<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ચાતુર્માસને સફળ બનાવવા સ્‍માઈલીંગ લાઇફ, શાઈનીંગ લાઇફ અને સીંગીંગ લાઇફ બનાવોઃ પૂ.શ્રી ધીરગુરુદેવ

અમદાવાદમાં ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ : સુપર સે ઉપર - વ્‍યાખ્‍યાન સંગ્રહની લોકાર્પણ વિધિઃ તલોદઘાટન, જીવદયામાં લાખોનું દાન

રાજકોટ, તા.૨૩: ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ પ્રેરિત નવકારશી બાદ કળશ-બેડાધારી બહેનો સહિત શોભાયાત્રા ડુંગર દરબાર, અગ્રસેન હોલમાં સમારોહમાં ફેરવાયા બાદ જૈન ધર્મ સંકુલના મુખ્‍ય દાતા વિનુભાઈ કપાસીના પ્રમુખ સ્‍થાને મેહુલભાઈ ધોળકીયાએ સહુને આવકાર્યા હતા.આ પ્રસંગે પૂ.જયેશમુનિજી, પૂ.જૈનમમુનિજી તથા પૂ.ગુણીજી મ. સ., પૂ.સુશીલાજી મ.સ. આદિ ઠાણા તથા દેશભરમાંથી તેમજ અમદાવાદના વિવિધ સંઘોના ભાવિકો પ્રવેશ પધાર્યા હતા.

ચાતુર્માસને સફળ બનાવવા સ્‍માઈલીંગ લાઇફ - હસતું જીવન જીવી જાણવું, શાઈનીંગ લાઇફ - ઝળહળતું જીવન જીવવા માત્ર પોતાનો નહીં બીજાનો પણ વિચાર કરતા રહેવો. ટીકા કરીને બીજાને પાડવાને બદલે ટેકો દઈને ચડાવે તેવું જીવન જીવવું, સીંગીંગ લાઇફ - ગાતું જીવન, ફરિયાદ વગરનું જીવન, જે મળ્‍યું, જેવું મળ્‍યું તે પ્રભુનો પ્રસાદ છે. તેમ સમજી ગુનગુનાતું રહે તેવું જીવન જીવવુંનો ઉપદેશ પૂ.ધીરગુરૂદેવે આપ્‍યો હતો.

જૈન ધર્મ સંકુલ, ધર્મનાથ ઉપાશ્રય, આયંબિલ ભવનના દ્વારોદઘાટનના ચડાવાનો ધોલેરા પરિવાર, પ્રવીણભાઈ લોખંડવાલા, દક્ષાબેન મુકેશભાઈ કામદાર અને જીવદયા કળશનો ઋષભ નવનીતભાઈ પટેલ, સુપર સે ઉપર વ્‍યાખ્‍યાન સંગ્રહનો રીટાબેન અભયભાઈ શાહે લાભ લીધેલ. ચાતુર્માસ ભક્‍તિનો લાભ મધુસુદન શેઠ, પ્રદીપભાઈ ખેતાણી, વીણાબેન ખેતાણી, હસુમતીબેન ધોળકીયા, પ્રદીપભાઈ કામદાર એ લીધેલ.

એમ્‍બીવેલી સિટીના અમીશા નીરજ વોરા, ઉર્વિશ વોરા વગેરેની વિનંતિનો સ્‍વીકાર કરતાં આગામી ચાતુર્માસ જાહેર કરતાં અનેરો ઉમંગ છવાયો હતો. ચેન્નઈ અને ઈન્‍દોર સંઘે ચાતુર્માસની વિનંતી કરેલ. ગોંડલ સંપ્રદાયના હરેશ વોરા, સુરેશ કામદાર, પ્રવીણ કોઠારી તેમજ સંઘ કમિટી વગેરેએ દાતાઓનું અભિવાદન કરેલ. મંગલપાઠ બાદ ૨૫૦૦ જેટલા ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

(4:22 PM IST)