<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

રેલ કર્મચારીઓની માંગણીઓ બળવતર બનાવાશેઃ ૮મું પગારપંચ અને જુની પેન્‍શન સ્‍કીમ લાગુ કરવા થયો ઠરાવ

સોમનાથ, વેરાવળ ખાતે વેસ્‍ટર્ન રેલ્‍વે મજદુર સંઘનું ઝોનલ અધિવેશન યોજાયુ

રાજકોટ તા.૨૧: સોમનાથમા વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘનુ ઝોનલ અધિવેશન યોજાયું હતુ જેમા રેલ પ્રશાસન દ્વારા રેલ કર્મચારીઓની માંગણીઓ પ્રત્‍યે થતી ઉપેક્ષા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ૮મા પગારપંચની સમિતિનું ગઠન કરવુ જૂની પેંશન સ્‍કિમ લાગું કરવા સહિત ઠરાવ કરવામાં આવ્‍યા હતા.

આ અધિવેશનને શ્રીમતિ મંજુલા સકસેના પ્રમુખ મુખ્‍ય પર્સનલ ઓફિ્‌સર મુંબઈએ વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલ કર્મચારીઓ માટે પ્રશાસન સાથે વાટાઘાટોનાં માધ્‍યમથી કર્મચારીઓનાં વિવિધ પ્રશ્નોનાં ઉકેલ લાવવા સંઘનાં નેતાઓ દ્વારા પ્રશાસન સમક્ષ કરેલ રજૂઆતોને બિરદાવી હતી. તેમજ વેસ્‍ટર્ન રેલવે પ્રશાસનને સંઘ દ્વારા કરવામાં આવેલ સહયોગને આવકાર્યો હતો. ગુમાનસિંઘજી અધ્‍યક્ષ, નેશનલ ફેડરેશન ઓફ ઈંડીયન રેલવેમેન ન્‍યુ દિલ્‍હી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્‍યુ હતુ. અધિવેશનનાં બીજા ચરણનાં સામાન્‍ય સભામાં સરકાર તેમજ રેલ પ્રશાસન દ્વારા રેલ કર્મચારીઓની વાજબી માંગણીઓ પ્રત્‍યે થઈ રહેલ ઉપેક્ષાઓ અંગે વિશેષ ચર્ચા વિચારણા બાદ નીચેનાં ઠરાવો પસાર કરવામાં આવ્‍યા હતા. જેમા આઠમા પગારપંચની સમિતિનું ગઠન કરવું. ફભ્‍લ્‍/શ્‍ભ્‍લ્‍ નાબૂદ કરી જૂની પેંશન સ્‍કિમ લાગું કરવી, રેલવેમાં ખાનગીકરણ બંધ કરવું અપગ્રેડેશનમાં બાકી રહેલ કેટેગરીનો સમાવેશ કરવો, એલડીસીઈ ઓપન ટૂ ઓલ સ્‍કીમ લાગું કરવી, બોનસની સીલિંગ લીમિટ દૂર કરવી રેલવે કર્મચારીઓને મળતાં પાસ તેમજ મેડીકલ સુવિધામાં તેમનાં માતા પિતાનો પણ સમાવેશ કરવો. કોવિડ-૧૯ સમયનું સ્‍થગિત કરેલ ૧૮ માસનું મોંઘવારી ભથ્‍થું તાત્‍કાલિક ધોરણે ચૂકવવું, અધિવેશનનાં અંતિમ ચરણમાં વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘનાં હોદેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં સંઘનાં જનરલ સેક્રેટરી તરીકે આર. જી. કાબરની પુનઃવરણી કરવામાં આવી હતી. આ અધિવેશનમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્‍ડીયન રેલવેમેનનાં અધ્‍યક્ષ તેમજ મુંબઈ સ્‍થિત જનરલ મેનેજર ઓફિ્‌સનાં પ્રમુખ મુખ્‍ય પર્સનલ ઓફિ્‌સર, ભાવનગરનાં ડીવિજનલ રેલવે મેનેજર રવીશ કુમાર હાજર રહ્યા હતા

(4:20 PM IST)