<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

સપ્‍તસુર ગ્રુપ દ્વારા રવિવારે લાઇવ સંગીત મહેફીલ

ધારાશાષાી નોટરી દંપતિ આસિત સોનપાલ અને મીનલ સોનપાલનું આયોજન : હેમુ ગઢવી હોલમાં મહમદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર, આશાજી, મહેન્‍દ્રકપુરના ગીતો ગુંજશે : પાયલ વખારીયા, મનદીપ દેવાશ્રયી અને આશીત સોનપાલ કંઠનો જાદુ રેલાવશે

રાજકોટ તા. ૨૩ : રાજકોટના પ્રખ્‍યાત ધારાશાષાી નોટરી દંપતી શ્રી આસિત સોનપાલ તથા મીનલ સોનપાલ દ્વારા ચાલતા સપ્‍તસુર ગ્રુપ બેનર હેઠળ તા. ૨૯ ના રવિવારે એક સુંદર લાઇવ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં લેજેન્‍ડરી સિંગર્સ મહમદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર, આશાજી, મહેન્‍દ્ર કપૂરજીના યાદગાર ગીતોની રજુઆત કરાશે. ગુજરાત તેમજ ભારત સાથે અન્‍ય દેશોમાં પોતાની આગવી કલા થકી કામણગારી કંઠ જેમણે પાથર્યા છે તેવા ડોક્‍ટર પાયલ વખારિયા જેઓ અમદાવાદથી પધારશે અને તેમની સાથે યાદોની મહેફિલમાં રંગ ઉમેરવા અમદાવાદથી મનદીપ દેવાશ્રયી જેવોએ સંગીત વિદ્યાને ગ્રહણ કરીને પોતાના કંઠને પીરસવા આવી રહ્યા છે. રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે આ બંને કલાકારો ધૂમ મચાવશે

આ સાથે જેવોએ સંગીતને આત્‍મસાત કરેલ છે અને જેઓને કીબોર્ડ, ગિટાર, માઉથ ઓર્ગન, ફ્‌લૂટ જેવા વાજિંત્રોનું આગવું જ્ઞાન છે એવા સુરાગ રાગ રાગીનીના જાણકાર રાજકોટના પ્રખ્‍યાત ધારાશાષાી નોટરી આશિત સોનપાલ પણ પોતાના કંઠે કર્ણપ્રિય ગીતો પીરસશે.

આ કાર્યક્રમનું મંચ સંચાલન પોતાની આગવી શૈલીમાં એડવોકેટ નોટરી મીનલ સોનપાલ કરશે. કાર્યક્રમમાં મ્‍યુઝિક રાજકોટના જાણીતા તેમજ ઇન્‍ટરનેશનલ આર્ટિસ્‍ટ તુષાર ગોસાઈ તથા તેમની ટીમ પીરસશે.

કાર્યક્રમમાં પેરામાઉન્‍ટ સાઉન્‍ડ સુનિલભાઈ પટેલ તેમજ કાર્યક્રમમાં મંચ સજ્જા હિરેનભાઈ ગોસ્‍વામી કરશે. કાર્યક્રમની વિડીયોગ્રાફી  ચેતનભાઇ પોપટ સદગુરુ વિઝન સંભાળશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિનિયર ધારાશાષાી પંકજભાઈ આર દેસાઈ, કમિટી મેમ્‍બર ગિરધરભાઈ ઠુંમર,  મહેન્‍દ્રભાઈ ભીંડે, ઉમાબેન ભીંડે, શોભનાબેન ઠુંમર, ખાદી ભવનના જનરલ મેનેજર જીતુભાઈ શુક્‍લ, સ્‍માઈલ પરિવારના સુનિલભાઈ શાહ, પ્રશાંત ચોકસી મેમોરિયલ ટ્રસ્‍ટના હિતેશભાઈ ચોકસી, મનોજભાઈ સોની, જયેશભાઈ વ્‍યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમને સુંદરતા વધારવા કાર્યક્રમના સ્‍પોન્‍સર્સ તેમજ શુભેચ્‍છક ડિવાઇન સિટી, વિરાજ ડેવલોપર્સ કોઠારીયા, કસ્‍તુરી ફૂડ, પ્રભુ સ્‍નેહ, અદાણી બ્રધર્સ,  પ્રિન્‍સેસ સ્‍કૂલ વિગેરેનો સાથ સહકાર મળેલ છે.

કાર્યક્રમ તા. ૨૯ જૂન રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે સમય ૯.૧૫ વાગ્‍યે માણવા માટે તથા ગ્રુપ બુકિંગ માટે મો.૯૯૭૯૦ ૩૫૮૬૮ ઉપર સંપર્ક કરી શકાશે. વધુ માહીતી માટે ઓફિસ - ૧૦૨ આદિત્‍ય સેન્‍ટર, ફૂલછાબ ચોક ખાતે સાંજે ૬ થી ૮ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૧)

 


 

ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટમાં સુંદર પરફોર્મ કરનાર ૯ વર્ષનો ઇતિશ કાનાણી તબલાનો જાદુ પાથરશે

રાજકોટ : સપ્‍તસુર ગ્રુપ દ્વારા યોજીત આ સંગીત સમારોહમાં ૯ વર્ષનો તબલાવાદક ઇતિશ સુહાગ કાનાણી પણ તબલા પર રંગત જમાવશે. ઉલ્લેખનીય છે નાની ઉંમરથી તબલા ઉપર ફાવટ મેળવનાર ઇતિશ કાનાણી અનેક કાર્યક્રમો આપી ચુકયો છે. ઇન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટમાં સોની ટીવી પર ૨૦૨૨માં ભાગ લઇ સુંદર પરફોર્મ કર્યુ હતુ. તબલાની ત્રણ પરીક્ષાઓ પણે સફળ રીતે ઉતીર્ણ કરી બતાવી છે. ત્‍યારે રવિવારે સપ્‍તસુર ગ્રુપ આયોજીત સંગીત સમારોહ માટે પણ  ઇતિશ કાનાણીને ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. (સુહાગભાઇ કાનાણી મો.૯૦૩૩૬ ૯૬૦૬૯) 

(2:24 PM IST)