તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
વિજયભાઇ રૂપાણી સંગીતમાં ગજબની આંતરસૂઝ ધરાવતા હતા
*ઘણા કાર્યક્રમોની સ્ક્રિપ્ટ પોતે જાતે તૈયાર કરતા* દેશભકિત અને શૌર્ય ગીતો તેમની પ્રથમ પસંદગી રહેતી* દરેક કલાકારોને પ્રોત્સાહન મળે તેની પુરી દરકાર લેતા* જરૂરીયાત મંદ કલાકારોની કલાને જીવંત રાખવા સરકારી ભથ્થુ ચાલુ કરાવેલજ્જ કલાના પારખુ વિજયભાઇને કલા જગતની હૃદયાજંલી

રાજકોટઃ વિજયભાઇ રૂપાણી પરિવાર સાથે અમારે સ્નેહનો નાતો નાનપણથી રહ્યો છે. ધર્મેન્દ્ર કોલેજમાં lowમાં સાથે અભ્યાસ કરતો હું અભયભાઇ ભારદ્વાજ વિજયભાઇ રૂપાણી અને દિલીપભાઇ સંઘાણી ૧૯૭૪-૭૫-૭૬ના દિવસો હજુ યાદ છે. કોલેજની મ્યુઝીકલ મોનીઁગ હું-કિરિટ વ્યાસ-માર્સ ઓરૂ મ્યુઝીક ઓરકેસ્ટ્રા- વિજયભાઇ કોલેજના F.S તેમના કંઠે‘‘ મેરા રંગદે બસંત ચોલા'' અને તેમના રમવાના જૂસ્સાથીજ તેમનો દેશપ્રેમ-સંઘની શિસ્તતા અને અમારી મહેમાન ગતીથી તેમના કુંટુંબના સંસ્કારનું તેજ જોવા મળ્યું હતું.
શાળાનં-૨૦ અને પછી શેઠ હાઇસ્કૂલમાં ભણવાનું ભકિતનગર સોસાયટી ૫ નંબરમાં અમારા ‘‘શિવકૃપા'' બંગલાથી શાખાનું અંતર ૧ મીનિટ ભકિતનગર સર્કલ પાસે ધિરુભાઇ ધામેલીયા શાખાના પ્રતિનીધિ નીચે મેં પણ R.S.Sનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. ત્યાં પણ ચિમનભાઇ શુકલ, કેશુભાઇ પટેલ, અરવિંદભાઇ માણીયાર, પ્રવિણ કાકા મણીયાર સાથે વિજયભાઇ પણ નાની ઉંમરે અવારનવાર મુલાકાત લેતા.
શેઠ હાઇસ્કૂલમાં ૧૨ પુરૂ કરી માળવિયા કોલેજનાં કોલેજનું શિક્ષણ સુધી શાખામાં આવવા જવાનું થતું સ્કૂલમાં ક્રિકેટ ટીમમાં અને માલવીયા કોલેજમાં ૪ વર્ષમાં બે વર્ષ ક્રિકેટને શોખ કરી સંગીત વિશારદ પૂર્ણ થતા કોલેજમાં b.comની પદવી પછી મુંખ્યમંત્રી- ધર્મેન્દ્રકોલેજમાં પ્રવેશ લઇ અને વિજયભાઇનો સંપર્ક અવારનવાર રહેતો. વિજયભાઇના સંઘના સંસ્કારો અને મિત્રતાની લાગણી મુજબ કોલેજની જૂથ બંધીને કારણે ખંભે હાથ રાખીને કહેતા ‘‘મૂજાવવાનું નહિં કાંઇ કામ હોય તો કહેવાનું... ધર્મેન્દ્ર કોલેજના ભણતર દરમ્યાન મારા જેવા અનેક મિત્રોનું ખૂબ જ ધ્યાન રાખતા. તેમની સંગીતની અંતસૂજ-સર્જન જનસંઘ અને ભાજપની સેવા યાત્રામાં નાના મોટા અનેક પદ પર જવાબદારી રાજકોટ કોર્પોરેશનના સ્ટે. ચેરમેન, મેયર, રાજયસભાના સદસ્ય રાજયના મંત્રી દરેશ તેમના જીવનના તબકકામાં કલાકારોના હિતમાં વિજયભાઇએ અનેક જલસાઓમાં હોશભર આમંત્રજ્ઞ સ્વીકારી અમુક કલા સંસ્થાઓને જરૂરી મદદ કરવી. રાજકોટ હેમુગઢવી હોલ,, ચિમનભાઇ શુકલ બ્રિજ-હોલ-અભય ભારદ્વાજ જેવા સેવાભાવી વરીષ્ઠોને હમેંશા અગ્રનામકરણ કરાવી ન્યાય માન આપ્યો છે.
