તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સર્વેશ્વર ચોક વોંકળાની કામગીરી ઝડપી પૂર્ણ કરોઃ તુષાર સુમેરા
ન્યારી-૧ ડેમ સાઈટ, કટારીયા ચોકડી મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત કરતા મ્યુનિસિપલ કમિશનરઃ કટારીયા ચોકડી ખાતે ડાયવર્ઝન રૂટ પૂર્ણતાના આરે

રાજકોટ તા.૨૦: રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે કાલાવડ રોડ આવેલ ન્યારી-૧ ડેમ સાઈટ, કટારીયા ચોકડી ખાતે ૩-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની ચાલતી કામગીરી અને ડાયવર્ઝન રૂટ તેમજ યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક ખાતે બની રહેલ વોંકળાની કામગીરી અંગે સ્થળ મુલાકાત કરી હતી.
ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન અંતર્ગત ન્યારી-૧ ડેમની વિઝિટ કરી હતી. કટારીયા ચોકડી ખાતે ડાયવર્ઝન રૂટ પૂર્ણતાના આરે છે તેમજ સર્વેશ્વર ચોક ખાતેના વોંકળાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.
આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને ન્યારી-૧ ડેમ ખાતે સાઈટ વિઝિટ કરી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ડેમનું નિરીક્ષણ કર્યું હતું. કટારીયા ચોકડી ખાતે દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂટ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાને આરે છે બ્રિજના પિઅરની કામગીરી શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂટ પર વાહનોની અવર જવર રાબેતા મુજબ થઈ શકે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
જયારે કટારીયા ચોકડી ખાતે મ્યુનિસિપલ કમિશનરએ ચાલતી રૂટની કામગીરી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો હતો. સર્વેશ્વર ચોક ખાતે ચાલી રહેલ વોંકળાની કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરએ ચાલુ કામગીરી નિહાળી સંબંધિત અધિકારીશ્રી અને એજન્સીના પ્રતિનિધિશ્રીને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જી. કે.પી. દેથારીયા, અતુલ રાવલ, કુંતેશ મેતા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર તેમજ સંબંધિત એજન્સીના પ્રતિનિધિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
અંતે વોર્ડ નં. ૧૩-૧૪-૧૭ માં આસી. ટાઉન પ્લાનર તરીકે અજીત પરમારની નિમણુંક
રાજકોટ : શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૭ માં ત્રણ મહિના બાદ ઇન્ચાર્જ આસીન્સ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે વોર્ડ નં. ૧૦ ના એડી. આસી. એન્જીનીયર (સિવિલ) વોટર વર્કસ (ઇન્દોર) ને કામગીરી સોંપવાનો હુકમ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ વોર્ડમાં તાત્કાલીક અધિકારી નિમવા સિવિલ એન્જી. એસો.એ રજુઆત કરી હતી.
(3:37 PM IST)










