા. ૪ જુલાઇના સિનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મમાં લીડ રોલ કરતા ગૌરવ પાસવાલાએ જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મમાં હું પિતા અખિલ પાઠકની ભુમિકામાં છુ. જે વ્‍યવસાયે રાઇટર છે. પુત્રના આગમનની ઘડી ગણાઇ રહી હોય ત્‍યારે તેમની ખેવના માટે પિતાની શું હાલત હોય છે તે દિશામાં પ્રકાશ પાડવા આ ફિલ્‍મમાં ખુબ સરસ પ્રયાસ થયો છે. રાઇટર કમ ડીરેકટર હેમા શુકલાએ આ પાત્રને એટલુ સરસ ક્રિએટ કર્યુ છે કે મારા અત્‍યાર સુધીના અભિનય ક્ષેત્રના અનુભવોમાં મને આ પાત્ર ખુબ સ્‍પર્શી ગયુ છે. પુરી ફિલ્‍મ ફેમીલી ટચ આપે છે. એક પતિથી માંડીને પિતા સુધીની સફર ફિલ્‍મમાં અલગ અંદાજથી રજુ થઇ છે.

ફિલ્‍મમાં ગર્ભવતી માતા  ખુશી પાઠકનો રોલ કરનાર હેલી શાહે જણાવ્‍યુ હતુ કે બાળકના જન્‍મ પૂર્વે એટલે કેસ્ત્રી ગર્ભ ધારણ કરે ત્‍યારથી માંડીને બાળકના જન્‍મ સુધી તેની ખુબ કાળજી લેવાતી હોય છે. પરંતુ ખુદ માતા બનનારસ્ત્રી પણ પોતાની જાતને સંભાળવા ખુબ પ્રયત્‍નશીલ બની જતી હોય છે. પરંતુ આવી પરિસ્‍થિતિમાં એક પિતાની હાલત શું હોય? તેની લાગણીઓ કેવી હોય? તેની મનોસ્‍થિતિ કેવી હોય તે તમામ વાતોને આ ફિલ્‍મમાં અફલાતુન રીતે વણી લેવામાં આવી છે. કઇક ડીફરન્‍ટ સ્‍ટોરી છે. તદન થ્રુઆઉટ સ્‍ટોરી છે.

આ તકે શેખર ગાંધીના પાત્રને ન્‍યાય આપતા મેહુલ બુચે જણાવ્‍યુ હતુ કે મે અનેક ફિલ્‍મો કરી છે. પણ ખરે ખર હેમા શુકલાજીએ જે ફિલ્‍મ બનાવી છે તે મને ખુબ સ્‍પર્શી ગઇ છે. ઇમોશ્‍નલ સબ્‍જેકટ તો લેવાયો જ છે સાથે હાસ્‍ય પણ છે અને ગંભીરતા પણ છે. સરસ વિષયની સરસ માવજત કરવામાં આવી છે. સાચો બાપ કેવી ચિંતા કરતો હોય તે રજુ થયુ છે. એટલુ જ નહીં ફિલ્‍મના રીલીઝ થયેલા પોસ્‍ટરોએ પણ લોકોને વિચારતા કરી દીધા છે. કેમ કે પોસ્‍ટરમાં ગર્ભવતીસ્ત્રી અને સાથે ચિંતાગ્રસ્‍ત પિતા દર્શાવવામાં આવ્‍યા છે.

ફિલ્‍મમાં એક ત્રણેક ગીતો છે. જેમાંનું ‘પાપા' ગીત ફાધર્સ ડેના રીલીઝ થતા જ ખુબ જ લોકપ્રિય થયુ છે. આ ઉપરાંત ‘જીંદગી' અને અન્‍ય મળી ત્રણેક ગીતો ફિલ્‍માવાય છે. બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝીક પણ લોકોના સ્‍પર્શી જાય તે રીતે મેઇન્‍ટેઇન કરાયુ છે. ર કલાક ર૦ મીનીટની અવધીમાં દર્શકો લાગણીથી રસતરબોળ બની જાય તે રીતે ખુબ સરસ ફિલ્‍મ બની હોવાનું તેઓએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા  ગૌરવ પાસવાલા, હેલી શાહ અને મેહુલ બુચ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:03 PM IST)