તેમના કહેવાથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુ.ના મુખ્યમંત્રી હતા તેમની સદભાવના મિશનમાં સ્ટેજની સંગીતની જવાબદારીમાં ભરતભાઇ પંડયાની આગેવાની હેઠળ સ્ટેજ કાર્યક્રમોની જવાબદારી મને મળી અને મેં મારા સંગીતકારના અનુભવોગી દરેક જીલ્લાના સ્ટેજ પર કલાકારોની પસંદગી પ્રસ્તુતી કરી બેખબર નિભાવી અને તેઓ મંત્રી બન્યા આનંદીબેનના મુખ્યમંત્રી ગુ.રા સંગીતનાટય એકાદમીમાં વાઇસ ચેરમેનના પદ માટે પસંદગી થઇ. તે સમય દરમ્યાન સમયકાળે વિજયભાઇ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળ્યું. શ્રી નરેન્દ્રભાઇએ વડાપ્રધાન પદ સંભાળ્યું અને તેમનો પ્રથમ ગુજરાતનો કાર્યક્રમ રાજકોટ પડધરી ખાતે હતો. મારી પણ કાર્યક્રમની જવાબદારી એક મોટી પરીક્ષા સમાન હતી. મને મુખ્યમંત્રીએ ઓફિસમાં બોલાવી આ કાર્યક્રમ ઉત્કૃષ્ટ બનાવવા માટે તૈયારી કરવા કહ્યું. બીજે દિવસે તૈયારી કરીને ફાઇલમાં પેપર વર્ક કરી કહ્યું-‘‘કેલાસ ખેર''- અનુરાધાપૌંડવાલને બોલાવીયે મારી સામુ જોઇને હસ્યા- કહ્યું પંકજભાઇ આપણી જનતા નરેન્દ્રભાઇને સાંભળવા આવવાની છે, આપણા સાચા હિરો તેજ છે આમાં આ કોઇ મોટા કલાકારોની કોઇજ જરૂર નથી. આપણા રાજકોટના લોકપ્રિય કલાકારોને તક આપવી જોઇએ. તમે સરસ ઓરકેસ્ટ્રા સાથે આપણા ઓસમાણ મીર, ધિરૂ સરવૈયા, સાંઇરામ રાજકોટના અન્ય કલાકારોને આમંત્રણ આપી સરસ સ્ક્રીપ્ટ તૈયાર કરો પૂર્ણ સ્ક્રીપ્ટ તેમણે જોઇ અને દેશભકિતના હૃદયસ્પર્શી ગીતો તેમજ મેઘાણીજીના શૌર્યગીતો તેમની પ્રથમ પસંદગી હતી. ‘‘સંગીત પ્રત્યેની અંતઃ શૂમ'' -લોક સંગીત ્રતયે તેમને સમજદારી અને કાર્યક્રમની જગ્યાનો માહોલ... તે જગ્યાનું મહાત્મ્ય તેમજ તે જગ્યાના શ્રોતાઓની સંગીત પ્રત્યે રૂચી સમજણ જેવી બાબત ઓળખવાની તેમનામાં અભૂતપૂર્વ ઇશ્વરી દેન હતી. મારા પાંચ વર્ષના વા.ચેરમેન અને ચેરમેનના સમય ગાળામાં રૂપાણી સાહેબની સંગીત પ્રત્યેની રૂચી અને સમજણ અંતર સૂઝ અભૂતપૂર્વ જોવા મળી.
