તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
શહેરમાં કમળાનો કહેર, પ કેસઃ ટાઇફોઇડ- ડેન્ગ્યુના ૧-૧ દર્દી
છેલ્લા સપ્તાહમાં સીઝનલ રોગચાળાનો ભરડો : ઝાડા-ઉલ્ટી-તાવના ૧૮૨૦ દર્દીઃ ૫૦,૭૫૩ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ ૨૯૯ને નોટીસ

રાજકોટ, તા.૨૩: શહેરમાં શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૮૨૦થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્છરજન્ય રોગના ૧ કેસ નોંધાયો છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૬ જુન થી ૨૨ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાનો એક કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૧ કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૧૮૨૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૦૩ તેમજ સામાન્ય તાવના ૮૯૧ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૨૦ કુલ ૧૮૨૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૮,૦૯૬ તેમજ સામાન્ય તાવના ૧૭,૮૭૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૪૫૯૪ તથા ટાઇફોડનો ૫૩ તેમજ કમળાના ૭૦ તથા મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૨૯૯ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૫૦,૭૫૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૯૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૬૫ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૯૯ લોકોને નોટીસ પાઠવી હતી.(૨.૧૯)
(3:11 PM IST)










