<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

આવતીકાલે ર૧ જૂનઃ વિશ્વ સંગીત દિન જેની ઉજવણી શરૂ થઇ હતી ૧૯૮ર થી

‘‘દિપક રાગથી આગ પ્રગટે, કે મલ્‍હાર રાગથી વરસાદ આવે, એ બધી માન્‍યતા છે. સંગીતથી માત્ર તેનો ભાવ અનુભવી શકય''...તા. ૩:૩:ર૦૧પ ના મુંબઇ ખાતેના એક કાર્યક્રમમાં બાંસુરી વાદક ઉસ્‍તાદ :સંગીત સાધકોની સંગીતમાં નિમગ્નતાએ એક પ્રકારની યોગાવસ્‍થા છે

 

તા. ર૧ જૂનઃ એટલે ‘‘વિશ્વ સંગીત દિન''જેનો પ્રારંભ ૧૯૮ર થી થયો હતો. ફ્રાન્‍સમાં સ્‍થાયી થયેલા મુળ અમેરીકાના સંગીત શ્રેષ્‍ઠી જોયેલ કોઓને ફ્રાન્‍સની સરકારને ર૧ જુનને વિશ્વ સંગીત દિન સ્‍થાપિત કરવા સૂચન કરેલ હતું.આ દિન નિમિતે સ્‍મૃતિપટ્ટ પર તાદ્રષ્‍ય થઇ આવી છે સંગીત વિશે થોડી સાંભળેલી-વાંચેલી વાતો.

‘‘સંગીત શિખવા, સંગીતના સ્‍વજન બનવું પડે ‘‘આ વિધાન છે ઓલ ટાઇમ ગ્રેટ સિતારાષ્‍ટ પં. રવિશંકરજીના ગુરૂ ઉસ્‍તાદ અલ્લાઉદીન ખાં સાહેબનું આ ખાં સાહેબના શિષ્‍ય ભારત રત્‍ન રવિશંકરજી, તેઓના સિતારવાદન વખતે આંખો બંધ કરી એટલા ધ્‍યાનસ્‍થ થઇ જતાં કે આપણને લાગે કે તે જાણે ઊંઘી રહયા છે. ને છતાં તેની આંગળીયો સિતારના સૂર રેલાવ્‍યા જ કરે... રેલાવ્‍યાજ કરે.

કોઇ અનામી સંગીત હસ્‍તિએ હિન્‍દી ફિલ્‍મ સંગીતને ખાસ સ્‍થાન આપતાં લખ્‍યુ હતું કે પૃથ્‍વી પરના પ્રલય બાદ કસુક બચી જાય તેવી મારી ઇચ્‍છા પૂર્ણ થવાની હોય તો, હું ઇચ્‍છિશ કે આ સુવર્ણકાલિન હિન્‍દી ફિલ્‍મ સંગીત બચી જાય બસ !! એક સંગીત કલાકારે શરત રાખી હતી કે, તેઓના કાર્યક્રમમાં કોઇ શ્રોતાઓના માથા ડોલવા ન જોઇએ, આવી શરતને કારણે બહુ ઓછા ગયેલા શ્રોતાઓના માથા ડોલી ન જાય એ માટે સજાગ રહયા છતાં એક પળ એવી આવી કે, એ સૌ શ્રોતાઓના માથા ડોલી ઉઠયા. કલાકારેએ સૌને પુછયું ‘‘તમારા માથા કેમ ડોલી ઉઠયા? સૌએ કહયું અમે આપના સંગીત સાથે એવાં ઓતપ્રોત થઇ ગયા કે, કયારે અમારા માથા ડોલવા લાગ્‍યા, તેનો અમોને કોઇ ખ્‍યાલ જ ન રહયો. ત્‍યારે એ કલાકારે ખુશ થઇને કહયું ‘‘ હું આવા જ તમારો જેવાં જ કલાનુરાગીને જ મારૂ સંગીત પીરસું છુ઼. તમે જ સૌ ખરા કલા ભકત છો. અન્‍ય કહેવાતા સંગીતચાહકો તો સંગીત પૂજક હોવાનો માત્ર ડોળ જ કરતા હોય છે.'' 

