તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 20th June 2025
મનપાના સોલીડ વેસ્ટ શાખાનું ઓલઓવર સુપરવિઝન ડે. કલેકટરને હવાલે
કચરાયુકત, સ્વચ્છતા સર્વેક્ષણ સહિતની મોનીટરીંગની કામગીરી કિર્તન એ. રાઠોડને સોંપતા મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા

રાજકોટ તા.૨૦: શહેર સ્વચ્છતા રેટીંગમાં સતત પાછળ રહી જવાના અનેક કારણો તંત્રએ શોધી કાઢયા છે. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન ન્યુશન્સ પોઈન્ટ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. સોલિડ વેસ્ટ શાખાની તમામ જવાબદારી ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવી છે. અને સાથો સાથ પર્યાવરણ ઈજનેર સહિતનાએ રોજે રોજનો રિપોર્ટ ડે. કલેક્ટરને રજૂ કરવાનો આદેશ જારી કર્યો છે.
આ અંગે મ્યુ. કમીશનર તુષાર સુમેરા એ કરેલ હુકમમાં જણાવ્યું છે કે શહેરમાં ગંદકીની સમસ્યા દૂર થઈ આરોગ્ય અને પર્યાવરણ સુરક્ષા સંબંધિત કામગીરી કરીને શહેરને સ્વચ્છ બનાવવા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી વધુ સઘન બનાવવા, રાજકોટ શહેરને કચરામુક્ત, સ્વચ્છ અને સુંદર બનાવી લિવેબલ સિટીના અભિગમને અપનાવા, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા, સ્વચ્છતા સર્વેક્ષણ, વિગેરેની કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ સુ-વ્યવસ્થિત રીતે થવું ખૂબ જરૂરી હોય, સદરહુ કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગની કામગીરી સુશ્રી કિર્તન એ.રાઠોડ (નાયબ કલેકટર-મધ્યાહન ભોજન)ને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની વહીવટી તમામ બાબતો પર્યાવરણ ઈજનેરશ્રીએ નાયબ કમિશનરશ્રી (સો.વે.મે.)મારફત કરવાની રહેશે. સુશ્રી રાઠોડએ સો.વે.મે. શાખાનો અઠવાડિક રિપોર્ટ અમોને સુપ્રત કરવાનો રહેશે.. આ હુકમની અમલવારી તાત્કાલિક અસરથી કરવાની રહેશે.
(3:37 PM IST)










