<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

NEETનાં પરિણામમાં છવાઇ જતી મોદી સ્‍કૂલ

૬૦૦ ઉપર માર્ક મેળવતા ૨ વિદ્યાર્થીઓ, ૫૦૦ ઉપર માર્ક મેળવતા ૭૧ વિદ્યાર્થીઓ તથા ૪૫૦ ઉપર માર્ક મેળવતા સૌરાષ્‍ટ્રભરમાં સૌથી વધુ ૧૬૩ વિદ્યાર્થીઓ

રાજકોટ, તા.૨૩: હાલમાં જાહેર થયેલ NEET UG ૨૦૨૫નાં પરિણામોમાં જેમાં સમગ્ર દેશનાં ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ તેમાં શાળામાં પ્રથમ સ્‍થાને રહેતા વેકરીયા હીરે ૬૨૨ માર્કસ મેળવીને AIR 22 (EWS) મેળવીને શાળા પરિવાર તથા માતા પિતાનું  ગૌરવ વધારેલ છે. વેકરીયા હિરે ધો. ૧૦ માં સેન્‍ટ પોલ સ્‍કૂલમાં અભ્‍યાસ કર્યો હતો તથા B ગ્રુપ સાથે મેડીકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાના હેતુથી તેઓએ ધો. ૧૧ સાયન્‍સમાં B ગ્રુપ સાથે પ્રવેશ મેળવીને શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. આ ઉપરાંત ૬૧૩ માર્ક્‍સ સાથે AIR ૪૩૧ (GEN) મેળવી વાસ્‍વી ગોંડલીયાએ શાળામાં દ્વીતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. વિસાવદરથી ખાસ પોતાની કારકીર્દી ઘડતર માટે ઈશ્વરીયા બોર્ડીગ સ્‍કૂલમાં B ગ્રુપ સાથે પ્રવેશ મેળવી તેઓએ આ જ્‍વલંત પરિણામ હાંસલ કરેલ છે.

ગુજરાતી માધ્‍યમમાં ૫૯૦ માર્ક્‍સ સાથે નમન સગપરીયા તથા યુતી વડાલીયાએ સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ગુજરાતી માધ્‍યમનાં ટોપર બન્‍યા છે. આ વખતનાં NEET ૨૦૨૫નાં કઠીન પેપરમાં પણ વિદ્યાર્થીઓએ ઉચ્‍ચત્તમ સ્‍કોર મેળવીને પોતાની મેડીકલ ક્ષેત્રની કારકીર્દી સુનિશ્‍ચિત કરેલ છે. આ ઉપરાંત શાળાનાં ૭૧ વિદ્યાર્થીઓ ૫૦૦ માર્કસ કે તેથી વધુ, ૧૬૩ વિદ્યાર્થીઓ ૪૫૦ માર્ક્‍સ કે તેથી વધુ તથા ૨૬૪ વિદ્યાર્થીઓ ૪૦૦ કે તેથી વધુ માર્ક્‍સ મેળવી NEET  ૨૦૨૫માં સોરાષ્‍ટ્રભરનુ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરેલ છે. વર્ષ ૨૦૨૫ માં MBBSમાં મોદી સ્‍કૂલનાં ૨૩૫ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલ જે રાજકોટની કોઇપણ શાળા/કોચીંગ કરતા વધુ છે. આ પરિણામ સમગ્ર સૌરાષ્‍ટ્રભરના  વાલી તથા વિદ્યાર્થીઓનાં મોદી સ્‍કૂલ પરનાં અતૂટ વિશ્‍વાસ તથા JEE, NEET જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં મોદી સ્‍કૂલની તજજ્ઞતાને આભારી છે.

NEETનાં આવા ઉજજ્‍વળ પરિણામો માટે વિદ્યાર્થીઓએ રશ્‍મીકાંત મોદી તથા હિતભાઇનું સચોટ માર્ગદર્શન, નિયમિત ચેપ્‍ટર ટેસ્‍ટ, હાફ સીલેબસ ટેસ્‍ટ, ફુલ સિલેબસ ટેસ્‍ટ (FST)નું પધ્‍ધતિસર આયોજન, મોદી સ્‍કૂલનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડ્‍યુલ તથા Continuous Counseling મોદી સ્‍કૂલીંગ સિસ્‍ટમને કારણે નેશનલ લેવલની પરીક્ષામાં ટોચનું સ્‍થાન મેળવેલ છે.

