તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
એકવા યોગઃ ૫૦ બહેનોએ પાણીમાં કર્યા યોગાભ્યાસ
૧૫ આસનોનો પાણીમાં પ્રયોગઃ મહિલા કોર્પોરેટરોની ખાસ ઉપસ્થિતીઃ યોગ નિહાળવા બહોળી સંખ્યામાં હાજર બહેનો મંત્રમુગ્ધ

પાણીમાં યોગઃ શહેરના જીજાબાઇ સ્નાનાગર ખાતે મનપા દ્વારા ખાસ એક્વા યોગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૨ થી ૭૦ વર્ષની મહિલાઓ જોડાઇ હતી. ઉપરોકત તસ્વીરમાં પાણીમાં વિવિધ યોગમુદ્રાનું નિદર્શન કરતા બહેનો દર્શાય છે.(તસ્વીરઃઅશોક બગથરીયા)
રાજકોટ, તા.૨૧: મહાનગરપાલિકા દ્વારા ‘વિશ્વ યોગ દિવસ' નિમિતે દર વર્ષની માફક આ વર્ષે પણ ‘શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર' સાધુ વાસવાણી રોડ ખાતે મહિલાઓ દ્વારા સ્નાનાગારમાં એક્વા યોગાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ‘શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર' માં ૨૦ વર્ષથી ૬૫ વર્ષ સુધીની વય જૂથની ૫૦ જેટલી મહિલાઓ દ્વારા પાણીની અંદર ‘એક્વા યોગા' કરવામાં આવ્યા. યોગ પ્રોટોકોલમાં દર્શાવ્યા મુજબના વિવિધ આસનો ઉપરાંત ઊભા રહીને કરવાના આસનો, બેસીને કરવાના આસનો, ઊંધા સુઈને તેમજ સીધા સુઈને કરવાના આસનોનો સમાવેશ થાય છે. ‘એક્વા યોગા' સવારે ૭ કલાકેથી શરૂ થઇ સતત ૪૫ મિનિટ સુધી પાણીમાં રહીને ‘એકવા યોગા' કરવામાં આવેલ. અંતમાં પ્રાણાયામ અને ધ્યાન સાથે ‘એક્વા યોગા'નું સમાપન કરવામાં આવેલ.
આ એક્વા યોગ કાર્યક્રમમાં ૧૨ વર્ષથી ૭૦ વર્ષ સુધીના મહિલાઓએ ત્રાડાસન, વૃક્ષાસન, ત્રીકોણાસન સહિતના ૧૫થી વધુ યોગ કર્યા હતા.
જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે રસીલાબેન સાકરીયા, જયોત્સનાબેન ટીલાળા, દક્ષાબેન વસાણી, ભારતીબને પરસાણા, ડો. રાજેશ્વરીબેન ડોડીયા, વર્ષાબેન રાણપરા વગેરે ઉપસ્થિત હતા
(3:57 PM IST)