મોઢેરા નૃત્ય મહોત્સવ ફેસ્ટીવલ કે પછી ૨૬ જાન્યુઆરી, ૧મે ગુજરાત સ્થાપના દિવસ ૧૫ ઓગસ્ટ, ગર્વરનરના જીલ્લા વાઇઝ હોમ કાર્યક્રમો વડનગર ખાતે તાનારીટી સંગીત મહોત્સવ, પંડીત ઓમકારનાથ સંગીત મહોત્સવ હોય કે સોમનાથ મંદિર મહોત્સવ કે પાટણ-રાણકીવાવ કે ગાંધીનગરનો સવંત ઉત્સવ કે આજકી શામ શહિદો કે નામના કાર્યક્રમોમાં મોઢેરા ફેસ્ટીવલ.
અનેક અભૂતપૂર્વ કાર્યક્રમોમાં મને સીએમ વિજયભાઇએ તેમની ખુબ જ વ્યવસ્થતા વચ્ચે સમય ફાળવી દરેક વખતે કાર્યક્રમની અનુક્રમણીય અને જરૂરી કલાકારો, ગીતોની પસંદગીમાં હૃદયથી મદદ કરી જે સમય દરમ્યાન ગુજરાતમાં વડાપ્રધાન કાર્યક્રમોના અનેક આયોજનોમાં અંગત રસ લઇને સર્વશ્રેષ્ઠ સક્રિય બનાવવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. જે ખૂબ જ સફળ કાર્યક્રમોમાં નોંધ લેવાઇ છતા પોતે તેમજ કહેતા ‘‘કલાકારોની મહેનતે આજે રંગ રાખ્યો '' હમેંશા કલાકારોને હૃદયમાં ઉચ્ચ સ્થાને રાખ્યા અને પૂર્ણમાન-સન્માન સાથે હૃદયથી કલાકારોનાં આભારી રહેતાને સમય દરમ્યાન ગુજરાતમાં કાર્યક્રમોમાં શ્રોતાઓએ રાણકીવાવ-હરીરતનજી-શ્રેયાગોસાલ વડનગરખાતે પંડીત જસરાજજી અનુરાધા પૌંડવાલ, સાધના સરગમજી આશા ભોંસલેજીઃ- કવિતા ઉકનમંતી પરિવાર, પંડીત જસરાજજી, અજયચક્રવર્તી, સુરેશ વાડકટજી, અનુપ જલોટાજી, શંકરમહાદેવજી સેવા અનેક રાષ્ટ્રીય કલાકારોને મોદીજીના ગુજરાતની ઝલક બતાવી પદમી શાહબુદીન રાઠોડ, દિવાળીબેન ભીલ માયાભાઇ આહિર, બિહારી હેમુ ગઢવી, અરવિંદ બારોટ, પુશ્કળ દવે, સાંઇરામ દવે, દમયંતિ બરડાઇ, હેમંત ચૌહાણ તેમજ સાંસ્કૃતિ ડાયરાઓમાં હંમેંશા શ્રી ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી ઓસમાણ મીર, ગીતાબેન રબારી, કિંજલબેન દવે જેવા ગુજરાતના નામી કલાકારોને માન સન્માન સાથે અભીવાદન કરી દરેક કાર્યક્રમોમાં પુર્ણ હાજર રહી પ્રોત્સાહન આપ્યું છે.
* વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને તેમના મોટાભાઇ સોમાભાઇ મોદીની એવી ઇચ્છા હતી કે વડનગરમાં એક નાની સંગીતની સ્કૂલ બને- મારા ચેરમેન કાળ દરશ્મ્યાન તાનારીરી કાર્યક્રમ પછી સોમાભાઇ મોદીએ આ ઇચ્છા મને કહી મે રૂપાણીજીને ત્યાંજ વાત કરી બીજે દિવસે ગાંધીનગર બોલાવ્યો બધી જ માહિતી જણાવી મને ૧ અઠવાડીયુ વડનગરમાં આ અંગે, જગ્યા, માહોલ, અને અન્ય શકયતાઓ તપાસી મહેસાણાના કલેકટરશ્રી પટેલને રબરૂ ફોન કરી આ અંગે તાકીદ કરી. મે પણ પાટણ યુનીવર્સિટીના એફીલેશન દ્વારા અને જરૂરી સોમાભાઇ મોદીની મદદથી ૧ વએક જવર્ષમાં ર૦ર૦ માં ‘‘તાનારીરી પરફોર્મન્સક આર્ટ સંગીત કોલેજ '' ર૭ રૂમ ના તૈયાર બિલ્ડીંગ-હોલ- સાથે તૈયાર થઇ ગઇ, બીજા જ વર્ષે વિજયભાઇ રૂપાણીએ હોંશભર ઉદઘાટન કરેલ. આજે તે કોલેજ સરકાર દ્વારા સંચાલીત છે. દરેક કોર્ષ માં સરકારનું સર્ટીફીકેટ મળે છે. વિશારદ,માસ્ટર ડીગ્રી કરવા સરકારત્તર ....હોસ્ટેલની પણ વ્યવસ્થા છે. નરેન્દ્ર મોદીએ સ્કુલનું કહેલું પણ વિજયભાઇ રૂપાણીએ ખુબજ ઓછછા સમયમાં કોલેજ તૈયાર કરાવી અને અભ્યાસ ક્રમ ચાલુ કરાવેલો
મારી સંગીતમય કારકીર્દીમાં આવા અણમોલ સંગીતમય વ્યકિત સાથે ઘણો સમય મળ્યો એ ભગવાન મહાદેવજીના આશિર્વાદ માનું છું.
