<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પોપટપરાના કેતનભાઇ મકવાણાનું પેટમાં દુઃખાવો ઉપડયા બાદ મોત

વહેલી સવારે તબિયત બગડીઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: પોપટપરા શેરી નં. ૧૪માં રહેતાં કેતનભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.૩૭) નામના યુવાનને વહેલી સવારે પેટમાં દુઃખાવો ઉપડતા઼ બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર કેતનભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ અને કુંવારા હતાં. તે છુટક મજૂરી કરતાં હતાં. લિવરની બિમારી હોવાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:33 PM IST)