રાગ બિહારી માટેની માન્‍યતા એવી છે કે, તે મીઠી ઊંઘ, મનોગત શાંતિ અને એપિલેપ્‍સિીની બિમારીમાં ખાસ્‍સી રાહત આપે છે. તો રાગ વસંત પરમાનંદી રાગ ગણાય છે તેવું માનવામા઼ આવે છે. જયારે પટિયાલા ઘરાનાના સુવિખ્‍યાત શાષાીય સંગીત ગાયક અજોય ચક્રવતી મતે સંગીત કલાકારો કોઇ પ્રહર મુજબ જ ગાવું એ બાબતને કોઇ વૈજ્ઞાનિક સમર્થન નથી. હું રાગોનો નોકર અને સંગીતનો સેવક છું. ᅠસંગીતના સૌ કલાકારોએ માત્ર ગાઇ કે વગાડી જવા કરતા શ્રોતાઓ સાથે તાદાત્‍મ્‍ય સાધવું પણ જરૂરી રહે છે. જે આત્‍મા સાથે મેળ   મેળાય કરાવી જાય તે જ ખરૂ સંગીત. એ જરૂરી નથી કે મેઘ મલ્‍હાર ગાવ તો વરસાદ આવે અને દિપક રાગ ગાઓ તો અગ્નિ પ્રગટે. કલાકારો માટે તો આગ અંતરમાં પ્રગટવી જોઇએ. અજોયજીને જાણ્‍યે-અજાણ્‍યે સમર્થન આપતા નિદા ફાઝલી સાહેબે નોંધ્‍યું છે કે, સા સે સા તક સાત સૂર. સાત સૂરો મેં રાગ સાત ઉતનાહી સંગીત હૈ, જીતની તૂઝ મેં આગ.''

રાજકોટના વરિષ્‍ટ પત્રકાર ગુજરાતી લોક સાહિત્‍ય અને તેના આલા દરજજાના ગાયક નિલેશ પંડયા, તેઓની ‘‘દિવ્‍યભાસ્‍કર''ની ‘‘મેંદી રંગ લાગ્‍યો'' કોલમમાં લોક ગીતો, તેનો અર્થો અને સંગીત વિશે બહુ જ વિષદ્દ છણાવટ આપતા કહે છે કે  ‘‘આપણાં લોકગીત- સંગીતને સૌરાષ્‍ટ્ર કે ઉત્તર-દક્ષિણ ગુજરાત કે આદિવાસી સંગીત તરીકે તેને અલગ અલગ પ્રકારના આપણે કહીએ છીએ. પણ અંતે તો સમગ્રતાઃતે ગણાય તો ગુજરાતી લોક સંગીત જ.'' એ જ રીતે લોક સંગીત જેમ સુગમ સંગીત પણ ભારતીય સંગીતનો એક જાણીતો -માનીતો પ્રકાર છે. તેમ ગુજરાતના પુરૂષોત્તમ ઉપાધ્‍યાયજી જેવાં ઠીકાઠીક ગુજરાતી સુગમ સંગીત (ગાયક) કલાકારોએ રાષ્‍ટ્રીય સ્‍તરે પોતાનું નામ અને કામને શોભાવ્‍યું છે.

ભારતીય રંગમંચ અને તેના સંગીતને  એક નૂતન દિશાદોર દર્શાવનાર સ્‍વ. બી.વી. કારંથ માનતા કે હુંસંગીતને ભાષા માનું છું. મારા માટે તે સંવાદ અને કોમ્‍યુકેશનનું સશકત માધ્‍યમ છે. ગીરશ કર્નાડના ‘‘હૈયવદન''નાટકના ગીતો અને સંગીત ખાસ ચર્ચિત રહયા હતાં. નાટય પ્રસ્‍તુતિમાં ઉદબોધન સંગીત, વિરામ અને મનોસ્‍થિતિધાતક સંગીત વિ. તેના અનેક રૂપ પ્રયોગ હોઇ શકે. મારા ગુરૂ અલ્‍કાઝીના ‘‘અષાઢકા એક દિન'' જેવા નાટકની પ્રસ્‍તુતિના સંગીતે મને અત્‍યંત પ્રભાવિત અને પ્રેરત કર્યો હતો.

વહેલી સવારે મંદિરનો ઘંટરાવ અને મસ્‍જીિદની આઝાન સાથે પંખીઓનો કલરવ એકાકાર થાય છે ત્‍યારે અનુભૂત થાય છે. ઇશ્વરીય સુમધુર સંગીત જેનો સાક્ષાતકાર થાય છે. સૂર્યોદય પહેલાના યુનિવર્સિટી કેમ્‍પસ જેવા ખુલ્લા પ્રાકૃતિક વિસ્‍તારમાં વોકીંગ-જોગીંગ વખતે.આ ડોળનથી. સંગીતમયં આત્‍માનુંભૂતિ છે. મુબારક હો સૌને  વિશ્વ સંગીત દિન

         આલેખન

કૌશિકસિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:27 PM IST)