તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
સાંસદો-ધારાસભ્યો કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા સ્પોર્ટસ સંકુલ ખાતે યોગ શીબીર યોજાઇ

રાજકોટ :.. આજે વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટ જીલ્લાનો કાર્યક્રમ કાલાવાડ રોડ પર આવેલ અદ્યતન સ્પોર્ટસ સંકુલ ખાતે સવારે ૬ થી ૮ દરમિયાન યોજાયો હતો, અંદાજે ૮૦૦ થી ૧ હજાર લોકો જોડાયા હતાં. પ્રાસંગિક ઉદબોધન બાદ સવારે ૬ાા થી ૮ વાગ્યા સુધી સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, અન્ય સાંસદ સભ્યો, ધારાસભ્યો, કલેકટરશ્રી પ્રભવ જોષી, ડીડીઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડીએસપી શ્રી હિમકરસિંહ અન્ય હાઇલેવલ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ-વરિષ્ઠ નાગરીકો યોગ શીબીરમાં જોડાયા હતાં. અને તમામ પ્રકારના યોગ કર્યા હતા, સ્પોર્ટસ સંકુલ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા રખાઇ હતી. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(1:17 PM IST)