દરેક ચૂંટણી વખતે મારી જવાબદારીમાં ભા.જ.પા અને ઉમેદારોના પ્રચાર-પ્રસાર નો સ્ક્રીપ્ટ અને તેમની ઉપર ગીતો બનાવવાની હતી દરેક ગીતો અને શબ્દોની રચના હું મિત્રતાના સંગે વિજયભાઇને સંભળાવતો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે પણ મે અનેક ગીતોની રચના કરી હતી. તેમનું એક જ સલાહ -સૂચન રહેતું ‘‘કોઇની લીટી કાપી આપણે આગળ વધવું નથી આપણા કાર્યોની લીટી લાંબી થવી જોઇએ. કોઇપણ ગીતોમાં કોઇપણ અન્ય પક્ષોની ટીકા-ટીપ્પણ ના સખતવિરોધી હતા. ખામીઓ નહી તમારી ખૂબીઓ બતાવો.
ઘણા જ નાના નાના પ્રસંગો છે જેમા વિજયભાઇ રૂપાણીએ અનેક પ્રસંગો, કાર્યક્રમો આગવી સુઝ સમજદારીથી ઉજાળ્યા છે. - જયહો.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ઓફિસના દરેક કલાકારોને કોઇ પણ અંગત મુંજવણ કે કુંટુંબીક કામમાં ખૂબ જ મદદરૂપ રહી અને કલાકારો માટે કલાકાર મિત્ર રહી અને સાથવારે ઉભા રહ્યા છે. અનેક દેશભકિતના કાર્યક્રમો સ્ટેજ પર આવીને તે માહોલ ગાઇને માહોલને સંગીતમય બનાવી દેતા.
મારી દ્રષ્ટિીએ સાહિત્ય કલાપ્રેમી-શ્રી અટલ બિહારી બાજપાઇજી તેજ માર્ગ પર સાહિત્ય સંગીત કલાપ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેજ પથ પર સંગીત પ્રત્યે સૂઝ-સમજદારી-લાગણી-સમર્પણ વિજયભાઇ રૂપાણીનું અતુટ રહ્યું છે. દરેક સરકારી આયોજનોમાં સંગીતમય તાર કયાંય પણ ન તૂટે અને માહોલ અતુટ રહે. સંગીતના તારોની મહેક-રણમણ અને સુંગધ તેમણે જાળવી રાખી છે.
