<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પરસાણાનગરના બેંક કર્મચારી વિજયભાઇ ક્રિકેટ રમીને આવ્‍યા બાદ સુતા પછી જાગ્‍યા જ નહિ

ચોટીલાના ૨૦ વર્ષના રોહિતનું પણ હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ બે બહેનના એક જ ભાઇ હતાં: હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: હાર્ટએટેકથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતાં બેંક કર્મચારીનું રાત્રે ક્રિકેટ રમીને આવ્‍યા બાદ સુઇ ગયા પછી મત્‍યુ થયું હતું. સુતા બાદ સવારે તે નહિ ઉઠતાં તેનું મૃત્‍યુ થયું હતું. બીજા બનાવમાં ચોટીલાના યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પરસાણાનગર-૧૭માં રહેતાં વિજયભાઇ બાબુભાઇ નારોલા (ઉ.વ.૪૫) રવિવારે વહેલી સવારે ઘરે બેભાન થઇ જતાં સારવારમાં ખસેડાયેલ. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. વિજયભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે બેંકમાં નોકરી કરતાં હતાં. રાતે ક્રિકેટ રમીને આવ્‍યા બાદ સુઇ ગયા પછી ન જાગતાં સારવાર માટે ખસેડાયા હતાં. પણ તેમને મૃત જાહેર કરાયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બીજા બનાવમાં ચોટીલામાં ખીમોઇ હોટલ પાસે યોગીનગરમાં રહેતો રોહિતભાઇ અતુલભાઇ પરમાર (ઉ.વ.૨૦) ઘરે હતો ત્‍યારે શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા અપરિણીત હતો. તેને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આર્યનગરના ૧૫ વર્ષના રામ અકબરીનું બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં સામા કાંઠે પેડક રોડ પર આર્યનગર-૧૦માં રહેતો રામ મિતેશભાઇ અકબરી (ઉ.વ.૧૫) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેના પિતા વેપારી છે. રામને બાળપણથી મગજમાં પાણી ભરાઇ જવાની તકલીફ હોઇ તેના કારણે તબીયત લથડતાં મૃત્‍યુ થયાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું.

બળધોઇના જગદીશભાઇ સાકરીયાએ પણ બેભાન હાલતમાં દમ તોડયો

ચોથા બનાવમાં જસદણના બળધોઇ ગામે રહેતો જગદીશભાઇ ઘુઘાભાઇ સાકરીયા (ઉ.વ.૩૯) બિમારીને લીધે બેભાન થઇ જતાં સારવારમ ાટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. આટકોટ પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:33 PM IST)