મોદી સ્‍કૂલનાં સંસ્‍થાપક આર.પી.મોદીએ આ સફળતા અંગે જણાવ્‍યું કે અમો ૩૭ વર્ષથી સૌરાટ્રનાં વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્‍ધતિ, ઘરનાં વાતાવરણ તથા તેઓનાં એજ્‍યુકેશન કલ્‍ચરને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શકય બને છે.

મોદી સ્‍કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્‍કૂલનાં સંસ્‍થાપક ડો.આર.પી. મોદી, પારસભાઇ મોદી, હીતભાઇ, ધવલભાઇએ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે.(૨૩.૧૮)રાજકોટ, તા.૨૩: ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ૧૭,૫૮૧ મતથી ભવ્‍ય જીત થઈ છે, જ્‍યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્‍દ્ર ચાવડાએ ૩૮,૯૦૪ મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્‍દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ ‘જય ગોપાલ'ના નારા લગાવ્‍યા હતા.

વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્‍વાદ ચખાડ્‍યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે.'

આ પેટા ચૂંટણીમાં આપને કુલ ૭૫૯૦૬ મત મળ્‍યા હતા, જ્‍યારે ભાજપને ૫૮૩૨૫ અને કોંગ્રેસને ૫૪૯૧ મત મળ્‍યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકયો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્‍દ્ર ચાવડાનો ૩૮,૯૦૪ મતોની લીડ સાથે ભવ્‍ય વિજય થયો છે. ભાજપને ૯૮,૮૩૬ મત મળ્‍યા છે, જ્‍યારે કોંગ્રેસને ૫૯,૯૩૨ અને આપને ૩,૦૭૭ વોટ મળ્‍યા છે. કડી ભાજપની જીત જ મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્‍યાપી જવા પામી છે.

આ અંગે વધુ વાત કરતા ઈટાલિયાએ કહ્યું કે, ‘મેં કારખાને કારખાને જઇને એ લોઢાની ભેગા હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્‍નકલાકારોના આત્‍મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પે્રમ આપ્‍યો, આર્શીવાદ આપ્‍યા, આશ્વાસન આપ્‍યું, મત આપ્‍યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્રભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્‍વીકારું છું.(૨૩.૨૫)આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી : ગોપાલ ઇટાલીયા

ગામડે - ગામડે દિકરીઓના કુમળા હાથે લીધેલા ‘દુખણા'નો વિજય થયોરાજકોટ, તા.૨૩: ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ૧૭,૫૮૧ મતથી ભવ્‍ય જીત થઈ છે, જ્‍યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્‍દ્ર ચાવડાએ ૩૮,૯૦૪ મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્‍દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ ‘જય ગોપાલ'ના નારા લગાવ્‍યા હતા.

વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્‍વાદ ચખાડ્‍યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે.'

આ પેટા ચૂંટણીમાં આપને કુલ ૭૫૯૦૬ મત મળ્‍યા હતા, જ્‍યારે ભાજપને ૫૮૩૨૫ અને કોંગ્રેસને ૫૪૯૧ મત મળ્‍યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકયો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્‍દ્ર ચાવડાનો ૩૮,૯૦૪ મતોની લીડ સાથે ભવ્‍ય વિજય થયો છે. ભાજપને ૯૮,૮૩૬ મત મળ્‍યા છે, જ્‍યારે કોંગ્રેસને ૫૯,૯૩૨ અને આપને ૩,૦૭૭ વોટ મળ્‍યા છે. કડી ભાજપની જીત જ મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્‍યાપી જવા પામી છે.

આ અંગે વધુ વાત કરતા ઈટાલિયાએ કહ્યું કે, ‘મેં કારખાને કારખાને જઇને એ લોઢાની ભેગા હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્‍નકલાકારોના આત્‍મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પે્રમ આપ્‍યો, આર્શીવાદ આપ્‍યા, આશ્વાસન આપ્‍યું, મત આપ્‍યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્રભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્‍વીકારું છું

(4:13 PM IST)