મેઘાણીજીનો ૭૫ વર્ષની ેઉજવણી ગાંધીદ્વાર હોલ ખાતે કાર્યક્રમમાં પદવી ભીખુદાન, કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર, અભીતા પટેલ કલાકારો વચ્ચે, મેઘાણીજીના પ્રસિધ્ધ લોકગીતોની રમઝટ વચ્ચે, પ્રવચનમાં એટલું જ કહ્યું મેઘાણીજીના દરેક ગીતો આપણા જીવનનો શૌર્યરસ, કરૂણરસ, પ્રેમરસ, ,ભકિતરસ, શૃંગારરસ, પ્રગટ થાય છે. બધા જ શ્રેષ્ઠ ગાયકો છો. તમારા દરેક કાર્યક્રમમાં મેઘાણીજીના ગીતોનો ગાયકી દ્વારા ભાવ પ્રગટ કરો અને તેમે અવિરત અંજલી આપો.તેમનો મેઘાણીજીનો પૌત્ર પિનાકી મેણાઘીને ચોટીલા, ધંધુકા ખાતે મેઘાણીજીની લાયબ્રેરી, તેમનું સ્ટેચ્યુ બનાવી મૂકવામાં અને મેઘાણીજીના કાર્યક્રમોની સાંસ્કૃતિક ધરોહર ચાલતી રહે તે માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
ગાંધીઆશ્રમ અમદાવાદ ખાતે અનુરાધા પૌંડવાલના ગાંધીજીના લોકપ્રિય ગીતોનો-કાર્યક્રમ વચ્ચે ‘‘વૈષ્ણવજન તો તેને રે કહીએ'' ભજન ગાંધીજીને શા માટે પ્રિય હતું તેમનું તેમણે શબ્દસહિત અભૂતપૂર્વ વર્ણન કરેલ. દરેક માણસે આ ભજન પોતાન જીવનમાં ઉતારી અને પાલન કરવાથી દુઃખસહિત પૂર્તા ભકિતમય જીવન-સંસારસાગરને આનંદથી પાર કરાવી દે છે-તે દરમ્યાન તેમણે અનુરાધા પૌંડવાલજીને મહાત્માગાંધીજીના અન્ય લોકપ્રિય ભજનોની સમજણ આપી હતી. જેમનું રાજકોટ ખાતે ગાંધી-મ્યુઝીકલ (આલ્ફ્રેડ સ્કૂલ) બનાવવામાં શ્રેષ્ઠ યોગદાન રહ્યું ત્યાંની રેકોર્ડેડ સંગીતમય રચનાઓ તેમના કૌશલ્યને આભારી છે.
મારા ચેરમેન કાળ દરમ્યાન અવાર નવાર સુચન કરતા કે આપણી લોક ગાયકની સંસ્કૃતિને જાળવવા નવા કલાકારો ને પ્રોત્સાહિત કરવાના તેમને જરૂરી કાર્યક્રમો આપવા અને પ્રેરણા આપવી છેવાડાના કલાકારોની યાદી કરી તેમને કામઆપવું તેમની આ પ્રેરણા દરમ્યાન અમે ‘‘લોક ગાયક ગુજરાત'' જેવી ........ પર સીરીયલ શરૂ રી મારી આગવી સુઝ થી કાર્યક્રમની ડીઝાઇન તૈયાર કરી ..... ઉપર તેના ઓપીસોડ શરૂથયા. જેની નોંધ ગુજરાત/ભારત અને સમગ્ર વિશ્વએલીધી. જેમાંથી ગુજરાતને બિરજૂ બારોટ, ઉમેશ બારોટ, આદિત્ય ગઢવી, અભિષા પટેલ, નારણ ઠાકર, કિર્તીદાન ગઢવી જેવા નામાંકિત કલાકારો ગુજરાતને મળ્યા છે.
તેમની જન્મજાત સંગીતની રૂભચીએ તેમને ‘‘પૂજીત રૂપાણી સ્કુલમાં ‘‘પુજીત રૂપાણી સંગીત સ્કુલ''બનાવવાની તેમની કલારૂપી સેવાના પ્રદાન અને ખૂબજ નિઃશુલ્ક રીતે નાના કે ગરીબ કલાકારોને સંગીત ભણાવવાની પ્રેરણા અને કાગળ વિણતા ગરીબ વિદ્યાર્થીઓને ભણતર અને ગણતરની દીક્ષા આપી આજે દેશ -વિદેશોમાં ડોકટર, વકીલ અને સફળ બીઝનેશમેન તરીકે નમના અપાવી છે. -'' અને જીવ-દયા પ્રત્યે તે ખુબજ સંવેદનશિલ રહયા. મારા મા.સા. ગુરૂ પૂ. લાલબાપુ (ગઘેથડ-ગાયત્રી આશ્રમ) એ ત્યાં વેણુ નદી પર માછલા પકડતા માછીમારોને તે હત્યા બંધ કરાવવા વિજયભાઇ રૂપાણી એ વિનંતી કરી વિજયભાઇ તાત્કાલીક આ હિંસા બંધ કરાવી. વેણુ ડેમના જળને પવિત્ર કરાવ્યું. તેમના જીવ-દયાના સંસ્કારોથી દરરેક કોમના સમુદાયોને અવાર નવાર પ્રેરણા રૂપ મદદ દ્વારા તેમના જીવનને ઉજાળ્યું છે.
વિજયભાઇ તેમજ ધર્મપત્ની અંજલીબેન પણ એટલા જ સંગીત પ્રેમી છે. મને યાદ છે હમણા જ તેમના દિકરા વૃષભભાઇના લગ્ન પ્રસંગે તેમની ઇચ્છા કોઇ સ્ટાર કે ગ્લોર નહી પણ ફકત આપણા જૂના ગીતો, પ્રેરણાદાયી ગીતો ખાસ તેમને હેમંતકુમાર (પાશ્વગાયક) નો અવાજ બહુ ગમતો તે પોતે પણ તે ગીતો ગણગણતા સરસ ગીતોની સ્ક્રીપ્ટ બનાવી અને તેમના સંગીતમય અંગત મિત્રોના સથવારે તેમણે પોતાના અલગ અદાજમાં રૂચી મુજબ લગ્નનો કાર્યક્રમ માણ્યો નીચે બેસીને પણ દરેરેક તેમના રૂચી ગીતો પર સાથે સાથ પુરાવી કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું. અવાર નવાર અંગત મિત્રોની સાથે અને કુટુંબના સંગીત પ્રેમી સભ્યો અને સાથવારે અંજલીબેન પણ બે ગ્રુપ બનાવી ખુબજ ઉત્સાહથી જુના ગીતો-નવા ગીતોની રસલહાણી સાથે અંતકડી સ્પર્ધા પણ તેટલા જ ઉત્સાહથી સાથે વૃષભભાઇનું તબલા વાદન તે અભૂતપૂર્વ મહાલમાં સવાર કયારે પડતી તે ખબર જ ના પડે. મારી સમજદારી પ્રમાણે તેમને જુના હિન્દી -ગુજરાતી અને દેશ ભકિતના લગભગ ર થી રપ૦૦ ગીતો લગભગ અંશે - કંઠસ્થ હતા અમારા .... ખાસમાં દિલોજાન અભયભાઇ ભારદ્વાજ જયોતિન મામા વ્યાસ ભાઇની હાજરી અચૂક રહેશે.
મારી ચેરમેનની જવાબદારી દરમ્યાન ગવર્નરશ્રી ના હોમ કાર્યક્રમોમાં વિજયભાઇ રૂપાણી પોતે જ કાર્યક્રમની અને ગીતોના સ્ક્રીપ્ટની તૈયારી કરી અમોને સોપતા અને મીનીટ ટુ મીનીટની તકેદારી રાખવાનું અધિકારીઓને સુચના આપતા અને બને ત્યાં સુધી પ્રોગ્રામના સ્થળ, ગામ જીલ્લાના લોકલ કલાકારોને નાના કલાકારોને તક મળે તેવું સ્પષ્ટ સુચન કરતા.
* તાનારીરીના મહોત્સવમાં ર૦૧૭ થી ર૦ર૧ ના તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન તબલા, કલ્પુટ, ભુંગળ, કલાસીકલ નૃત્યો હારમોનીયમ- વાદકોનાં, કલાકારોના સમૂહ દ્વારા અને ૩ વખત ગીનીઝબુક વર્ડ રેકોર્ડ તેમની હાજરીમાં સંપન્ન થયા હતા.
* તુરીબારોટનું રાવણા હથ્થા વાદકોના કુટુંબોને વાર્ષિક સરકારી ભથ્થા(સબસીડી) માટે તેમજ ભુંગળ વાદકોની ગરબ રેખાની નીચે જવતા કુટુંબોને વાર્ષિક સરકાર તરફથી ભથ્થુ અપાવી ગરીબ કલાકારોને ખુબજ પ્રોત્સાાહન આપ્યું. (૩૮.૨)
પંડીત જશરાજજીના કાર્યક્રમમાં એક માઇક ધીમું હતું, કોઇને ખબર ન પડી પણ વિજયભાઇ જાણી ગયા અને બેલેન્સ કરાવ્યુ
મુખ્યમંત્રી બન્યા પછી વિજયભાઇ રૂપાણી જૂનાગઢ ખાતે જૂનાગઢ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી સં.ના. એકાદમી દ્વારા કલાકારોની પ્રસ્તુતિ હતી બીજે જ દિવસે વડનગર ખાતે મુખ્યમંત્રી મહોત્સવ હતો-રાષ્ટ્રીય કલાકારો- પંડીત જસરાજજી, વિશ્વ મોહન ભટ્ટ અને મા.મંજુબેન મહેતા જેવા દિગ્ગજ કલાકારોની પ્રસ્તીતી હતી.
કાર્યક્રમ શરૂ થયો ૧૦મીનીટ પછી મને બોલાવ્યો તેમની પાછળ સીટ પર બેસવા ઇશારો કર્યો મને કહ્યું-પંડીતજી સાથે ત્રણ બીજા કલકારો કોરસમાં ગાય છે. પણ પંડીતજીનું માઇક બરોબર નથી અને થોડુ ધીમુ છે તે મુખ્ય કલાકાર છે તે યોગ્ય કરવું પડશે. મેં જોયું કે સાહેબનું પ્રીડીકશન પરફેકટ હતું તરત જ સાઉન્ડ સીસ્ટમ ઓપરેટરને કહી તેમનું અવાજનું બેલેસીંગ કરાવ્યું અવાજનું વોલ્યુમ એડજેસ્ટ કરતા કરતાં તેમની સામે જોતો રહ્યો-વોલ્યુમ ઓકે થયું કે તરતજ હાથથી અંગુઠો બતાવી સ્મિત કર્યુ અને તેમણે આખો કાર્યક્રમ સરસ માણ્યો મંડીત જસરાજજીએ આભારવિધીમાં કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પોતાની સમજદારીથી મારા કાર્યક્રમને ઉજળો કર્યો છે. નીચે ઉતરીને આભાર માન્યો.
વિજયભાઇએ સૂચવેલ જગ્યાએ અનુરાધા પૌંડવાલે દર્શન કર્યા અને તબીયતમાં ચમત્કારીક સુધારો થયો
* તાનારીરી કાર્યક્રમમાં ર૦૧૮-૧૯ માં રાજકોટ પિયુબેન સરખેલ, મંજુબેન મહેતા, અનુરાધા પૌંડવાલ જેવા સંગીતના સાધકોને આ એવોર્ડ અર્પણ કર્યો જે કાર્યક્રમમાં અનુરાધાથી વડનગર સાંજે આપ્યો ત્યારે તેમની તબીયત ખરાબ હતી, એવોર્ડ પણ માંડ સ્વિકારી શકે તેવી પોઝીશન હતી. પણ તેમણે કહયું કે તે પ્રોગ્રામમાં પરફોર્મન્સ નહી કરી શકે. વિજયભાઇએ તરત ધ્યાન દોર્યુ તમે અહિયા આવ્યા છો પણ હાટકેશ્વર દાદાના દર્શન કર્યા ? તેમજ દેવી સ્વરૂપ તાનારીરી (બહેનો) ની સમાધીના દર્શન કર્યા ?....હજુ કાર્યક્રમને ૧ કલાકની વાર છે - તમે આ પુજન કરી લ્યો પછી તમને ગાવામાં કોઇ રોકી નહી કે અનુરાધાજી એ હાટકેશ્વર દાદાના દર્શન કરી તાનારીરી માતાજીની સમાધી પર અગબતી કરી પ્રાર્થના કરી ચમત્કાર એ થયો કે પ્રોગ્રામ શરૂ થયો અને અનુરાધાજીએ સળંગ બે કલાક સતત પરફોમન્સ કરી તાળીઓના ગડગડાટને ઝીલ્યો ......... વચ્ચે - ધાર્મિક અને ખુબજ આસ્થા... અને શ્રધ્ધામય જીવનનો આ અમુલ્ય દાખલો છે.
સંગીત-શબ્દમાં શ્રધ્ધાંજલી
સંત- જીવન જીવ્યા
ગીત- મય જીવન જીવ્યા
સંગી-સંગી (અજલીબેન) ના સથવારે જીવ્યા
સંકલનઃ
પંકજભાઇ ભટ્ટ
સંગીત નાટય એકેડેમી
ગુજરાત રાજયના પૂર્વ ચેરમેન
મો. ૯૪૨૬૬ ૧૯૩૮૩
(2:53 PM IST)










